આ Superfood ની ખેડૂતોને બનાવશે માલામાલ, 4 મહિનામાં તૈયાર થઇ જાય છે પાક

Chia Seeds: ચિયા પોષણ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ વૈકલ્પિક પાક છે. આ લેમિયેસી (પુદિના પરિવાર) કુલનો એકવર્ષીય છોડ છે. તેના બીજમાં ઓમેગા 3 તથા ફેટી એસિડ પ્રચુર માત્રામાં મળી આવે છે. તેના બીજ પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ડાયટરી ફાઇબર, પોષક તત્વ અને વિટામીનનો સારો સ્ત્રોત છે. તેમાં ફાઇબરની માત્રા ખૂબ વધુ હોય છે, જે શરીરને અંદરથી તાકાતવર બનાવે છે. આ કારણે તેને 'સુપર સીડ' ની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. 

સફેદ અને કાળા સિયા સીડસની ખેતી

1/5
image

સફેદ અને કાળા સિયા સીડસની ખેતી ખૂબ પ્રચલિત છે, કાળા સિયા સિડ્સના બીજ સદેદ સિયા સિડ્સની તુલનામાં વધુ પ્રોટીન મળી આવે છે. 

કેવી હોવી જોઇએ માટી

2/5
image

તેના ઉત્પાદન માટે હલકી થી મધ્યમ નાજુક અને સારી રીતે નિકાલવાળી જમીન કે જેનું pH મૂલ્ય 6-8.5 હોય તે વધુ સારી માનવામાં આવે છે.

આટલા દિવસમાં થઇ જાય છે તૈયાર

3/5
image

ચિયા પાકને હરોળમાં વાવવા માટે હેક્ટર દીઠ 5 થી 6 કિલો બીજની જરૂર પડે છે. ચિયાનો પાક 120-140 દિવસમાં પાકે છે.

ખાતરનો ઉપયોગ

4/5
image

સારા પાક માટે 10-12 ટન છાણીયું ખાતર અને 50-60 કિગ્રા નાઇટ્રોજન, 40-50 કિગ્રા ફોસ્ફોરસ તથા 30-40 કિગ્રા પોટેશિયમ પ્રતિ હેક્ટર ઉપયોગ કરવામાં આવે છે. 

કોલેસ્ટ્રોલને કાબૂ કરવામાં મદદગાર

5/5
image

તેના લાભકારી બીજમાં વધુ ફાઇબર તથા ગ્લૂટેન મુક્ત પ્રોટીન કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવાની સાથે-સાથે મોટાપો પણ ઘટે છે.