Photos: કઈ રીતે! આ શિલ્પાની ઉંમર વધે છે કે ઘટે છે? 48 વર્ષે પણ જુવાનજોધ હસીનાઓને સુંદરતામાં માત આપે છે

શિલ્પા શેટ્ટી આનંદ પંડિતની પુત્રીના રિસેપ્શનમાં બ્લેક કલરનો ડ્રેસ પહેરીને આવી હતી. આ ડ્રેસ પર મલ્ટીકલર દોરાથી કામ થયેલું છે જે આ ડ્રેસને ખુબ સુંદર બનાવે છે. આ પાર્ટીમાં અભિનેત્રીએ રાજ કુંદ્રા સાથે એવી એન્ટ્રી મારી કે બધાની નજર તેના પર ચોંટી ગઈ. શિલ્પા શેટ્ટીનો આ લૂક બધાને ખુબ પસંદ પડી રહ્યો છે. 

સ્ટ્રેપી ડ્રેસ

1/5
image

શિલ્પા શેટ્ટી કોઈ પણ પાર્ટીમાં જાય તો પોતાની અદાઓ અને લૂકથી લોકોના મન જીતી લે છે. આ અવસરે શિલ્પા શેટ્ટીએ સ્ટ્રેપી ડ્રેસ પહેરીને જેવી એન્ટ્રી મારી કે ત્યા હજાર મીડિયાકર્મીઓ તેના લૂકને કેમેરામાં કેદ  કરવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. 

હાસ્ય રેલાયુ

2/5
image

શિલ્પાએ એવું તે હાસ્ય રેલાવ્યું કે તેના લૂકમાં ચાર ચાંદ લાગી ગયા. તસવીરોમાં શિલ્પા ખડખડાટ હસતી જોવા મળી. 

આ રીતે કર્યો લૂક કમ્પલીટ

3/5
image

આ અવસરે શિલ્પાએ પગમાં લૂઝ મલ્ટી કલર પાઈઝામો અને ઉપર શોર્ટ સ્ટ્રેપી કૂર્તો પહેર્યો.  આ સાથે જ પગમાં હાઈ હીલ્સ અને ઓપન હેરથી પોતાનો લૂક કમ્પલીટ કર્યો.

ડાયમંડ નેકલેસ

4/5
image

આ ડ્રેસ સાથે શિલ્પાએ ગળામાં પાતળો એવો ડાયમંડ નેકલેસ પહેર્યો. આ નિકલેસ શિલ્પાના આ લૂક સાથે ખુબ સુંદર લાગી રહ્યો હતો. જેના કારણે તેનો લૂક વધુ નિખર્યો. અભિનેત્રીએ બેંગલ્સ પણ પહેરી હતી જે સુંદરતામાં વધારો કરતી હતી. 

રાજ કુંદ્રાનો લૂક

5/5
image

રાજ કુંદ્રાની વાત કરીએ તો તેમણે પણ કેમેરા સામે આવીને પત્ની સાથે ફોટા પડાવ્યા. જ્યાં શિલ્પા સ્ટ્રેપી કૂર્તામાં જોવા મળી તો રાજ કુંદ્રાએ ડાર્ક કલરનો સૂટ પહેર્યો હતો. આ સાથે  ગોગલ્સ પણ પહેર્યા હતા.