વિરાટ અને અનુષ્કાની આજે બીજી વેડિંગ એનિવર્સરી, જુઓ લગ્નની સૌથી ખૂબસુરત તસવીરો
ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્નને આજે બે વર્ષ થયા છે. આ જોડીએ 11 ડિસેમ્બર, 2017ના દિવસે લગ્ન કર્યા હતા અને આજે તેમની સેકન્ડ વેડિંગ એનિવર્સરી છે.
આ પાવર કપલે પોતાની પહેલી એનિવર્સરી ઓસ્ટ્રેલિયામાં સેલિબ્રેટ કરી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ઇટાલીમાં લગ્ન કર્યા હતા.
આ બંનેએ પોતાના નજીકના સગા-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં લગ્ન કર્યા હતા.
આ લગ્ન ખાનગી રીતે યોજાયાં હતા પરંતુ તેની વિધિ હિન્દુ રીત-રિવાજ પ્રમાણે થઇ હતી.
હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વિરાટે કહ્યું હતું કે અનુષ્કાએ મારું જીવન બદલી નાખ્યું છે, મને સારો વ્યક્તિ બનાવ્યો છે.
વિરાટ અને અનુષ્કા લગ્ન પહેલાં ચાર વર્ષ રિલેશનશીપમાં સાથે હતા.
અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર લગ્નનો વીડિયો શેર કરતાં લખ્યું, “સમય પસાર થતો હોવાનો અનુભવ ન થાય તે સ્વર્ગ સમાન છે…જ્યારે લગ્ન એક સારા વ્યક્તિ સાથે થાય તે સ્વર્ગ સમાન છે.”
Trending Photos