Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે, આ માહિતી BCCI સૂત્રો પાસેથી સામે આવી છે. જોકે, આ વાપસી કરવા માટે સૂર્યાને ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવવા પડશે, તો જ તેની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ શકે છે.
તાજેતરમાં સૂર્યકુમાર યાદવે પોતાની આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને અનફોલો કરી દીધું છે. સાથે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલી પોસ્ટ પણ હટાવી દીધી છે. જાણો તેની પાછળ શું કારણ છે?
Suryakumar Yadav Batting: 35 વર્ષીય સૂર્યકુમાર યાદવને ભલે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હોય, પરંતુ તે ઘાયલ સિંહની જેમ ફરીથી ગર્જના કરવા માટે તૈયાર છે. 6 જૂને બપોરે જાહેરાત કરવામાં આવી કે સૂર્યકુમાર ભારતની T20 ટીમનો ભાગ નથી. સાંજે, સૂર્યાએ બેટ વડે ધમાકેદાર ઈનિંગ રમી અને જણાવ્યું કે લડવા માટે તૈયાર છે.
Suryakumar Yadav: ભારતને વિશ્વ વિજેતા બનાવનાર સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેની પાસેથી ટીમની કમાન પણ છીનવી લેવામાં આવી છે. આ નિર્ણય બાદ સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
Team India T20 Captain : T20 વર્લ્ડ કપ 2026 અને IPL 2026માં સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મ બાદ ભારતીય T20 ટીમના કેપ્ટનશીપ અંગે ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રેયસ ઐયર નવો કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે, જ્યારે તિલક વર્મા અને ઇશાન કિશનને વાઈસ-કેપ્ટનશીપ માટે દાવેદાર માનવામાં આવે છે.
ટીમ ઈન્ડિયાને આઈસીસી ટ્રોફીમાં વિજેતા બનાવવી ભારતીય કેપ્ટનો માટે શ્રાપ બની રહ્યો છે. 2024મા તેની શરૂઆત થઈ અને 2026મા પણ આવું જોવા મળી રહ્યું છે. સતત ત્રણ વર્ષથી જોવા મળી રહ્યું છે કે આઈસીસી ટ્રોફી જીતાડનાર કેપ્ટન પાસેથી ટીમની કમાન છીનવાઈ રહી છે.
Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતે ત્રીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. તેમ છતાં સૂર્યકુમારની કેપ્ટનશીપ પર ખતરો મંડરાઈ રહ્યો છે. હવે તેનું કિસ્મત ગૌતમ ગંભીર નક્કી કરી શકે છે.
Mumbai Indians Next Captain: શું હાર્દિક પંડ્યા IPL 2026 પછી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ ગુમાવશે? સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા ફરીથી કેપ્ટન બનવા માટે ચાર મુખ્ય દાવેદાર છે.
Suryakumar Yadav Statement : મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026માંથી બહાર થઈ ગયું છે. તેને RCB સામે 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ સૂર્યકુમાર યાદવે મોટું નિવેદન આપ્યું હતું અને હારના કારણો જણાવ્યા હતા.
Team India Captaincy: સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ તેની T20 ટીમની કેપ્ટનશીપ છીનવવાનું કારણ બની શકે છે. સૂર્યાની કેપ્ટનશીપમાં ભારતે T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યો છે, પરંતુ હવે સિલેક્ટર આગળનું વિચારી રહ્યા છે.
Hardik Pandya : લખનૌ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પ્લેઈંગ ઈલેવનમાંથી ગાયબ હતો. તેના સ્થાને સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરતો જોવા મળ્યો. હવે સવાલ એ છે કે હાર્દિક પંડ્યાને કેમ બહાર કરવામાં આવ્યો હતો ? તેની પાછળનું કારણ શું હતું ? તેના વિશે આ લેખમાં જાણીશું.
Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું. જો કે, તેના બેટિંગ ફોર્મ અંગે પ્રશ્નો ઉભા થયા છે. ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ પ્રવાસ તેની કારકિર્દીનો નિર્ણાયક તબક્કો સાબિત થઈ શકે છે. દરમિયાન વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીઓ ટીમમાં સ્થાન મેળવવા માટે તૈયાર છે, જેનાથી સ્પર્ધા વધુ તીવ્ર બનશે.
Vaibhav Suryavanshi in MI: 15 વર્ષનો સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશી IPL 2026માં ધમાલ મચાવી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે વૈભવ આગામી સીઝનમાં મુંબઈ માટે રમશે. આ પોસ્ટ ભારતીય ક્રિકેટર દ્વારા કરવામાં આવી છે.
Suryakumar Yadav Mumbai Indians Captain : સૂર્યકુમાર યાદવને અચાનક મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા MI ટીમમાંથી બહાર છે. સૂર્યા કેપ્ટન બનતા જ સૂર્યકુમારે ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. ત્યારે હાર્દિક પંડ્યા કેમ બહાર થયો છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો ? તમે વિચારી રહ્યા હશો કે ગૌતમ ગંભીરે તેને કેપ્ટન બનાવવામાં મદદ કરી હતી, પરંતુ હકીકતમાં સૂર્યાના નામનો ઉલ્લેખ ગંભીરે નહીં પણ આ ચાર લોકોએ કર્યો હતો. ત્યારે આ 4 લોકો કોણ છે અને હાર્દિકના બદલે સૂર્યાને કેમ કેપ્ટન બનાવાયો, તેના વિશે આ લેખમાં જાણીશું.
સૂર્યકુમાર યાદવ પિતા બનવાનો છે. તેની પત્ની દેવીશા શેટ્ટીના બેબી શાવરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ દરમિયાન જ એવી અફવા ફેલાઈ હતી કે દેવીશા પ્રેગ્નેટ છે.
T20 world cup 2026 : દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં અક્ષર પટેલનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ભારતીય ટીમનો તે મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સૂર્યકુમાર યાદવે અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવાની પોતાની ભૂલ સ્વીકારી હતી અને અક્ષર પટેલે ગુસ્સે થતાં માફી પણ માંગી હતી.
Suryakumar Yadav : સંજુ સેમસનને શરૂઆતમાં T20 વર્લ્ડ કપ 2026માં ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, પરંતુ તેણે કેપ્ટન સૂર્યકુમાર યાદવને કહ્યું કે તે ટીમ માટે જરૂરી બધું કરવા તૈયાર છે. બાદમાં તે ટીમમાં પાછો ફર્યો અને ભારતની ટાઇટલ જીતના અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવી, પાંચ ઇનિંગ્સમાં 321 રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો.
Team India T20 Captain : T20 વર્લ્ડ કપ 2026 પછી ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન અંગે ચર્ચા હવે શરૂ થઈ ગઈ છે. પૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફે સંજુ સેમસન પર દાવ લગાવ્યો છે. તેમના મતે સંજુ વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવનું સ્થાન લેવા માટે એક મજબૂત દાવેદાર છે.
Rohit Sharma Tweet Viral: રોહિત શર્માએ 2011માં સૂર્યકુમાર યાદવ માટે ટ્વિટ કર્યું હતું. તેમની કેપ્ટનશીપ હેઠળ વર્લ્ડ કપ જીત્યા પછી, રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવ વિશે કરેલું ટ્વીટ ધુમ મચાવી રહ્યું છે. રોહિતે શું લખ્યું તે જાણો.
Suryakumar Yadav : T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારત ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યું. ભારતની ઐતિહાસિક જીત બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે આગામી યોજનાઓ પર નિવેદન આપ્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે કેપ્ટને શું જાહેરાત કરી છે.
T20 World Cup 2026 : ICC T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીરે ટ્રોફી સાથે હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી. ICC ચેરમેન જય શાહ પણ ત્યાં હાજર હતા. મેચ પહેલા પણ સૂર્યા, હાર્દિક અને કોચ ગંભીર મંદિરે આશીર્વાદ લેવા મંદિરે પહોંચ્યા હતા.