ડિવોર્સી મહિલાને લગ્નની ઈચ્છા રાખવી પડી મોંઘી, લગ્નનો વાયદો કરીને યુવક છેતરી ગયો
fraud on matrimonial site પ્રશાંત ઢીવરે/સુરત : ડિવોર્સી મહિલાને લગ્નની ઈચ્છા રાખવી પડી મોંઘી... મેટ્રીમોનિયલ વેબસાઈટ પર પ્રેમ કરવો પડ્યો ભારે... સુરતની મહિલાને દિલ્લીનો ભેજાબાજ છેતરી ગયો
સુરતની એક 36 વર્ષીય મહિલાએ છુટાછેડા બાદ પોતાની પ્રોફાઈલ એક મેટ્રીમોનિયલ સાઈટ પર તૈયાર કરી... પ્રોફાઈલ અપડેટ કરતા મહિલાની વાતચીત હરિયાણાના વતની અને દિલ્લીમાં રહેતાં રાજીવ બંસીલાલ ચોપરા સાથે શરૂ થઈ.... મહિલા અને રાજીવ વચ્ચેની મિત્રતા પ્રેમમાં ફેરવાય... અને જે પછી રાજીવે મહિલાને લગ્ન કરવા માટેનો વાયદો કર્યો હતો.
રાજીવ મહિલાને મળવા માટે સુરત આવ્યો... પ્રથમવખતમાં જ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. બાદમાં રાજીવ અનેક વખત મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સુખ માળ્યું હતું. આ ઘટનાક્રામ એક વર્ષ સુધી ચાલ્યો હતો. યુવકે અનેકવાર પોતાને પૈસાની જરૂર છે તેવું કહીને મહિલા પાસેથી 2.91 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા.
અલથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ બીબી કપરાડાએ જણાવ્યું કે, એક વર્ષ બાદ રાજીવે મહિલા સાથે લગ્ન નહીં કરવાની વાત કરી હતી. મહિલા સાથે રાજીવે વિશ્વાસઘાત કર્યો હતો. જેથી મહિલાએ દિલ્લીના રાજીવ વિરુદ્ધ સુરતના અલથાણ પોલીસ મથકમાં દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાવી. હતી.
હાલ આ કેસમાં આરોપી રાજીવની વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે... અલથાણ પોલીસે રાજીવ ચોપડાની ધરપકડ કરવા માટેની તજવીજ પણ હાથ ધરી છે.
Trending Photos