PICS: વિરાટ કોહલીની જેમ ટેટુનો જબરદસ્ત શોખીન છે આ ક્રિકેટર, હાથ પર છે માતા-પિતાનું ટેટુ

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સિરીઝથી ભારત માટે પોતાની ઈન્ટરનેશનલ ક્રિકેટની કરિયર શરૂ કરનારા સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની જેમ ટેટુનો જબરદસ્ત શોખ છે.

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સિરીઝથી ભારત માટે પોતાની ઈન્ટરનેશનલ ક્રિકેટની કરિયર શરૂ કરનારા સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની જેમ ટેટુનો જબરદસ્ત શોખ છે. સૂર્યકુમાર યાદવે પોતાના જમણા હાથ પર મમ્મી અને પપ્પાનું ટેટુ બનાવડાવ્યું છે. સૂર્યકુમાર યાદવને ચોથી ટી20 મેચમાં 57 રનની ધમાકેદાર ઈનિંગ માટે મેન ઓફ ધ મેચ પસંદ કરાયો હતો. આ ઉપરાંત અંતિમ મેચમાં પણ તેણે જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. 

ચોથી ટી20 મેચમાં કર્યો હતો કમાલ

1/4
image

સૂર્યકુમાર યાદવે ચોથી ટી20 મેચમાં 57 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે 31 બોલમાં 6 ચોગ્ગા  અને 3 છગ્ગા માર્યા હતા. ચોથી ટી20 મેચમાં સૂર્યકુમાર યાદવ 3જા નંબરે રમવા માટે આવ્યો હતો. 

હાથ પર મમ્મી અને પપ્પાનું ટેટુ

2/4
image

સૂર્યકુમાર યાદવને ચોથી ટી-20 મેચ માટે પોતાની શાનદાર ઈનિંગ બદલ મેન ઓફ ધ મેચ મળ્યું હતું. સૂર્યકુમાર યાદવે પોતાની જમણી બાજુ પર મમ્મી અને પપ્પાનું ટેટું બનાવડાવ્યું છે. 

સૂર્યકુમારના પિતા ઈલેક્ટ્રિક એન્જિનિયર

3/4
image

રસપ્રદ વાત એ છે કે સૂર્યકુમારને માતા પિતાથી એટલો બધો લગાવ છે કે તેણે પોતાની તસવીરો સાથે સાથે ડાબા હાથમાં તેમનું ટેટુ પણ બનાવડાવ્યું છે. સૂર્યકુમાર યાદવ માતા પિતાને ખુબ પ્રેમ કરે છે. સૂર્યકુમારના પિતા અશોકકુમાર યાદવ BARC (ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર) માં એક ઈલેક્ટ્રિક એન્જિનિયર છે. 

શરૂઆતના દિવસોમાં બેડમિન્ટન રમતો હતો સૂર્યકુમાર

4/4
image

સૂર્યકુમારે પોતાના શરૂઆતના દિવસોમાં બેડમિન્ટન ખેલ્યું અને તેમના પિતાએ તેમને બંને રમતમાંથી કોઈ એક પસંદ કરવાનું કહ્યું. ત્યારબાદ તેને અશોક આર કામત અને વિલાસ ગોડબોલે તાલિમ આપી. સૂર્યકુમારના માતા પિતાને આશા હતી કે તે એક દિવસ ભારત માટે રમશે અને તેમનું સપનું પૂરું થઈ ગયું.