ટોળામાં ફરી રહ્યાં છે ગીરના સિંહો, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો તસવીરો

કેતન બગડા/અમરેલી :‘હા સિંહોના પણ ટોળા હોય છે’ કહેવત તો ઘણીવાર સાંભળી છે કે સિંહોના ટોળા નથી હોતા, પરંતુ ગીર જંગલે હંમેશા આ કહેવતને ખોટી સાબિત કરી છે. જંગલમાં વધુ એકવાર સિંહોના ટોળાનું દ્રશ્ય જોવા મળ્યુ છે. ગીર જંગલમાં વનવિભાગ દ્વારા ઉનાળામાં બનાવવામાં આવેલા આર્ટિફિશિયલ વોટર પોઇન્ટ પર પાણી પીતા 7 સિંહો એકસાથે કેમેરામાં કેદ થયા છે. 

1/2
image

તો બીજી રતફ, રાજુલાના કાતર ગામ નજીક એક સાથે 13 સિંહોનું ટોળું આવી ચડ્યુ હતું. એક સાથે 13 સિંહો આવી ચડતા ગ્રામજનોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. ગ્રામીણ વિસ્તારમાં પ્રથમ વખત 13 સિંહોના ટોળાનો વીડિયો વાયરલ થયો છે. આવતા દિવસોમાં રાજુલા બૃહગીર રેન્જમાં સિંહોની ગણતરી વખતે આંકડો વધી શકે છે. 

2/2
image

આકરા તાપ અને ગીર જંગલની પ્રચંડ ગરમીમાં સિંહ પરિવાર એકી સાથે વોટર પોઇન્ટ પર પાણી પીતો દ્રશ્યમાન થાય છે. આ નજારો ખરેખર અદભૂત છે.