news in gujarati

વિશ્વના સૌથી મોટા રેડિયો દૂરબીનના 'મસ્તિષ્ક'ની ડિઝાઈન તૈયાર, જાણો શું છે ફાયદા

SKAના સાયન્સ ડાટા પ્રોસેસર (SDP) કન્સોર્ટિયમે પોતાનું એન્જિનિયરિંગ કામ પૂરું કરી લીધું છે 
 

May 20, 2019, 09:45 AM IST

એક્ઝિટ પોલમાં ભાજપનો 'વિજય', ઉપરાષ્ટ્રપતિ બોલ્યા, 'ધીરજ રાખો, આ વાસ્તવિક પરિણામ નથી'

એક્ઝિટ પોલ પર પોતાની પ્રતિક્રિયા આપતા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, એક્ઝિટ પોલ વાસ્તવિક પરિણામ હોતા નથી, એ આપણે સમજવું જોઈએ, 1999થી મોટાભાગના એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે 
 

May 20, 2019, 08:35 AM IST

ખુશીના સમાચારઃ કૈલાશ માનસરોવર જવાનો ભારતીય માર્ગ બનશે વૈશ્વિક વારસો

આ પવિત્ર પર્વતીય વિસ્તારમાં આવેલા ભારતીય ક્ષેત્રને વૈશ્વિક વારસા (World Heritage)ની યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ યુનેસ્કોને મોકલવામાં આવ્યો છે, જેને સંયુક્ત રાષ્ટ્રની સમિતીએ પોતાની મંજૂરી અંગેની ચર્ચા માટેની અંતિમ યાદીમાં સામેલ કરી લીધો છે 

May 20, 2019, 08:10 AM IST
For Gujarati Latest News watch Speed News Morning PT24M8S

સવારના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

લોકસભા ચૂંટણી 2019ના પરિણામનો મેગાએક્ઝિટ પોલ 2019,PM મોદીએ સાધના બાદ ફરી કર્યા બાબાના દર્શન,એક ભાઈએ કરી પોતાનાજ ભાઈની હત્યા,ભરતપટેલ આપઘાત મામલો.

May 20, 2019, 07:55 AM IST

Exit Pollના તારણોથી ઉમર અબ્દુલ્લા 'નારાજ', કહ્યું-ટીવી બંધ કરીને સોશિયલ મીડિયામાંથી લોગ આઉટ...

લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલના પરિણામોમાં દેશમાં ફરીથી એકવાર મોદી સરકાર બનતી જોવા મળી રહી છે. અનેક ચેનલોના એક્ઝિટ પોલમાં એવા તથ્યો સામે આવ્યાં છે કે એનડીએને પૂર્ણ બહુમત મળવા જઈ રહ્યું છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ભાજપ ક્લિન સ્વીપ કરતો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ પોલ પર રાજકીય પક્ષોની પ્રતિક્રિયા પણ સામે આવવા માંડી છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી તથા નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા એક્ઝિટ પોલના પરિણામોથી નારાજ જોવા મળી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરમાં એબીપી નેલસનના એક્ઝિટ પોલ મુજબ ભાજપને એક બેઠકનું નુકસાન થઈ શકે છે. પીડીપી અને નેશનલ કોન્ફરન્સના ખાતામાં 2-2 બેઠકો જઈ શકે છે. 

May 19, 2019, 11:32 PM IST

#ZeeMahaExitPoll: આજ તક-AXISનો દાવો, જમ્મુ-કાશ્મીરમાં ભાજપને મળશે આટલી બેઠકો

જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની કુલ 8 બેઠકો છે. 2014ની ચૂંટણીમાં અહીં ભાજપને 3, પીડીપીને એક, નેશનલ કોન્ફરન્સને એક બેઠક મળી હતી. આજ તક અને એક્સિસ માઈ ઈન્ડિયાના સર્વે મુજબ ભાજપને 2-3, નેશનલ કોન્ફરન્સને 2-3, પીડીપીને શૂન્ય અને કોંગ્રેસને 0-1 બેઠકો મળવાનું અનુમાન છે. 

