100 વર્ષ બાદ બની રહ્યો છે અદભૂત ચતુર્ગ્રહી યોગ, આ રાશિવાળાને થશે માલામાલ, ભાગ્ય ભરપૂર સાથ આપશે
Chaturgrahi Yog in Tula 2023: ઓક્ટોબર મહિનામાં તુલા રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આવો અદભૂત ચતુર્ગ્રહી યોગ 100 વર્ષ બાદ બની રહ્યો છે. કારણ કે આવી 4 મહત્વપૂર્ણની ચોકડી તુલા રાશિમાં ભેગી થવાની છે. 19 ઓક્ટોબરથી તુલા રાશિમાં સૂર્ય, મંગળ, બુધ અને કેતુની યુતિ બનશે.
ચતુર્ગ્રહી યોગ
18 ઓક્ટોબરના રોજ તુલા રાશિમાં સૂર્ય ગોચર તશે અને 19 ઓક્ટોબરે તુલામાં બુધ ગોચર થશે. બીજી બાજુ પહેલેથી જ મંગળ અને કેતુ ગ્રહ તુલા રાશિમાં હાજર છે. તેનાથી તુલા રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનશે.
આ રાશિવાળાને થશે લાભ
તુલા રાશિમાં સૂર્ય, મંગળ, કેતુ અને બુધની યુતિથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ 100 વર્ષ બાદ થશે. જેની મોટી અસર તમામ રાશિઓ પર પડશે. બીજી બાજુ ચતુર્ગ્રહી યોગના પ્રભાવથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે અને તેમને અચાનક ધન અને પ્રગતિ મળી શકે છે.
મેષ રાશિ
મેષ રાશિવાળાઓ માટે ચતુર્ગ્રહી યોગનું બનવું ખુબ લાભકારી રહેશે. આ લોકોને પાર્ટનરશીપમાં કામ કરવામાં સફળતા મળી શકે છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે. જીવનસાથી સાથે તમારા સંબંધો મજબૂત થશે. કામકાજ સારું રહેશે.
મકર રાશિ
મકર રાશિવાળા માટે આ ચતુર્ગ્રહી યોગ કરિયરમાં મોટી પ્રગતિ લાવનાર રહેશે. આ લોકોને નોકરી વેપારમાં મોટો લાભ થઈ શકે છે. નોકરીયાત લોકોને પ્રમોશન, પગારમાં વધારો જેવા શુભ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. બેરોજગારોને રોજગાર મળશે. મોટી વ્યવસાયિક ડીલ થઈ શકે છે.
કુંભ રાશિ
ચતુર્ગ્રહી યોગનું બનવું કુંભ રાશિવાળા માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. તમને ભાગ્યનો સાથ મળી શકે છે. તમારા અટકેલા કામો પૂરા થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. કામના સિલસિલામાં મુસાફરી થઈ શકે છે. જે શુભ ફળ આપશે.
Trending Photos