IPL 2022માં આ ક્રિકેટરની પત્નીઓ રહી આકર્ષણનું કેન્દ્ર, સ્ટેડિયમમાં પડી ગઈ બૂમ!

નવી દિલ્લીઃ દુનિયાની સૌથી મોટી અને લોકપ્રિય ક્રિકટે લીગ એટલે કે ઈન્ડિયન પ્રિમિયર લીગ. દોઢ મહિનાનાના ક્રિકેટના મહાકુંભમાં અનેક સ્ટાર ખેલાડીઓએ ધાકડ પર્ફોર્મન્સ આપ્યા. તો કેટલાક યુવા ક્રિકેટરો પણ પોતાની છાપ છોડવામાં પાછળ નથી રહ્યા. પરંતુ ખેલાડીઓ કરતા વધુ ચર્ચામાં રહી તેમની પત્નીઓ. મેદાનમાં ગ્લેમર્સનો તડકો આ ખેલાડીઓની પત્નીઓએ લગાવ્યો. તો આવો જોઈએ આ આઈપીએલમાં કોણે કોણે ફેન્સના દિલ જીત્યા.

અનુષ્કા શર્મા (Anushka Sharma)

1/5
image

મેદાન પર ગ્લેમર્સનો તડકો લગાવવામાં સૌથી પહેલું નામ આવે છે બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા. રોયલ ચેલેન્જર બેંગલોરના પૂર્વ કેપ્ટન વિરાટ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અનેક મેચ જોવા મેદાનમાં જોવા મળી હતી. કોહલીને સપોર્ટ કરવા અનુષ્કાર મેદાનમાં આવતી હતી. પરંતુ ખેલાડીઓથી વધુ કેમેરામેનની નજર અનુષ્કાર પર રહેતી હતી. આ સિઝનમાં પણ અનુષ્કા શર્મા ભારે ચર્ચામાં રહી છે.

નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic)

2/5
image

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક પણ પોતાની હોટ અદાઓ માટે જાણીતી છે. નશાતા આઈપીએલની સિઝનમાં ગુજરાત ટાઈટન્સના દરેક મેચમાં હાર્દિકને સપોર્ટ કરવા મેદાન પર જોવા મળી હતી. હાર્દિક પણ નતાશાને પોતાનો ગુડલક માને છે. ત્યારે મેદાનમાં નતાશા-હાર્દિકની જોડીના ફોટા સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચા જગાવી.

રિતિકા સજદેહ (Ritika Sajdeh)

3/5
image

ભારતી ટીમ અને મુંબઈ ઈન્ડિયના કેપ્ટન રોહિત શર્માની પત્ની પણ મેચ દરમિયાન મેદાનમાં જોવા મળી હતી. દરેક મેચમાં રોહિતની જીત માટે દુવા માગતી નજરે પડી હતી. રિતિકા જ્યારે મેદાન પર હોય છે ત્યારે મોટાભાગના મેચમાં રોહિત શર્માની શાનદાર બેટિંગ જોવા મળે છે. જેથી રોહિત રિતિકાને પોતાનું ગુડલક માને છે. ત્યારે આ વખતે આઈપીએલમાં રિતિકાના ગ્લેમર્સ લુકે સોશિયલ મીડિયામાં આગ લગાવી.

 

ધનશ્રી શર્મા (Dhanashree Verma)

4/5
image

રાજસ્થાન રોયના સ્ટાર સ્પીન બોલર યૂજવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી પણ આકર્ષણ જમાવવામાં પાછળ નથી રહી. ધનશ્રી પોતાની સુંદરતા અને ડાન્સના લીધે ખેલાડિઓ અને ફેન્સ માટે ખુબ જ લોકપ્રિય રહી છે. ધનશ્રીના ખેલાડીઓ સાથેના ડાન્સના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયા છે. તો આ વખત આઈપીએલમાં ધનશ્રીએ ગ્લેમર્સનો તડકો લગાવ્યો.

સંજના ગણેશન (Sanjana Ganesan)

5/5
image

મુંબઈ ઈન્ડિયની બોલિંગની કરોડરજ્જુ ગણાતા જસપ્રિત બુમરાની પત્ની પણ સુંદરતામાં હિરોઈનોથી પાછળ નથી.ગત વર્ષે ગોવામાં સંજના ગણેશન સાથે જસપ્રિત બુમરાએ લગ્ન કર્યા હતા. 31 વર્ષની સંજના સ્પોર્ટ એન્કરની સાથે મોડલ પણ રહી ચૂકી છે. ત્યારે આ સિઝનમાં બુમરાને સપોર્ટ કરતી મેદાનમાં સંજના ગણેશન જોવા મળી હતી.