Swapna Shastra: જો તમને આવા ડરામણા સપના આવે તો ગભરાઈ ન જતા...માલામાલ થવાના આપે છે સંકેત
સપના શાસ્ત્રમાં સપનાના અર્થ અંગે ખુબ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. જેની મદદથી આપણે જાણી શકીએ છીએ કે રાતે જોયેલું સપનું શુભ ફળ આપશે કે અશુભ ઘટનાનો સંકેત.
ગાઢ ઊંઘમાં જોયેલા કેટલાક સપના ક્યારેક સાચા પડી જાય છે અને કેટલીકવાર તો ભવિષ્યની ઘટનાઓ અંગે સંકેત પણ આપે છે. આપણે કેટલાક ડરામણા સપના જોઈને અનહોની થવાની આશંકાથી ભયભીત થઈ જઈએ છીએ. પરંતુ સપના શાસ્ત્ર મુજબ કેટલાક ડરામણા સપના જીવનમાં શુભ ફળ આપે છે. સપના શાસ્ત્રમાં સપનાના અર્થ અંગે ખુબ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. જેની મદદથી આપણે જાણી શકીએ છીએ કે રાતે જોયેલું સપનું શુભ ફળ આપશે કે અશુભ ઘટનાનો સંકેત. તમને અમે એવા જ કેટલાક સપના વિશે જણાવીએ...
સપનામાં ગરોળી જોવી
સપના શાસ્ત્ર મુજબ સપનામાં ગરોળી જોવી શુભ ગણાય છે. જેનો અર્થ એ થયો કે વ્યક્તિને ધન લાભ થવાનો છે.
સપનામાં પોપટ જોવો
સપનામાં પોપટ જોવો એ સપના શાસ્ત્ર મુજબ શુભ ગણાય છે. આવા સપના આવે ત્યારબાદ થોડા સમય પછી વ્યક્તિને કોઈને કોઈ રીતે પૈસા મળે છે.
પોતાને જાતને આત્મહત્યા કરતા જોવી
આવું સપનું આવે તો સ્વાભાવિક રીતે વ્યક્તિ ડરી જાય છે. પરંતુ અસલમાં આવું સપનું શુભ ગણાય છે. આ સપનું ઉંમર વધારવાના સંકેત આપે છે.
સપનામાં ઈંટ-ગારાનું કામ થતું જોવું
આ સપનું આવે તો સંકેત આપે છે કે જાતકની જલદી પ્રગતિ થવાની છે.
પોતાને ગરીબ થતા જોવું
સપનામાં પોતાને ગરીબ થતા જોવું અસલ જીવનમાં આર્થિક સ્થિતિ સારી થવાનો સંકેત છે. આવા સપના બાદ વ્યક્તિને સારો એવો ધનલાભ થાય છે.
સાપ દેખાય
સાપ દેખાય તો કોઈ પણ ડરી જાય તે સ્વાભાવિક છે. પછી ભલે તે સપનું હોય કે પછી અસલમાં. પરંતુ જ્યારે તમે સપનામાં સાપ જુઓ તો જરાય ગભરાતા નહીં કારણ કે તે સફળતાનો સંકેત આપે છે.
(ખાસ નોંધ: અહીં અપાયેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ઝી મીડિયા તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos