ગુજરાતના ભામાશા : સોમનાથમાં પાર્વતી મંદિર બનાવવા ખુલ્લા હાથથી આપ્યું કરોડોનું દાન

ગઈકાલે પીએમ મોદીએ સોમનાથ મંદિર (somnath temple) માં કરાયેલા કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સોમનાથ મંદિરના પ્રાંગણમાં બની રહેલ ભવ્ય પાર્વતી મંદિર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગઈકાલે આ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતના એક ભામાશા અને ખુલ્લા હાથે દાન આપનાર દાનવીર કર્ણ એવા હીરા ભીખાભાઈ ધામેલિયા (bhikhabhai dhameliya) મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યા. સુરતના આ હીરા ઉદ્યોગપતિએ પાર્વતી મંદિરના બાંધકામ માટે 25 કરોડનું દાન આપ્યું છે. ગઈકાલે સમગ્ર પરિવારે સાથે ભીખાભાઈ ધામેલિયા આ ધાર્મિક પ્રસંગમાં હાજર રહ્યા હતા. 

ગૌરવ દવે/રાજકોટ :ગઈકાલે પીએમ મોદીએ સોમનાથ મંદિર (somnath temple) માં કરાયેલા કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સોમનાથ મંદિરના પ્રાંગણમાં બની રહેલ ભવ્ય પાર્વતી મંદિર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગઈકાલે આ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતના એક ભામાશા અને ખુલ્લા હાથે દાન આપનાર દાનવીર કર્ણ એવા હીરા ભીખાભાઈ ધામેલિયા (bhikhabhai dhameliya) મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યા. સુરતના આ હીરા ઉદ્યોગપતિએ પાર્વતી મંદિરના બાંધકામ માટે 25 કરોડનું દાન આપ્યું છે. ગઈકાલે સમગ્ર પરિવારે સાથે ભીખાભાઈ ધામેલિયા આ ધાર્મિક પ્રસંગમાં હાજર રહ્યા હતા. 
 

1/4
image

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં આજે યાત્રી સુવિધાનો ઉદય થશે. સોમનાથ મંદિર (Somnath) નજીક અંદાજે 25 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનો શિલાન્યાસ PM Modi ના હસ્તે થશે. પાર્વતી માતાના મંદિરના દાતા એવા ઉદ્યોગપતિ ભીખુભાઈ ધામેલીયા પરિવાર સાથે સોમનાથ આવી પહોંચ્યા છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, સોમનાથમાં શ્રદ્ધાનો આ અવસર છે, હું તો નિમિત્ત માત્ર છું. સુરતના આ ઉદ્યોગપતિએ સોમનાથ મંદિરમાં 25 કરોડનું દાન કર્યું છે. જેનાથી માતા પાર્વતીજીનું ભવ્ય મંદિર બનશે. હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ભીખુભાઇ ધામેલીયા દાનવીર કર્ણ તરીકે પ્રખ્યાત છે. તેમણે વર્ષ 2012માં સોમનાથ મંદિર માટે સોનાનું દાન કર્યું હતું. તેમણે 108 કિલોથી વધુના સોનાનું થાળ પણ અર્પણ કર્યું હતું. 

2/4
image

સુરતના આ પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની છે. દર વર્ષે પવિત્ર શ્રાવણ મહિનામાં તેઓ સોમનાથ દર્શન કરવા આવે છે. ગઈકાલે પણ તેમનો આખો પરિવાર સોમનાથમાં લોકાર્પણ પ્રસંગે હાજર રહ્યો હતો. લોકાર્પણના આગલી રાત્રે ધામેલિયા પરિવાર સોમનાથ મંદિરમાં યોજાયેલા શિવવંદના કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા. 

3/4
image

ભીખાભાઈ સુરતમાં હીરાની ત્રણ ફેક્ટરીઓ ધરાવે છે. જેમાં અંદાજે પાંચ હજાર કરતાં વધુ કર્મચારીઓ કામ કરે છે. યોગીચોક સહિત કાપોદ્રા અને હીરાબાગ ખાતે તેમના હીરાના કારખાના છે. જેમાં હીરાનું કટીંગ અને પોલિશિંગનું કામ કાજ કરવામાં આવે છે.

પાર્વતી મંદિર બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો

4/4
image

સોમનાથ દાદાના પરમ ભક્ત એવા ભીખાભાઈ દર વર્ષે સોમનાથ દર્શને જાય છે. 2012 ના વર્ષમાં મંદિરની પ્રદક્ષિણા કરતા સમયે તેમનુ ધ્યાન એક બાજુના ખંડિત ઓટલા પર ગયુ હતું. જેથી તેમણે મંદિરના ટ્રસ્ટી મંડળમાં અહી મંદિર બનાવવાની વાત કરી હતી. તેમની લાગણી અને શ્રદ્ધાને માન આપીને અહી પાર્વતી મંદિર બનાવવાનો નિર્ણય કરાયો હતો. આ પાર્વતી મંદિર બહુ જ ખાસ બની રહેશે. તેના બાંધકામમાં સફેદ મારબલનો વપરાશ કરાશે. અંદાજે સાડા ત્રણ વર્ષમાં મંદિર પૂર્ણ કરવામાં આવશે. ર્વતી મંદિરનું શિખર 71 ફૂટનું અને અલગ-અલગ 44 સ્તંભ કોતરણી સાથે નૃત્ય મંડપ પણ બનાવવામાં આવશે.