સચિન વાઝે માટે આ બિઝનેસમેન હોટલમાં બુક કરાવતો હતો રૂમ, નામ જાણીને ચોંકશો

100 કરોડ રૂપિયાની વસૂલી અને એન્ટિલિયા કેસ મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીને સચિન વાઝેના કેટલાક મદદગારો વિશે મહત્વની જાણકારી મળી છે. સચિન વાઝે ધરપકડ પહેલા ફેક આઈડી આપીને મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં રોકાયો હતો. NIA એ વાઝે માટે હોટલ બુક કરાવનારાની ભાળ મેળવી લીધી છે. 

Mar 24, 2021, 01:27 PM IST

મુંબઈ: 100 કરોડ રૂપિયાની વસૂલી અને એન્ટિલિયા કેસ મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીને સચિન વાઝેના કેટલાક મદદગારો વિશે મહત્વની જાણકારી મળી છે. સચિન વાઝે ધરપકડ પહેલા ફેક આઈડી આપીને મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં રોકાયો હતો. NIA એ વાઝે માટે હોટલ બુક કરાવનારાની ભાળ મેળવી લીધી છે. 

1/7

100 દિવસ માટે એક રૂમ બુક

100 દિવસ માટે એક રૂમ બુક

તપાસમાં જ્વેલરીનો શોરૂમ ચલાવતા વેપારીની સચિન વાઝે સાથે નીકટતા સામે આવી છે. આ વેપારી સચિન વાઝે માટે સાઉથ મુંબઈ વિસ્તારમાં હોટલનો રૂમ બુક કરતો હતો. આ વ્યક્તિએ હોટલ ટ્રાઈડેન્ટમાં સચિન વાઝે માટે 100 દિવસ માટે  એક રૂમ બુક કર્યો હતો. આ વેપારી સચિન વાઝેનો ખુબ જ ખાસ રહ્યો છે. હોટલ ટ્રાઈડેન્ટમાં રૂમ બુક કરવા માટે આ વેપારીએ એક ટ્રાવેલ એજન્સીને  લગભગ 13 લાખ રૂપિયા આપ્યા હતા. આ વેપારીએ હોટલ ટ્રાઈડેન્ટમાં ફેક આઈડી પણ ઉપલબ્ધ કરાવ્યું હતું. 

2/7

નકલી આઈડીથી હોટલમાં રોકાયો

 નકલી આઈડીથી હોટલમાં રોકાયો

NIA ની તપાસમાં ખુલાસો થયો છે કે સચિન વાઝે જે ફેક આઈડી કાર્ડનો ઉપયોગ કરીને હોટલ ટ્રાઈડેન્ટમાં રોકાયો હતો તેના પર સુશાંત સદાશિવ કમકારનું નામ લખ્યું હતું. જ્યારે ફોટો સચિન વાઝેનો જ લાગેલો હતો. NIAના જણાવ્યાં મુજબ એક ટીમે નરીમન પોઈન્ટ સ્થિત હોટલના એક રૂમમાં તલાશી લીધી, જ્યાં વાઝે 16થી 20 ફેબ્રુઆરી સુધી રોકાયો હતો.   

3/7

વાઝેએ આપ્યા હતા 3 ઓપ્શન

વાઝેએ આપ્યા હતા 3 ઓપ્શન

સચિન વાઝેએ હોટલ ટ્રાઈડેન્ટના 19મા ફ્લોર પર રૂમ નંબર 1964માં રોકાણ કર્યું હતું. જે ટ્રાવેલ કંપની દ્વારા રૂમ બુક કરાયો હતો તેના માલિકના બીજા પણ ધંધા છે. તેના વિરુદ્ધ એક મામલો કાંજૂરમાર્ગ પોલીસ સ્ટેશનમાં નોધાયેલો છે. આ કેસના સિલસિલામાં સચિન વાઝેએ બિઝનેસમેનનો સંપર્ક કર્યો હતો. તેણે કહ્યું હતું કે તું તારો કેસ ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરાવી લે હું સંભાળી લઈશ. તેના બદલામાં સચિન વાઝેએ પોતાના માટે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાવવાની વ્યવસ્થા કરાવી હતી. સચિન વાઝેએ આ માટે 3 હોટલના ઓપ્શન આપ્યા હતા. 

4/7

13 લાખ રૂપિયાની ચૂકવણી

 13 લાખ રૂપિયાની ચૂકવણી

NIA સૂત્રોના જણાવ્યાં મુજબ આ બિઝનેસમેનનું નામ સુરેશ જૈન હોવાનું કહેવાય છે. જે હોટલોના ઓપ્શન અપાયા તેમાં તાજ, ટ્રાઈડેન્ટ અને ઓબોરોય હતા. બાદમાં સચિન વાઝેએ હોટલ ટ્રાઈડેન્ટને પસંદ કરી. સચિન વાઝેએ બિઝનેસ મેનને કહ્યું કે આ હોટલમાં 100 દિવસ માટે રૂમ બુક કરી લે. આ રકમ 13 લાખ રૂપિયા થાય છે. આ બિઝનેસમેન પોતે 13 લાખ રૂપિયા લઈને ક્રાઈમ બ્રાન્ચના CIU માં ગયો હતો. 

5/7

સીસીટીવી ફૂટેજમાં દેખાયેલી મહિલા કોણ?

સીસીટીવી ફૂટેજમાં દેખાયેલી મહિલા કોણ?

NIA ને હોટલમાંથી મળેલા સીસીટીવી ફૂટેજમાં એક મહિલા પણ જોવા મળી છે. જેના હાથમાં નોટ ગણવાનું મશીન છે. NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ આ મહિલા ગુજરાતની છે. હવે NIA એ શોધવામાં લાગી છે કે આ મહિલા આખરે કોણ છે અને તેને સચિન વાઝે સાથે શું લેવાદેવા છે. NIA ને શક છે કે આ મહિલા વાઝેની રાજદાર છે  અને આ સમગ્ર ષડયંત્રમાં તે સામેલ હોઈ શકે છે.   

6/7

સુશાંતના નામથી હોટલમાં રોકાયો હતો સચિન વાઝે

સુશાંતના નામથી હોટલમાં રોકાયો હતો સચિન વાઝે

7/7

હોટલમાં 5 બેગ સાથે જોવા મળ્યો હતો સચિન વાઝે

હોટલમાં 5 બેગ સાથે જોવા મળ્યો હતો સચિન વાઝે

NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ ટ્રાઈડેન્ટ હોટલથી મળી આવેલા સીસીટીવી ફૂટેજને જોતા સચિન વાઝેના હાથમાં નીલા રંગની 5 બેગ જોવા મળી. એક બેગમાં ભારે પ્રમાણમાં કેશ, બીજી બેગમાં જિલેટિનની તે સ્ટિક્સ હોવાનું અનુમાન છે જેનો ઉપયોગ 25 ફેબ્રુઆરીએ કરાયો હતો. જો કે આ વાત હજુ NIA કન્ફર્મ કરવાની કોશિશ કરી રહી છે.