tourists

પ્રવાસન ઉદ્યોગ પાટે ચઢ્યો, ગુજરાતીઓએ કોરોનાને કારણે નજીકના સ્થળોએ ફરવા જવાનું મન બનાવ્યું

  • ગુજરાતીઓ આ વર્ષે દિવાળી અને નવા વર્ષે મિની વેકેશન ઉજવવાની તૈયારીઓ કરી રહ્યાં છે
  • રાજ્યની અંદર જ અથવા રાજ્યની નજીક આવેલા પર્યટન સ્થળો પર ફરવા જવાનો નવો ટ્રેન્ડ જોવા મળ્યો

Oct 23, 2021, 08:03 AM IST

રોમેન્ટિક વેકેશન માટે ફેમસ છે ગુજરાતના આ 4 સ્થળો, તમારા રોમ રોમમાં પ્રેમ ખીલી ઉઠશે

જો તમે ઈન્ટરનેટ પર મિલિંદ સોમન અને અંકિતા કનવરની જોડીની સ્ટોરીઝ વાંચો છો, તો તેમણે તાજેતરમાં જ પોસ્ટ કરેલી તસવીરો જરૂર જોઈ હશે. તેમણે પોતાનું વેકેશન હાલ ગુજરાતમાં મનાવ્ય હતું. ગુજરાતમાં ફરવાલાયક તો અનેક સ્થળો છે, પરંતુ કેટલાક સ્થળો એવા છે જે રોમેન્ટિક વેકેશન માટે ખાસ છે. સ્થાનિક ઐતિહાસિક ઈમારતોથી લઈને કેટલાક બીચ આ કેટેગરીમાં સામેલ થાય છે. જ્યાં જઈને તમારા રોમ રોમમાં પ્રેમ ખીલી ઉઠશે. આ સ્થળો પર તમે રોમેન્ટિક વેકેશન ઉજવી શકો છો. આજકાલ કપલ ડેસ્ટિનેશનની ડિમાન્ડ છે. તેમાં અમે ગુજરાતના કેટલાક રોમેન્ટિક ડેસ્ટિનેશન વિશે જણાવીશું. 

Oct 8, 2021, 12:49 PM IST

મહામારી બાદ કેરલના કોચ્ચિ ટર્મિનલ પહોંચ્યું પ્રથમ લક્ઝરી ક્રૂઝ, થયું ભવ્ય સ્વાગત

'Cordelia Cruises' ની માલિકીનું જહાજ, કોવિડ -19 ની વિનાશક અસર બાદ અત્યાધુનિક ટર્મિનલ પર પહોંચનાર પ્રથમ વૈભવી ક્રૂઝ છે.
 

Sep 23, 2021, 07:51 PM IST

શિમલા-મનાલીને ટક્કર મારે એવું છે આ સ્થળ, પ્રવાસીઓ દૂર-દૂરથી અહીં આવે છે રજાની મજા માણવા

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની વાત આવે ત્યારે આંખ સામે બરફ આચ્છાદિત પ્રદેશો આવી જાય. ફરવાની વાત આવે ત્યારે સિમલા, મનાલી, ડેલહાઉસી, ધર્મશાળા જેવા સ્થળોએ લોકો રજા ગાળવા પહોંચી જાય છે. સિમલા-મનાલીની સુંદરતાને માણવા ન માત્ર દેશ પરંતુ વિદેશમાંથી સહેલાણીઓ ઉમટી પડે છે. તો તમને એવા સ્થળની વાત કરીએ જે હિમાચલ પ્રદેશમાં આવેલી છે, અને ધીમે ધીમે આ સ્થળ પ્રવાસીઓની પસંદ બન્યું છે.

Sep 20, 2021, 08:39 AM IST

ગીરના વન કર્મીઓ માટે સૌથી ચેલેન્જિંગ હોય છે આ કામ, જેનો સીધો ફાયદો પ્રવાસીઓને થાય છે

  • ગીરનું જંગલ પ્રવાસીઓ માટે બંધ, પરંતુ દેવળીયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો
  • રજાઓને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેવળીયા સફારી પાર્કની મુલાકાતે
  • પ્રવાસન વધે અને સાસણથી પ્રવાસીઓ વિશેષ અનુભવ લઈને જાય તેવા વન વિભાગના પ્રયાસો

Aug 29, 2021, 03:27 PM IST

દીવ-દમણ જતાં પહેલાં પર્યટકો એક વાર વિચારી લેજો, ત્યાં જઈને પસ્તાવું ના પડે

ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં કોરોના કેસમાં (Coronavirus) સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના મહામારીને લઇને સંઘપ્રદેશ દીવ (Diu) અને દમણમાં (Daman) રજા એન્જોય કરવા જતાં ટુરિસ્ટો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે

Mar 20, 2021, 03:52 PM IST

Statue of Unity પર રેકોર્ડબ્રેક મુસાફરો નોંધાયા, ગીરના સિંહોને જોનારા વિઝીટર્સ પણ વધ્યા

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો
  • સાસણ ગીર જંગલમાં પણ રેકોર્ડબ્રેક 8 લાખ મુસાફરો નોંધાયા

Mar 16, 2021, 07:56 AM IST

દિવાળી વેકેશન પર જૂનાગઢમાં પ્રવાસીઓની ભીડ, ભવનાથ તળેટીમાં મેળા જેવો માહોલ

જૂનાગઢમાં દિવાળી તહેવારને લઈને પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ભવનાથ તળેટીમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો છે. રોપવે માટે એક કી.મી.‌ લાંબી લાઈનો લાગી હતી. રોપવેની સફર માટે પ્રવાસીઓની ભીડ જામી રોપવે સાઈટ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાયું પરંતુ જાહેરમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા નથી

