સાઉથની ફિલ્મોના વિલન જેવો દેખાતો સુરતનો માથાભારે સજ્જુ કોઠારી મુંબઈથી પકડાયો
માથાભારે સજ્જુ કોઠારીએ પોતાના પર એક શોર્ટ ફિલ્મ બનાવી છે. જેમાં સજ્જુ કોઠારી પોતે વિલન હોય તેવું દર્શાવ્યું છે
તેજશ મોદી/સુરત :સુરતનો માથાભારે સજ્જુ કોઠારી આખરે પોલીસ પકડમાં આવ્યો છે. અમદાવાદ ATSને સજ્જુ કોઠારી (saju kothari) ની ધરપકડ કરીને મોટી સફળતા મળી છે. સુરતની આ માથાભારે કોઠારી ગેંગ સામે ફેબ્રુઆરી મહિનામાં ગુજસીટોકની ફરિયાદ નોંધાઈ હતી. સજ્જુ કોઠારી મુંબઈની હોટલમાં રોકાયો હતો, જ્યાંથી એટીએસની ટીમે તેની ધરપકડ કરી છે. માથાભારે સજ્જુ અને તેની ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી જેવા અનેક ગુના નોંધાયેલા છે.
મુંબઈની હોટલમાં રોકાયેલા હિસ્ટરી શીટર સજ્જુ કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. સજ્જુ કોઠારી ગેમ્બલિંગ ક્લબ ચલાવે છે. તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી જેવા ગુના નોંધાયેલા છે.
ગુજસીટોકનો ગુનો નોંધવાની અણસાર આવી જતા માથાભારે સજજુ સુરતમાંથી ભાગી છૂટ્યો હતો.
સજ્જુ કોઠારી ગેંગના સભ્યો સામે 15થી વધુ ગુના નોંધાયેલા છે.
માથાભારે સજ્જુ કોઠારીએ પોતાના પર એક શોર્ટ ફિલ્મ બનાવી છે. જેમાં સજ્જુ કોઠારી પોતે વિલન હોય તેવી ડોક્યુમેન્ટરી બનાવી છે.
સજ્જુ કોઠારીની આ ડોક્યુમેન્ટરી જોઈને તે સાઉથ ફિલ્મના કોઈ સ્ટાઈલિશ વિલન જેવો લાગી રહ્યો છે.
ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયા બાદ નાનપુરાનો માથાભારે સજજુ કોઠારી મુંબઈ ભાગી ગયો હતો. 10મી ફેબુઆરીના રોજ સજ્જુ સહિત આઠ લોકો સામે ગુનો દાખલ થયો હતો. સુરતમાં સજ્જુ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.
તેની ગેંગના યુનુસ કોઠારી, જાવીદ ગુલામ મલેક, મોહંમદ આરીફ શેખ, આરીફ શેખ અને મોહંમદ કાસીમ અલી પહેલાથી જ લાજપોર જેલમાં છે.
સજ્જુ સામે અગાઉ પાસા અને તડીપાર સહિતની કાર્યવાહી થઈ ચૂકી છે. સજ્જુનો ભાઈ પણ વોન્ટેડ છે. 2018ના એક કેસમાં સજ્જુએ સુરતના બે પોલીસકર્મીઓને પણ માર માર્યો હતો.
Trending Photos