Smartphone Overheating: તમારો ફોન ગરમ થઈ જાય છે? કારણો અને બચવાના ઉપાયો ખાસ જાણો

Smartphone Overheating: સ્માર્ટફોન અનેકવાર જરૂર કરતા વધુ ગરમ થવા લાગે છે. આમ તો તે અનેક કારણસર થઈ શકે છે પરંતુ તેમાંથી કેટલાક કારણો એવા પણ છે જેના વિશે દરેક યૂઝરને તેની જાણકારી હોવી જરૂરી છે. જો તમારો ફોન ઓવરહીટ થઈ રહ્યો હોય તો અમે તમને જણાવીશું કે આ સમસ્યા કેવી રીતે દૂર કરી શકો. 
 

નકલી ચાર્જરથી સાવધાન

1/5
image

સ્માર્ટફોનને ક્યારેય પણ નકલી ચાર્જરથી ચાર્જ કરવાની ભૂલ કરવી જોઈએ નહીં. જો તમે આમ કરતા હશો તો સ્માર્ટફોન તેના કારણે ઓવરહીટ થઈ શકે છે. 

થોડો આરામ આપો

2/5
image

ફોનને સતત વાપરવાથી પણ તે ઓવરહીટ થઈ શકે છે. ગરમીમાં જો ફોન ગરમ થશે તો ફાટવાની શક્યતા વધુ રહે છે. જો તમારે બહુ વાતચીતની જરૂર ન હોય તો તમારા ડિવાઈસને એરોપ્લેન મોડમાં પણ થોડીવાર માટે રાખી શકો છો.   

સેટિંગમાં ફેરફાર

3/5
image

તમારી સ્ક્રીનની બ્રાઈટનેસ જેટલું બને તેટલું ઓછું કરો. તેના કારણે બેટરીનો વપરાશ ઓછો થશે અને તેનાથી ડિવાઈસ પણ ઓછો ગરમ થશે. 

મોબાઈલ કવર

4/5
image

મોબાઈલ ફોન આમ તો  ફોનને સુરક્ષા આપે છે. ઠંડીમાં તેનો ઉપયોગ સારો છે પરંતુ ગરમીમાં સાચવીને વાપરવો જોઈએ. જ્યારે તમે ઘરમાં કે ઓફિસમાં ફોનનો ઉપયોગ કરી  રહ્યા હોવ તો કવર કાઢી નાખો. કારણ કે ગરમ ફોનનું પેક રહેવું એ જોખમી સાબિત થઈ શકે છે. 

ગરમીથી બચાવો

5/5
image

જેમ તમને ગરમીથી બચવાની ઈચ્છા હોય તેમ તમારા ફોનને પણ ગરમીથી બચવું હોય. તેને ખુલ્લામાં કે તડકામાં મૂકવાથી બચવું હોઈએ. કારણ કે સૂરજની ગરમી તેને વધુ ગરમ કરી શકે છે. જો ઘરમાં હોવ તો બારી પાસે ન મૂકવો જોઈએ. ધાબળા નીચે પણ ન રાખવો.