શ્રાવણના પ્રથમ સોમવારે સાળંગપુર હનુમાનજીએ ધારણ કર્યું શિવ સ્વરૂપ, અદભૂત છે આ અવતાર

Salangpur Hanuman Temple રઘુવીર મકવાણા/બોટાદ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે હનુમાનજી દાદાને શિવ સ્વરૂપનો શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દાદાના શિવ સ્વરૂપના દર્શને ઉમટયા છે અને દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ભક્તો આનંદિત થઈ રહ્યાં છે. 
 

1/4
image

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. અહિ મંદિર દ્વારા વાર તહેવારે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. હનુમાનજી દાદાને દરરોજ અલગ અલગ વાઘાઓ તેમજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે ત્યારે દરરોજ મોટી સંખ્યામાં હરિભક્તો દાદાના દર્શન કરવા આવે છે. 

2/4
image

આજે શ્રાવણ માસના પ્રથમ સોમવાર છે ત્યારે હનુમાનજી દાદા રુદ્રાઅવતાર બન્યા છે. શ્રી કષ્ટભંજન દેવને શિવ સ્વરૂપનો શણગાર કરાયો છે. દાદાની મૂર્તિ નીઆગળ શિવજી ને વ્હાલા નંદી, સર્પ, ડાક ડમરું, કાચબો, અને ત્રિશુલ મુકીને શણગાર કરવામાં આવ્યો છે તેમજ દાદાની મૂર્તિ ને રુદ્રાક્ષ થી શણગાર કરવામાં આવ્યો છે . સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ.   

3/4
image

શ્રાવણ માસ દરમિયાન મંદિરના પરિસરમાં આવેલ શ્રી નિલકંઠ મહાદેવનુ પૂજન -આરતીનુ આયોજન કરવામાં આવેલ. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ  તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો  અનુભવ કરેલ. 

4/4
image

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેકદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને હનુમાનજી દાદા રુદ્રાઅવતાર છે એટલેઆજે દાદાને શિવ સ્વરૂપ નો શણગાર કરવામાં આવ્યો છે તેમજ શિવજીના પ્રિય નંદી, સર્પ, ડાક ડમરું, કાચબો, ત્રિશુલ તેમજ રુદ્રાક્ષ નો  શણગાર કરવામાં આવ્યો છે  ત્યારે ભક્તોએ વહેલી સવારથી દાદાના શિવ સ્વરૂપ ના દર્શન કરી રહ્યા છે તેમ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેકદાસજી સ્વામીએ જણાવ્યું હતું.