CSK vs MI: IPLમાં ચેન્નઈને મુંબઈના જ આ 5 ખેલાડીઓએ અપાવી જીત! ટીમની આશા પર ફેરવ્યું પાણી

મુંબઈઃ એક સમયે દિગ્ગજ કહેવાતી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 2022ના આઈપીએલમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહી છે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ છેલ્લા સ્થાને છે. અત્યાર સુધીમાં સાત મેચ રમાયા એમાંથી મુંબઈ એક પણ જીતી નથી શક્યું. આ મેચમાં મુંબઈને જે પ્લેયર્સ પર ભરોસો હતો એ જ ધાર્યું પરફોર્મ ન કરી શક્યા. 

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)

1/5
image

એક સમયે મુંબઈ ઈન્ડિયન્સને જેના પર ભરોસો હતો જસપ્રીત બુમરાહ આ સિઝનમાં નિષ્ફળ રહ્યા છે. અત્યાર સુધી સાત મેચ રમાયા છે અને માત્ર ચાર જ વિકેટ બુમરાહે લીધી છે. હવે લાગે છે બુમરાહના યૉર્કરમાં એ જાદૂ નથી રહ્યો.

જયદેવ ઉનડકટ (Jaydev Unadkat)

2/5
image

મુંબઈનો વધુ એક બૉલર જે નિષ્ફળ રહ્યો એ છે જયદેવ ઉનડકટ. જે ઉનડકટથી એક સમયે બૉલર્સ ડરતા હતા. એણે આ વખતા વિરોધીઓ પર રન લૂટાવ્યા. આઈપીએલ 2022માં તેણે માત્ર ચાર વિકેટ લીધી. ચેન્નઈની સામે તો ઉનડકટ એકદમ વિવશ નજર આવ્યા. ઉનડકટની જ ઓવરમાં જ ધોનીએ ચોકો મારીને સીએસકેને જીત અપાવી હતી.

ઈશાન કિશન (Ishan Kishan)

3/5
image

ઈશાન કિશન તો ચેન્નઈ સામે પોતાનું ખાતું પણ ન ખોલી શક્યા. ટીમની એક મજબૂત ઈનિંગની આશા પર તેમણે પાણી ફેરવ્યું. IPL 2022ની સાત મેચમાં તેણે માત્ર 191 જ રન બનાવ્યું છે.

કીરોન પોલર્ડ (Kieron Pollard)

4/5
image

જે વિદેશી ખેલાડી પર મુંબઈ ઈન્ડિયન્સને ભરોસો હતો તે પોલાર્ડ તો જાણે લયમાં જ નથી. આઈપીએલ 2022 પોલાર્ડ માત્ર 101 રન બનાવી શક્યા છે અને એક જ વિકેટ લીધી છે. લાગે છે મુંબઈને આ ખેલાડી ભારે પડી રહ્યો છે.

રિલે મેડિરિથ (Riley Meredith)

5/5
image

ચેન્નઈની સામે આ ખેલાડી તો જાણે પાણીમાં બેસી ગયા છે. ચાર ઓવરમાં 25 રન આપી અને 1 જ વિકેટ મેળવી.