સોશિયલ મીડિયા પર વાયરલ થઇ 'SOTY 2'ની અભિનેત્રી તારા સુતરિયાની આ PHOTOS

તારા સુતારિયા દ્વારા શેર કરવામાં આવેલી કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ફોટામાં તારા બ્લૂ કલરનું જીન્સ અને વ્હાઇટ કલરના ક્રોપ ટોપમાં જોવા મળે છે. 

નવી દિલ્હી: 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2' દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી તારા સુતારિયા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. અવારનવાર તે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફોટા શેર કરતી રહે છે. આ દરમિયાન તેના દ્વારા શેર કરવામાં આવેલી કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તારા બ્લૂ કલરની જીન્સ અને વ્હાઇટ કલરના ક્રોપમાં જોવા મળી રહી છે. તો બીજી તરફ પોતાની ફિલ્મને લઇને દર્શકો અને ક્રિટિક્સ દ્વારા મિશ્ર પ્રતિક્રિયાથી નિરાશ નથી. 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2'એ પુનીત મલ્હોત્રાએ નિર્દેશિત કરી છે. તેમાં તારા સુતારિયા ઉપરાંત ટાઇગર શ્રોફ અને અનન્યા પાંડે પણ છે.

શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મને પહેલા દિવસે 12.06 કરોડ રૂપિયા અને શનિવારે 14.06 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની કહાની કોલેજના એક મહેનતું છોકરાની છે જે પોતાના વ્યક્તિગત પડકારોને પાર કરે છે અને સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2 કપને જીતવા માટે પોતાના પ્રતિદ્વંદ્વીઓનો સામનો કરે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ અને અવાસ્તવિક પરિસ્થિતિઓના લીધે તેની ટીકા થઇ છે.

શું પોતાની ફિલ્મની પ્રતિક્રિયાથી નિરાશ છે તારા

1/5
image

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે શું નારાજ છે તો તેના પર તારાએ મીડિયાને જણાવ્યું કે ''હું નિરાશ નથી પરંતુ મને ખુશી છે કે ફિલ્મને આટલી સારી રીતે સ્વિકારવામાં આવી છે. અમે નસીબદાર છીએ કે ફિલ્મને આટલી સારી ઓપનિંગ મળી. 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2'ની આખી ટીમ ખુશ છે અને દર્શકોને આગ્રહ કરવા માંગીશ કે આ પ્રકારે અમને પ્રેમ આપે જેમકે તમે આપી રહ્યા છો. 

ઋતુ કુમારના એક કાર્યક્રમમાં ભાગ લીધો

2/5
image

અહીં ફેશન ડિઝાઇનર ઋતુ કુમારે એક સમારોહમાં જ્યારે તારાને પોતાના નવા વસંત ગ્રીષ્મ 2019 કલેક્શનનો ચહેરો જાહેર કર્યો તો ઇંવેટથી અલગ તારાએ આ અંગે વાત કરી.

''આરએક્સ 100' છે આગામી ફિલ્મ

3/5
image

મિલન લુથરિયાની ફિલ્મ 'આરકેસ 100' તારાની આગામી ફિલ્મ હશે જેમાં તે સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી સાથે જોવા મળશે. 

અહાનની સાથે જોવા મળશે

4/5
image

આ અંગે તારાએ કહ્યું કે ''આ ફિલ્મનું શૂટિંગની શરૂઆતને લઇને ખૂબ ઉત્સાહિત છું, મને લાગે છે કે ટાઇગરની માફક અહાન પણ સારા છે. એટલા માટે પોતાને નસીબદાર માનું છું કે મને ફિલ્મ ઇંડસ્ટ્રીના આવા પ્રતિભાવાન અભિનેતાઓની સાથે કામ કરવાની તક મળી છે.''

તેલુગૂ એક્શન થ્રીલર ફિલ્મની રીમેક છે 'આરએક્સ 100'

5/5
image

'આરએક્સ 100' તેલુગૂ એક્શન થ્રીલર ફિલ્મની સત્તાવાર રીમેક છે. ફિલ્મના નામમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જુલાઇથી તેનું શૂટિંગ શરૂ થવાનું છે. ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં એક સ્ટૂડિયો ઉપરાંત મસૂરીમાં પણ થશે (ફોટો સાભાર: તમામ ફોટા તારા સુતારિયના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવ્યા છે)