Nov 18, 2020, 11:31 PM IST

દિવાળી વેકેશનમાં સહેલાણીઓ દમણમાં ઉમટી પડ્યા, ભૂલ્યા કોરોના ગાઇડલાઇન્સ

હાલમાં દિવાળીની રજા ચાલી રહી છે. ત્યારે દમણમાં ગુજરાત અને મહારાષ્ટ્રથી લોકો ઉમટી પડ્યા છે. દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ત્યારે આ કોરોનાની મહામારીમાં આટલી મોટી સંખ્યામાં લોકો વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને લોકો ફરી રહયા છે

Nov 18, 2020, 11:11 PM IST

રાજ્યમાં તમામ અભ્યારણ 15મી ઓક્ટોબરથી શરૂ, સરકારની ગાઇડ લાઇનનું કરવું પડશે પાલન

રાજ્યમાં તમામ અભ્યારણ 15મી ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીર અભ્યારણ 16 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Oct 12, 2020, 02:00 PM IST

અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓ માટે સરકારે બહાર પાડી એડવાઈઝરી, ખાસ જાણો

ડોમેસ્ટિક વિમાની સેવા, રેલવે કે બસ દ્વારા આંતરરાજ્ય મુસાફરી કરતા કોરોનાના કોઈ જ લક્ષણો નહીં ધરાવતા પ્રવાસીઓ સીધા જ ઘરે જઈ શકશે.

May 25, 2020, 07:49 AM IST
Fraud With Tourists In Tickets Of Statue Of Unity PT3M28S

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં પ્રવાસીઓ સાથે છેતરપિંડી

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં દિલ્હીના પ્રવાસીઓ સાથે કરેલ છેતરપિંડી મામલે અમદાવાદની રાવ ટ્રાવેલ એજન્સીના એક ઈસમ સહિત મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. Souની 1030 રૂપિયાની ટિકિટના 1260 રૂપિયા કરી છેતરપિંડી કરી હતી. દિલ્હીના 10 પ્રવાસીઓ સાથે છેતરપિંડી થઈ હતી. એજન્સીના એક ટુરકોડીનેટરએ પણ સ્વીકાર્યું ટીકીટમાં છેડછાડ કરી હતી.

Feb 4, 2020, 05:50 PM IST
Tourists Get Stuck Due To Barcode Scanner Machine Off At Statue of Unity PT3M11S

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર બારકોડ સ્કેનર મશીન બંધ, પ્રવાસીઓ અટવાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વ્યૂહ ગેલેરીની ટિકિટો હાઉસ ફૂલ થઇ જતા તંત્ર દ્વારા સુરક્ષા સાથે વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. બસોની સુવિધાઓ પણ વધારાઈ આ રજાના દિવસોમાં તંત્ર ખડે પગે રહી પ્રવાસીઓની સવલત વધારી રહ્યાંનો તંત્રનો દાવો, સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. જોકે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર બારકોડ સ્કેનર મશીન બંધ થઇ જતા પ્રવાસીઓ અટવાયા હતા.

Dec 31, 2019, 03:50 PM IST
Tourists Increase In Gir Somnath To Enjoy New Year PT3M19S

ન્યૂ યરને લઇને ગીર સોમનાથમાં પ્રવાસીઓનો જામાવડો

ન્યૂ યરને લઇને ગીર સોમનાથમાં પ્રવાસીઓનો જામાવડો

Dec 28, 2019, 03:50 PM IST
Tourists In Kutch To Enjoy Thirty-First PT3M49S

થર્ટીફસ્ટની ઉજવણી માણવા નિકળેલા પ્રવાસીઓના કચ્છમાં ધામા

કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા આ અમીતાભ બચ્ચનની એડ પછી ટુરિઝમ ક્ષેત્રે કચ્છનું વિશ્વ વિખ્યાત થયા બાદ તહેવારોને લઈને કચ્છમાં પ્રવાસીઓનો ધસારો રહે છે.

Dec 28, 2019, 03:50 PM IST
Temperatures Reached Minus 1 Degrees In Mount Abu PT3M17S

માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઈ, તાપમાનનો પારો પહોંચ્યો -1 ડિગ્રીએ

બનાસકાંઠાને અડીને આવેલું રાજસ્થાનનું માઉન્ટઆબુ ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યું છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ 1 ડીગ્રી પહોંચ્યો છે. માઉન્ટ આબુના ખુલ્લા સ્થળો, સોલાર પ્લેટો, નક્કી ઝીલમાં હોડીયોમાં અને વાહનો પર બરફની હલકી ચાદર પથરાઈ છે. માઉન્ટ આબુમાં આવેલા સહેલાણીઓ ઠંડીની મજા લઈ રહ્યા છે.

Dec 28, 2019, 12:10 PM IST

કેવડિયા: કર્ણાટકનાં 800 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરકાવ્યો 1000 ફુટ લાંબો ત્રિરંગો

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે કર્ણાટકની 17 જેટલી બસોમાં 800 લોકો આવી પહોંચ્યા હતા. કર્ણાટકથી કેવડિયા આવેલા તમામ લોકોએ સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યા હતા અને એન્જિનિયરિંગ આર્ટની પ્રશંસા કરી હતી. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પરિસરમાં તમામ મહેમાનોએ 1000 ફુટનો ત્રિરંગો માનવ સાંકળ રચીને ફરકાવ્યો હતો. જેના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનોખો નજારો સર્જાયો હતો. 

Nov 17, 2019, 11:24 PM IST