શું કામ જોવી જોઈએ 'કેદારનાથ' ? આ રહ્યા 5 કારણો

Dec 6, 2018, 06:02 PM IST
1/5

સારા અલી ખાનને ટ્રેલરમાં જોઈને જ ખબર પડે છે કે તેણે આ ફિલ્મ માટે બહુ મહેનત કરી છે.આ સંજોગોમાં ‘કેદારનાથ’માં પડદા પર સારાને પહેલીવાર જોવાનો અનુભવ અનોખો સાબિત થશે એવું લાગે છે. 

2/5

આ ફિલ્મમાં કેદારનાથ દુર્ઘટનાને આવરી લેવાઈ છે. ટ્રેલરમાં પૂરના જેટલા પણ સીન દેખાડવામાં આવ્યા છે એ જોઈને ખ્યાલ આવે છે કે ફિલ્મ રોમાંચક સાબિત થવાની છે. 

3/5

‘કેદારનાથ’નું ટ્રેલર લોન્ચ થયું એ સાથે જ વિરોધ થવા લાગ્યો હતો. ફિલ્મમાં સુશાંત મુસ્લિમ અને સારા હિંદુના રોલમાં છે. આ ટ્રેલર જોઈને ચર્ચા હતી કે ફિલ્મ લવજેહાદને પ્રોત્સાહન આપી રહી છે. જોકે આ વાત કેટલી સાચી છે એ તો ફિલ્મ જોઈને જ ખબર પડશે. 

4/5

પોતાની પહેલી જ ફિલ્મમાં સારાએ બિનધાસ્ત રીતે બોલ્ડ કિસિંગ સીન આપ્યા છે. સારાના આ કિસિંગ સીન યુવાનોને આકર્ષશે એવી ધારણા છે. 

5/5

‘કેદારનાથ’ માટે સુશાંત સિંહ રાજપૂત અને અભિષેક કપૂરે ફરી એકવાર સાથે હાથ મેળવ્યો છે. આ પહેલાં બંને ફિલ્મો 'કાઇપો છે'માં સાથે કામ કરી ચૂક્યા છે.