PICS: સુશાંતની વાતોને કોઈ સમજી શક્યું નહીં? મૃત્યુ પહેલાની પોસ્ટમાં કર્યા હતા એવા એવા શબ્દોનો ઉલ્લેખ...

ફિઝિક્સ અને ફિલોસોફીમાં સુશાંતનો ખુબ રસ હતો જે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ છલકી આવે છે. 

Jun 14, 2021, 03:43 PM IST

સુશાંત સિંહ રાજપૂત એક અભિનેતા કરતા પણ કઈંક વધુ હતો. એકબાજુ દુનિયામાં જ્યા લોકો ઓછું વિચારે અને બોલે વધારે ત્યાં સુશાંત એક નોખુ વ્યક્તિ ધરાવતો હતો. તેનો આ 'ફિલોસોફિકલ નેચર' તેની અનેક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પણ છલકી આવે છે. તે જ્યારે ઈન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ શેર કરતો હતો ત્યારે તેનો હેતુ તેનું જ્ઞાન પ્રદર્શિત કરવાનો નહતો તે ખરેખર ઈચ્છતો હતો કે તેની આજુબાજુના લોકો સમજે કે તેણે શું નવું શોધ્યું છે...પણ એવું લાગે કેટલા લોકો એવા હશે જે સુશાંતની આ વાતોને સમજ્યા હશે? ફિઝિક્સ અને ફિલોસોફીમાં સુશાંતનો રસ સારો એવો હતો. 

1/7

સુશાંતનું અકાળે મોત અનેક સવાલ ખડા કરી રહ્યું છે. હજુ આજે એક વર્ષ પછી પણ તેનું મોત એક પહેલી બનીને રહી ગયું છે. સીબીઆઈ તપાસ કરી રહી છે પરંતુ કોઈ તારણ નીકળ્યું નથી. સુશાંત સિંહ રાજપૂતની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ધ્યાનથી જુઓ. તેમાં સુશાંતે એક ખાસ શબ્દનો ઉપયોગ કર્યો છે.  'Panpsychism'. જે દાર્શનિક વિચારધારાની એક ખાસ અવધારણા છે. જેમાં મનુષ્ય દુનિયાની દરેક રચનામાં ઈશ્વરના દર્શન કરે છે અને આખરે તેમાં ભળી જવાની પ્રવૃત્તિ રાખે છે. આ અવધારણામાં ઊંડા ઉતરી જતા પોતાનું જ ભૌતિક અસ્તિત્વ મીટાવી દેવાની ઈચ્છા પ્રગટ થાય છે. સુશાંતે આ પોસ્ટ 27 એપ્રિલના રોજ લખી હતી. જેમાં તે  'Panpsychism'. એટલે કે સર્વાત્મવાદનો ઉલ્લેખ કરે છે. 

2/7

સુશાંતે આ પોસ્ટ તેના મૃત્યુના થોડા સમય પહેલા લખી હતી. જેમા સુશાંતની માનસિક સ્થિતિનો સંકેત મળે છે. 26મી મેના રોજ લખેલી આ પોસ્ટમાં સુશાંત સિંહે બૌદ્ધ ધર્મમાં પ્રચલિત અવતંસક સૂત્રનો ઉલ્લેખ કર્યો છે. તે બૌદ્ધ ધર્મમાં પ્રચલિત મહાયાન શાખાનું ખુબ પ્રચલિત સૂત્ર છે. આ અવતંસક સૂત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઈશ્વરીય ચેતના (conciousness) મનુષ્યના ભૌતિક સ્વરૂપની અંદર વાસ કરે છે. સુશાંતે પોતાની પોસ્ટમાં અવતંસક સૂત્રને વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનની થીયરી સાથે જોડવાની કોશિશ કરી છે. 

3/7

14મી મેના રોજ શેર કરાયેલી સુશાંતની પોસ્ટને ધ્યાનથી જુઓ તેમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે Let go without attachment. એટલે કે કોઈ પણ મોહ બંધન વિદાય લેવી. 

4/7

4 મેના રોજ શેર કરાયેલી આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે ડાર્ક એનર્જી, જે બ્રહ્માંડના 68 ટકા ભાગમાં ફેલાયેલી છે. તે આપણા વ્યવસ્થિત સંસારના નિર્માણનું કારણ છે. સુશાંતે બ્રહ્માંડના રહસ્યોનો ઉલ્લેખ કર્યો છે. આ પોસ્ટમાં સુશાંતની અંદરની જદ્દોજહેમત જોવા મળી રહી છે. 

5/7

23 એપ્રિલના રોજ લખાયેલી પોતાની પોસ્ટમાં સુશાંત સિંહ રાજપૂત કહેવા માંગે છે કે બધા હોવા છતાં પણ મનુષ્ય દુનિયામાં એકલો હોય છે. (You are nobody but yourself).જો કે આ પોસ્ટની અંદર સુશાંત ઝઝૂમવા અને આ દુનિયાની કઠિન જંગમાં ભાગ લેવાનો સંકેત આપે છે. આ પોસ્ટ તેમની અંદર ચાલી રહેલા વાસ્તવિક અને આભાસી દુનિયાના દ્વંદ્વને દર્શાવે છે. 

6/7

સુશાંત સિંહ રાજપૂતે આ પોસ્ટ 3 જૂને લખી છે અને કદાચ તેમની છેલ્લી પોસ્ટ છે. જેનાથી જાણવા મળે છે કે તેઓ તેમની માતા સાથે કેટલું અટેચમેન્ટ મહેસૂસ કરતો હતો.. તે તેમની યાદોમાંથી ક્યારેય બહાર નીકળી શક્યો નહીં. તેમના માતાજીનું દેહાંત તો ઘણા વર્ષો પહેલા થઈ ગયું હતું.

7/7

5 મેના રોજ લખાયેલી તેમની આ પોસ્ટ જણાવે છે કે તે પોતાની જિંદગીને ભરપૂર રીતે જીવવાની ઈચ્છા પણ ધરાવતો હતો. આ પોસ્ટમાં સુશાંતે પોતાના શિડ્યુલનો ઉલ્લેખ કર્યો છે. જેમાં શારીરિકથી લઈને માનસિક સ્વાસ્થ્યની વાત કરી છે.