આંધી-વંટોળ, કમોસમી વરસાદ, કરા તાંડવ કરશે! 2024માં ક્યારેય ન સાંભળી હોય તેવી અંબાલાલની ઘાતક આગાહી

Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરાતમાં એકાએક ઠંડી વધી ગઈ છે. બે દિવસ રાજ્યભમાં પડેલા માવઠા બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રવિવારે ભારે પવન સાથે સુસવાટાભર્યા પવન ફૂંકાયા હતા. લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. ત્યારે ગુજરાતમાં માત્ર 24 કલાકમાં 8 થી 13 ડિગ્રી પાસે ગગડતા લોકો ઠંડીમાં ઠુઠવાયા છે. માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા બે દિવસથી વધ્યું છે. વહેલી સવારે ઠંડી અને બપોર થતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. 

1/7
image

Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બે દિવસ અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના મોટાભાગા શહેરો ઠંડીના બાનમા આવી ગયા છે. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો માત્ર 24 કલાકમાં 8 થી 13 ડિગ્રી ગગડ્યો છે. રવિવારે સાંજે સુસવાટાભર્યા પવન ફૂંકાયા હતા. મોડી સાંજથી લોકોને ડિસેમ્બરની ઠંડી હોય તેવો અહેસાસ થયો હતો. સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું હતું. 

2/7
image

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે શિવરાત્રી સુધી ઠંડા પવન ફૂંકાશે. આ આથે આગામી દિવસોમાં અને ઉનાળાની શરુઆત કેવી રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે. બીજુ વેસ્ટન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજુ વેસ્ટન ડિસ્ટર્બન્સ 11થી 12 માર્ચ આવશે. આ સાથે આંચકાનો પવન ફુકાશે. 11થી 13 માર્ચના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે ક્યાક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.

3/7
image

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પવનની દિશા બદલાઇને ઉત્તર-પૂર્વના બર્ફીલા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આગામી 24 ક્લાક દરમિયાન શહેરમાં ઠંડીનું જોર યથાવત રહ્યાં બાદ બુધવારથી બપોરે ગરમીમાં સામાન્ય વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સોમવારે ઠંડા પવનોની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 5.6 ડિગ્રી ગગડીને 28.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૩.9 ડિગ્રી અને રવિવાર કરતાં દોઢ ડિગ્રી ગગડીને 13.3 ડિગ્રી નોંધાયું હતું. બુધવારથી ઠંડા પવનોનું જોર ઘટતાં શહેરમાં સવાર-સાંજ ઠંડક રહેશે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. માવઠાના કારણે રાજ્યના અનેક શહેરો ફરી ઠંડાગાર. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 1 દિવસમાં 9 ડિગ્રી ઘટ્યું. 8 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે ગગડ્યો.

4/7
image

માર્ચમાં પવનનો ફૂંકાતા રહેશે. ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના રહેશે. આંધી વંટોળ પવનના સૂસવાટા સાથે સાથે કમોસમી વરસાદ, કરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે. અરબ દેશોમાંથી ઉડીને આવતી ધૂળના કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે તેવી પણ સંભાવનાઓ તેઓ વ્યક્ત કરી છે. એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ રહેશે. 4 જૂનથી અરબ સાગરમાં મોટી હલચલ જોવા મળશે, 10 મેથી અરબસાગર અને બંગાળના ઉપસાગર માં હલચલ શરૂ થઈ જશે.  

5/7
image

20 માર્ચે સુર્ય ઉતરાધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂકાશે તેવી આગાહી પણ કરી છે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું આગાહી છે. પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે. આંબા પર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો મોર ખરી પડવાની શક્યતા રહેલી છે. ઉનાળો પણ ખેડૂતો માટે ચિંતા લઈને આવી રહ્યો છે.

શું છે રાહતના સમાચાર?

6/7
image

રાહતના સમાચાર એ છે કે આ ઠંડી લાંબો સમય નહિ રહે. આગાહી મુજબ, આગામી એક સપ્તાહમાં પારો ફરીથી ઉંચકાશે અને તાપમાન વધશે. કમોસમી વરસાદને કારણે આવો માહોલ હતો. જોકે, 7 માર્ચથી ફરીથી કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવનાર છે. તેથી તે દિવસોમાં પણ ઠંડી રહે છે કે નહિ તે જોવું રહેશે. આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો ઓછો થશે. આ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, હવે કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં  પડે. પરંતું 5 માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થશે.   

7/7
image

દેશમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની ચેતવણી આપવામાં આવી છે. અલ નીનોના કારણે મે મહિના સુધી આકરી ગરમી પડશે. એમાં પણ હીટવેવના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. એક તરફ હિમાચલ પ્રદેશ તેમજ જમ્મૂ-કશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠપ્પ થયું છે. પ્રવાસીઓ ફસાયા છે. 650 કરતા વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ત્યારે આગામી દિવસોમાં આ સ્થિતિમાં મોટો ફેરફાર આવી શકે છે. માર્ચથી મે મહિનામાં આકરી ગરમી, લૂ અને હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળામાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહે તેવી શક્યતા છે.