Gujarati News: એક તરફ જ્યાં બન્નીના ઘાસના મેદાનોમાં ચિત્તાઓની પધરામણીથી ગુજરાતના પ્રવાસન (Tourism) અને વન્યજીવ સૃષ્ટિને ચાર ચાંદ લાગશે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય નિયમો કડક કરીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
Safety In Gujarat : ગુજરાતમાં હિંસક પ્રાણીઓ વચ્ચે જીવવું કેવી રીતે? રખડતા શ્વાન, દીપડા અને આખલા માનવ વસાહતોમાં ફરતા થયા, તો સિંહો પણ હવે શિકાર માટે માનવો પર હુમલો કરતા થયા છે
Junagadh Sakkarbaugh Zoo : જુનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહો માટે ‘એનરીચમેન્ટ’ પ્રોગ્રામથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધર્યું, ઝૂમાં સિંહો હવે કસરત કરે છે અને શિકાર શોધે છે, ‘એનરીચમેન્ટ’ થી બ્રીડિંગ કેપેસિટીમાં વધારો
Gir lion duo Jay-Veeru is being kept alive: રાજ્યસભાના સાંસદ અને જાણીતા સિંહ-પ્રેમી પરિમલ નથવાણીએ ગીરના પ્રસિદ્ધ સિંહો જય અને વીરુની યાદમાં એક ખાસ લોકગીત “જય-વીરુ ની જોડી” અને ડોક્યૂમેન્ટ્રી “જય-વીરુ ની અમર ગાથા” નું લોકાર્પણ કર્યું. આ બંને સિંહોનું તાજેતરમાં જ અવસાન થયું છે, અને આ પ્રસ્તુતિનો ઉદ્દેશ તેમના અનન્ય બંધન અને વારસાને સન્માનિત કરવાનો છે.
A Large Gir Can Be Built From Barda To Botad : 13 તાલુકામાં સિંહોના પરિભ્રમણ અને સંભવિત કોરિડોર વિશે પણ અભ્યાસ... સિંહોએ બરડા, વેળાવદર અને કોડિનારનો ત્રિકોણીય કોરિડોર બનાવતા નવા રહેણાંકો બનાવવા જરૂરી બન્યું
Amreli News કેતન બગડા/અમરેલી : સૌરાષ્ટ્રમાં દીપડાના આતંક વચ્ચે અમરેલી જિલ્લામાં સીમ વિસ્તારમાં કામ કરતા ખેતમજૂરના બાળકોનો દીપડાઓ શિકાર કરી રહ્યાં છે. ત્યારે દીપડાના ડરે એક મજૂર પરિવારે પોતાના 6 માસુમ બાળકોને સુરક્ષિત રાખવા માટે લોખંડનું પાંજરૂ બનાવવી બાળકોને સુરક્ષિત રાખવાનું કામ કર્યું છે.
Lion In School : ગીર સોમનાથના ઉના શહેરની ગાયત્રી વિદ્યાલયમાં ઘુસ્યો સિંહ... શાળામાં સિંહે ઘુસીને શિકાર કરી મિજબાની માણી... સ્કૂલમાં વહેલી સવારે સિંહ ઘુસી જતા દોડધામ મચી... સવારે શિક્ષકો શાળાએ આવતા સિંહની હાજરીની જાણ થઈ... બાળકોને શાળાની બહાર જ રોકી દેવામાં આવ્યા... શિક્ષકો સિંહના ભયથી દરવાજા બંધ કરીને રૂમમાં પુરાઈ ગયા...
Crocodile City Of Gujarat : ગુજરાતના વડોદરામાં એક નદી છે જ્યાં 300 થી વધુ મગર રહે છે. હવે વહીવટીતંત્ર આ મગરોને બીજી કોઈ જગ્યાએ લઈ જવા માંગે છે. ચાલો જાણીએ કે વડોદરા પ્રશાસન આવું કરવા પાછળનું કારણ શું છે
Gir Lions Safety : ગીરમાં સિંહોના સંવર્ધન માટે વન વિભાગ ઉપયોગ કરશે ફાઇબર ઓપ્ટિકલ ટેક્નોલોજી, જે સિંહોની સુરક્ષામાં બનશે મદદરૂપ
Lions In Junagadh : જુનાગઢમાં હાલ ત્રણ સાવજ કોઈ પણ ડર વગર ફરી રહ્યાં છે. તો સામે લોકોને પણ આ સાવજોનો કોઈ ડર નથી... લોકો માને છે કે, આ એમનો જ વિસ્તાર છે એટલે આરામથી હરીફરી શકે છે
Gujarat Tourism : ‘પ્રાણીઓ – યાયાવર’ પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય બન્યું. વન્યજીવ વસ્તી અંદાજ મુજબ વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં મોર, નીલગાય, વાંદરા,કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત ૨૧ પ્રજાતિઓની અંદાજે ૯.૫૩ લાખથી વધુ વસ્તી નોંધાઈ
Junagadh News : ગીરનું જંગલ અદભૂત રહસ્યોથી ભરેલું છે. આ જંગલનો એક જ રાજા હતો, સાવજ. જેની ડણકથી ભલભલા કાંપી ઉઠે છે. પરંતું હવે આ જંગલ પર દીપડાનું રાજ હોય તેવું લાગી રહ્યું છે. સાસણના દેવળીયા પાર્કનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં દીપડાની વસ્તી જોવા મળી છે. આ તસવીરો પુરાવો આપે છે કે ગીર જંગલમાં એક નહિ, બે રાજા છે. અહી તમને તસવીરોમાં દીપડાઓના ટોળેટોળા જોવા મળશે.
