PHOTOS: યુવકે માછલી પકડી, મોઢું ખોલ્યું તો કઈંક એવું જોયું કે હોશ ઉડી ગયા..વેજ્ઞાનિકો પણ સ્તબ્ધ

માછલીના મોઢામાં પેરાસાઈટ

1/5
image

કેપટાઉન: જો તમે કોઈ માછલી પકડો અને તેના મોઢામાં કોઈ બીજો જીવ દેખાય તો? તમને ખબર પડે કે આ કીડો માછલીની જીભ ખાઈને તેની જગ્યા લઈ ચૂક્યો છે તો પછી? આ વાત સાચી છે કે જીભ ખાનારા પેરાસાઈટ હોય છે જે માછલીના મોઢામાં રહે છે. 

દક્ષિણ આફ્રીકાનો મામલો

2/5
image

દક્ષિણ આફ્રીકામાં હાલમાં જ એક વિદ્યાર્થીએ એવી માછલી પકડી જેના મોઢામાં પેરાસાઈટ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. આ પેરાસાઈટ તેની અડધી જીભ ખાઈ ચૂક્યો હતો. આ સમગ્ર મામલો કેપટાઈનની પાસેની જગ્યા કેપ અધુલાસનો છે. જ્યાં બાયોલોજીના વિદ્યાર્થીને આવી માછલી મળી. 

વિદ્યાર્થી ડોન માર્કર્સને મળી આ વિશેષ માછલી

3/5
image

ડેઈલીમેઈલના અહેવાલ મુજબ 27 વર્ષના ડોન માર્કર્સ માછલી પકડી રહ્યો હતો. તેના કાંટામાં છ પાઉન્ડ એટલે કે 2.72 કિલોગ્રામની કારપેન્ટર માછલી ફસાઈ. ડોન માર્કર્સે માછલી બહાર કાઢી. તેના મોઢામાંથી જ્યારે તે કાંટો કાઢી રહ્યો હતો ત્યારે તે જીભ જોઈને ચોંકી ગયો. કારણ કે આ અગાઉ તેણે આવું જોયું નહતું. હકીકતમાં તેને માછલીના મોઢામાં પેરાસાઈટ દેખાયો. જેને જોઈને તેના હોશ ઉડી ગયા. 

વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

4/5
image

આ તસવીર નોર્થ વેસ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર નિકો સ્મિત સુધી પહોંચાડવામાં આવી. જેને જોઈને તેઓ પણ ચોંકી ગયા. પ્રોફેસર નિકોને કહ્યું કે મરીન બાયોલોજિસ્ટ હોવા છતાં મે ફક્ત શાર્ક અને સમુદ્રી માછલીઓની સાથે પેરાસાઈટ જોયા છે. પરંતુ આવા પેરાસાઈટ ક્યારેય જોયા નથી. 

શરીરના અંગની જગ્યા લઈ લે છે આ પેરાસાઈટ

5/5
image

પ્રોફેસર નિકો સ્મિતે કહ્યું કે પેરાસાઈટ કારપેન્ટર માછલીઓના ગિલના રસ્તે શરીરની અંદર પ્રવેશે છે. ત્યારબાદ ધીરે ધીરે તેની જીભ ખતમ કરી નાખે છે. જીભની જગ્યાએ પોતે ચોંટી જાય છે. તેનાથી માછલી જે પણ કઈ ખાય છે તેમાંથી પેરાસઈટને પણ સીધો હિસ્સો મળે છે. આ પેરાસાઈટ આખું જીવન માછલીના મોઢામાં જ વિતાવે છે.