May 19, 2019, 11:02 PM IST

Video ગુજરાતના લોકોનો મોદીજી પર પ્રેમ, ભરોસો, શ્રદ્ધા યથાવત, ભાજપ 26 બેઠકો જીતશે: CM રૂપાણી

લોકસભા ચૂંટણી 2019ના મતદાનના સાતેય તબક્કા આજે પૂર્ણ થયા અને હવે 23મી મેના રોજ પરિણામ જાહેર થશે. પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ બહાર પડવા લાગ્યા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી આવશે તેવું કહેવાય છે. ગુજરાતમાં ગત વખતની 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કુલ 26માંથી 26 બેઠકો મળી હતી. ઈન્ડિયા ટુડે-એક્સિસના સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 25 બેઠકો મળી શકે છે. 

May 19, 2019, 09:07 PM IST

મહાએક્ઝિટ પોલ 2019: ગુજરાતમાં ફરી એકવાર 'કમળની કમાલ, જાણો કોને કેટલી સીટ મળી શકે

મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી આવશે તેવું કહેવાય છે. એનડીએ સરકારને પૂર્ણ બહુમત મળશે તેવી વાત એક્ઝિટ પોલમાં કરાઈ છે. એનડીએને 300 બેઠકો મળી શકે છે. અનેક રાજ્યોમાં ભાજપ ક્લિન સ્વીપ કરતો જોવા મળી રહ્યો છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે.

May 19, 2019, 07:31 PM IST

EXIT POLL 2019: 2014માં શું હતાં એક્ઝિટ પોલના પરિણામ? કોની વાત સાચી પડી તે ખાસ જાણો

રાજકારણમાં થોડી અમથો પણ રસ ધરાવનારા લોકો હવે આજ સાંજને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હશે કારણ કે લોકસભા ચૂંટણી 2019ના છેલ્લા તબક્કાનું મતદાન આજે સાંજે પૂરું થઈ રહ્યું છે. ત્યારબાદ તમામ ન્યૂઝ ચેનલ એક્ઝિટ પોલના સર્વે બહાર પાડશે. 

May 19, 2019, 03:46 PM IST
Speed News Noon 19052019 PT24M49S

સૌથી ઝડપી સમાચાર માટે જુઓ સ્પીડ ન્યૂઝ

અમદાવાદના રાણીપમાં બીટકોઈનના બ્રોકરના આપઘાત કેસમાં પરિવારજન મૃતદેહ સ્વીકારવા તૈયાર, અમદાવાદમાં નીકળી દીક્ષાર્થીઓની શોભાયાત્રા, દીવના કેવડી વિસ્તારમાંથી અઁતે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો અને અન્ય મહત્વના સમાચાર

May 19, 2019, 03:40 PM IST
Around Gujarat Noon 19052019 PT24M43S

રાજ્યના બપોર સુધીના મહત્વના સમાચાર, જુઓ એક ક્લિક પર

અમદાવાદના રાણીપમાં બીટકોઈનના બ્રોકરના આપઘાત કેસમાં પરિવારજન મૃતદેહ સ્વીકારવા તૈયાર, અમદાવાદમાં નીકળી દીક્ષાર્થીઓની શોભાયાત્રા, દીવના કેવડી વિસ્તારમાંથી અઁતે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો અને અન્ય મહત્વના સમાચાર

May 19, 2019, 03:40 PM IST

Exit Poll 2019 : આખરે શું હોય છે એક્ઝિટ પોલ? જાણો કેવી રીતે તૈયાર થાય છે આંકડા...

Lok Sabha Exit Poll 2019 : કઈ પાર્ટીને કેટલી સીટ મળી રહી છે, વિજયી રથ પર કોણ સવાર થશે તે એક્ઝીટ પોલ દ્વારા સ્પષ્ટ થઈ જતું હોય છે. જોકે, બધા જ એક્ઝિટ પોલ સાચા સાબિત થાય છે એવું પણ નથી બનતું. 
 