Bird Lovers: ગુજરાતમાં ‘બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ ૨૦૨૩-૨૪’ જાહેર: ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું : રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું છેકે, રાજ્યમાં અંદાજિત ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત અવલ્લ છે.
અત્યાર સુધી આ વિસ્તારને ફરતે ૧૦ કિ.મી. સુધી ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં હતો. સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત સાદર કરવામાં આવેલ હતી.
વાત માનવભક્ષી વરૂઓની થઈ રહી છે... જે પોતાની ગેંગ સાથે ધીમા પગલે આવે છે... અને પછી મોત બનીને તૂટી પડે છે... ક્યારે, ક્યાં, કોને નિશાન બનાવશે તે કોઈને ખબર હોતી નથી... આ માનવભક્ષી વરૂઓએ ઉત્તર પ્રદેશના 2 જિલ્લાના લોકોની રાતની ઉંઘ હરામ કરી નાંખી છે...
Speed Monitoring System Launched In Sasan : ગીર સાસણમાં સ્પીડ મોનિટરિંગ સિસ્ટમનો પ્રયોગ શરૂ, સાસણ ગીર નજીક સિંહો સહિતના વન્ય પ્રાણીઓને વાહન અકસ્માતથી બચાવવા સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ લગાવાઈ, જે વાહનોની સ્પીડને કન્ટ્રોલમાં રાખશે
BIRD SANCTUARY IN INDIA: પક્ષી અભયારણ્ય એટલે કે પક્ષી અભયારણ્ય એ પક્ષીઓ માટેની સુવિધા છે જે પક્ષીઓની વિવિધ પ્રજાતિઓનું સંરક્ષણ કરે છે. અહીં પક્ષીઓના અસ્તિત્વ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. દર વર્ષે સિઝનના આધારે ઘણા વિદેશી પક્ષીઓ અહીં આવે છે. જુઓ તેમના કેટલાક લેટેસ્ટ ફોટોઝ.
What is the difference between Cheetah, Leepard & Jaguar: ભારતમાં છેલ્લો ચિત્તો વર્ષ 1948માં છત્તીસગઢ રાજ્યમાં દેખાયો હતો.સરકારે ચિત્તાની શોધ કરી આપનાર માટે 5 લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. પરંતુ કોઇને ચિત્તા દેખાયાો નહોતા. કહેવાય છે કે મુગલ રાજા અકબરે તેના શાસન કાળમાં લગભગ 1000 ચિત્તા સાચવી રાખ્યા હતા.એ સમયે દેશમાં ચિત્તાઓની સંખ્યા ખુબ જ વધારે હતી. એવા અનેક ઐતિહાસિક પુરાવા છે જેનાથી જાણી શકાય છે તે આઝાદી પહેલા મુઘલ કાળમાં આઝાદી પહેલા સુધી કેટલાક નવાબો અને રાજા મહારાજ ચિત્તા પાળવાનો ખતરનાક શોખ ધરાવતા હતા. ચિત્તાઓને સાંકળોથી બાંધીને રખાતા. ઘણીવાર નવાબો તેમના વિરોધી અને દુશ્મનોને સજા આપવા તેમને ચિત્તાઓ સામે જીવતા નાંખી દેતા. જાણકારી મુજબ ભારતમાં આઝાદી બાદ 1947માં છેલ્લા 3 એશિયાઇ ચિત્તા બચ્યા હતા. છત્તીસગઢમાં કોરિયાના મહારાજા રમાનુજ પ્રતાપ સિંહ દેવે 1947માં ત્રણ ચિત્તાઓનો શિકાર કર્યો હતો. જાણો દીપડો, જેગુઆર અને ચિત્તો એટલેકે, પેન્થરમાં હોય છે શું તફાવત...
Gujarat Highcourt : જૂનાગઢમાં સિંહોના મોત અટકાવવા માટે હાઈકોર્ટનો આદેશ.... રેલવે અને વનવિભાગને એસઓપી બનાવવા કર્યો આદેશ... પીપાવાવ લીલીયા વચ્ચે હવે 40 કિલોમીટરની સ્પીડે ચાલશે ટ્રેન...
Leopard Attack In Gujarat : માત્ર સુરત જિલ્લામાં જ હાલના દિવસોમાં 104 જેટલા દીપડાઓ છે. એક વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં દીપડા દ્વારા કરવામાં આવેલ હુમલા ની 24 જેટલી ઘટનાઓ બની
Asiatic lions died in five years : ગુજરાતમાં સિંહ સુરક્ષિત હોવાના ગુજરાત સરકારના દાવા પોકળ સાબિત થયા છે... સરકારે ખુદ કબૂલ્યું કે ગુજરાતમાં સિંહોના મોત થઈ રહ્યાં છે
Leopard Attack : નવસારીના ચીખલીમાં દીપડાનો આતંક... સાડકપોર ગામે દીપડાએ 24 વર્ષની યુવતીનો શિકાર કરી ફાડી ખાધી.. દીપડાના હુમલામાં છાયા પટેલનું મોત.... યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં ખસેડાયો... વન વિભાગે ગામમાં દીપડાને પકડવા બે પીંજરા ગોઠવ્યા