May 19, 2019, 03:11 PM IST

તેજપ્રતાપ યાદવના બાઉન્સર્સની ગુંડાગીરીઃ રિપોર્ટર પર ગાડી ચડાવી, પછી ઢોર માર માર્યો

RJDના નેતા તેજ પ્રતાપ યાદવની વોટ આપ્યા પછી મીડિયા કર્મચારીઓ પ્રતિક્રિયા લેવા માટે તેની પાસે પહોંચ્યા હતા, પરંતુ તેના પહેલા જ તેજ પ્રતાપના બાઉન્સર્સ રિપોર્ટર અને કેમેરા જોઈને ભડકી ગયા હતા 
 

May 19, 2019, 12:59 PM IST

બિહાર: મતદાર યાદીમાં તેજસ્વીના નામની આગળ કોઈ અન્યનો ફોટો બહાર આવ્યો

આજે થઈ રહેલા 7મા તબક્કાના મતદાનમાં બિહારની નાલંદા, પટના સાહિબ, પાટલિપુત્ર, આરા, અરવલ, બક્સર, કારાકાટ અને જાહાનાબાદમાં લોકો વોટ આપી રહ્યા છે
 

May 19, 2019, 12:10 PM IST

UP : મતદાનના એક દિવસ પહેલા રૂ.500 આપીને જબરદસ્તીથી લગાવી સ્યાહી

ઉત્તરપ્રદેશના ચંદોલીના કલેક્ટર કુમાર હર્ષે જણાવ્યું કે, આવી એક ઘટના જોવા મળી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, ફરિયાદીઓને મતદાન કરવા દેવામાં આવશે
 

May 19, 2019, 11:37 AM IST

VIDEO: ઘોડાની જેમ કૂદકા મારતી આ મહિલાને જોઈને તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો

મહિલાની વિશેષતા એ છે કે તે ઘોડાની જેમ દોડી શકે છે, આટલું જ નહીં તે ઘોડાની જેમ કૂદકા પણ મારે છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈને તમે પણ ચકીત થઈ જશો 
 

May 19, 2019, 10:04 AM IST

કેદારનાથથી બદ્રીનાથ પહોંચ્યા પીએમ મોદી, કરી રહ્યા છે પૂજા

વડાપ્રધાન મોદી શનિવારે કેદરનાથ પહોંચ્યા હતા. અહીં કેદારનાથ ધામમાં વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ બપોર પછી તેઓ એક ગુફામાં ધ્યાન સાધના કરવા માટે ગયા હતા અને આખી રાત આ ગુફામાં રોકાઈને સાધના કરી હતી. કેદારનાથથી વડાપ્રધાન બદ્રીનાથ પહોંચ્યા હતા.
 

May 19, 2019, 08:40 AM IST
For Gujarati Latest News watch Speed News Morning PT26M5S

સવારના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

સાતમાં તબક્કની મતદાન પ્રક્રિયા શરૂ,જાફરાબાદ તાલુકાના અનેક ગામોમાં વરસાદ,લલિત કગથરાના પુત્રનું અકસ્માતમાં થયું નિધન.

May 19, 2019, 08:35 AM IST

લોકસભા ચૂંટણીનું મતદાન પુર્ણ: 23મી તારીખે ભારત ભાગ્ય વિધાતાનો નિર્ણય થશે

આ તબક્કામાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા, અનુપ્રિયા પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. મહેન્દ્રનાથ પાંડેય, પૂર્વ મંત્રી આરપીએન સિંહ અને ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશન, ભાજપના વિદ્રોહી ઉમેદવાર શત્રુધ્ન સિન્હા સહિત અનેક દિગ્ગજોના રાજકીય ભવિષ્યનો આજે નિર્ણય થશે. 

May 19, 2019, 07:36 AM IST
Around Gujarat Evening 18052019 PT24M11S

રાજ્યના સાંજ સુધીના મહત્વના સમાચાર, જુઓ એક ક્લિક પર

રાજકોટ:પુનિત નગર પમ્પિંગ સ્ટેશન પર કોંગ્રેસની જનતા રેડ.પાણી ટાકામાં મોટા પ્રમાણ જોવા મળ્યા ફીણ. પાણી પ્રદુષિત હોવાનો કોંગી કોર્પોરેટરનો આક્ષેપ.વોર્ડ નંબર 12 અને 13માં પાણીનું વિતરણ થાય છે.વડોદરાના સર્કીટ હાઉસમાં નથી ફાયર સેફ્ટીની NOC. CM સહિતના નેતાઓ જ્યાં રહે ત્યાં જ નથી NOC.

May 18, 2019, 08:00 PM IST