diu

દીવ: દારૂ પીધેલી હાલતમાં બે યુવાનો JCB સાથે અથડાયા, 2નાં મોત એક ઘાયલ

દીવમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે ઉનાથી ત્રણ યુવાનો આવ્યા હતા. ત્રણેય યુવાનો નશાની હાલતમાં ચક્રતીર્થ બીચ પર બાઇક સાથે ફરી રહ્યા હતા. ત્યારે બંધ પડેલા જેસીબી સાથે અથડાતા બે યુવાનોનાં મોત નિપજ્યા હતા. જ્યારે એકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે બંન્ને યુવાનોનાં મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. હાલ તો તેમનાં પરિવારને જાણ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Jan 2, 2020, 12:50 AM IST

New Year 2020: પોલીસનો ચોકી પહેરો છતા અમદાવાદમાંથી 290 પીધેલા પકડાયા, દીવમાં 2 દારૂડિયાના મોત

ન્યૂ યર પાર્ટી (happy new year 2020) ને લઈને રાજ્યભરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દારૂ પીને છાટકા કરનારા અનેક યુવકો પકડાયા હતા. ગુજરાતના વિવિધ શહેરોમાંથી દારૂ પીધેલા લોકો ઝડપાયા હતા. જેમાં સૌથી વધુ આંકડો અમદાવાદનો છે. અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને લઈ મોડી રાતે પોલીસે શહેરમાંથી કુલ 290થી વધુ દારૂડિયાઓને ઝડપી પાડ્યા છે. તો દીવમાં દારૂ પીને ઉભેલા બે શખ્સોના મોત થયા છે. 

Jan 1, 2020, 11:22 AM IST

દિવમાં અનેક રસ્તાઓ વન વે, લાખો લોકોએ કર્યું 2020નું વેલકમ કર્યું

નાતાલના મિની વેકેશન દરમિયાન જુદા જુદા પર્યટન સ્થળોએ પ્રયકોનો ધસારો જોવા મળી રહ્યો છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી ચાલી રહી છે. જેના કારણે દીવમાં પર્યટકોનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે. જો કે પર્યટકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા ભરપુર તૈયારીઓ ચાલુ કરવામાં આવી ચુકી છે. આ ઉજવણીમાટે અનેક રિસોર્ટ અને અનેક પ્રકારનાં આયોજન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આજે વાહનોનાં ભારે જામને કારણે લોકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા બસ સ્ટેશન રોડથી બંદર રોડ સુધીનો રસ્તો વન વે કરવામાં આવ્યો છે.

Dec 31, 2019, 11:48 PM IST
Boat Sink Near Diu, 8 Fishermen Saved Rescue PT3M19S

દીવ નજીક બે બોટની જળસમાધી, 8 ખલાસીઓનું કરાયું રેસ્ક્યુ

દીવના વણાંકબારા નજીક 40 નોટિકલ માઈલ દૂર દરિયામાં બોટે જળસમાધિ (Boat Sink) લીધી છે. દરિયામાં ભારે પવનના કારણે મોજા ઉછળ્યા હતા અને દરિયાનું પાણી બોટમાં ભરાઈ ગયું હતું. જેને પગલે બોટ ડૂબી ગઈ હતી. શિવ પરમાત્મા નામની બોટ માછીમારો (Fishermen) ના નજર સામે જ દરિયામાં સમાઈ ગઈ હતી. ત્યારે બોટમાં સવાર 8 ખલાસીઓના બચાવમાં અન્ય બોટ દોડી આવી હતી અને તમામ આઠ માછીમારોને ડૂબતા બચાવી લીધા હતા. આમ, બોટની જળસમાધિમાં માછીમારોનો જીવ બચ્યો હતો.

Dec 30, 2019, 03:10 PM IST

દિવથી અમદાવાદ આવતી લક્ઝરી લૂંટાતા ચકચાર, પોલીસ તંત્ર દોડતું થયું

દિવથી અમદાવાદ વચ્ચે ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા બસનું નિયમીત સંચાલન કરવામાં આવે છે. વર્ષોથી આ કોસ્ટલ હાઇવે પર વર્ષોથી આ બસનું સંચાલન થાય છે. જો કે ક્યારે પણ આ વિસ્તારમાં કે ગુજરાતમાં લક્ઝરી લૂંટાવાની ઘટના એક દાયકાથી બની નથી. ત્યારે અચાનક ગાંગડા ચેકપોસ્ટ પાસે લકઝરી લૂંટવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. ગાંગડા ચેકપોસ્ટ પહેલા જ આ લક્ઝરીને લૂંટી લેવામાં આવતા ચકચાર મચી ગઇ છે. 4 અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવ્યો લૂંટનો પ્રયાસ.

Dec 24, 2019, 12:00 AM IST

Mardaani 2 Villain Vishal Jethwa: દીવનો વિશાલ જેઠવા રાની મુખર્જીને આપી રહ્યો છે મર્દાની ટક્કર

Mardaani 2 villain Vishal Jethwa: એક્ટ્રેસ રાની મુખરજી (Rani mukherjee)ની ક્રાઇમ ડ્રામા મર્દાની 2 (Mardaani 2) બોક્સઓફિસ પર સારું પફોર્મ કરી રહી છે. આ ફિલ્મમાં વિશાલ જેઠવા (Vishal Jethwa) વિલનના રોલમાં છે અને તેની એક્ટિંગના બહુ વખાણ કરી રહ્યા છે.

Dec 18, 2019, 02:10 PM IST

દીવ-દમણ અને દાદરાનગર હવેલી થયા એક, લોકસભામાં પસાર થયું બિલ

જમ્મુ-કાશ્મીરને 31 ઓક્ટોબરના રોજ એક જ રાજ્યમાંથી બે કેન્દ્રશાસિત પ્રદેશો (union territory) માં વિભાજિત કરવામાં આવ્યા હતા અને હવે દેશની બે યુનિયિન ટેરિટરીઝને એક કરવાની તૈયારી ચાલી રહી છે. કેન્દ્ર સરકારે મંગળવારે દેશના પશ્ચિમ હિસ્સામાં વસેલ દમણ (Daman) - દીવ (Diu) અને દાદરાનગર હવેલી (dadra and nagar haveli) ને એક કરીને તેને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું બિલ લોકસભા (LokSabha) માં રજૂ કર્યું. સંસદના બંને સદનોમાંથી આ બિલને મંજૂરી મળ્યા બાદ હવે અસ્તિત્વમાં આવનાર નવા કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ બદલાઈ જશે. કદાચ તેમના નામ દાદર અને નગર હવેલી તથા દમ તથા દીવ હશે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ બિલને ગૃહમાં રજૂ કર્યું હતું. ત્યારે અહીં વર્તમાન પ્રશાસક પ્રફુલ પટેલ પાસે જવાબદારી રહે તેવી શક્યતા છે.

Nov 28, 2019, 08:04 AM IST

લદ્દાખને કાશ્મીરમાંથી છૂટ્ટા કર્યા બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દમણ-દીવ-દાદરાનગર હવેલી એકમાં ભળી જશે

ટૂંક સમયમાં જ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ (Daman) અને દીવ (Diu) , દાદરા અને નગર હવેલી (dadra and nagar haveli) એકમાં ભળી જશે. આ અસરનું બિલ આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે તેવું કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલે જણાવ્યું છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ (Union territories) દાદરા અને નગર હવેલી, તેમજ દીવ, દમણને મર્જ (merger) કરવાનો તખ્તો ઘડાયો છે. આગામી સપ્તાહે લોકસભા (LokSabha) માં બિલ રજૂ કરાશે.

Nov 23, 2019, 07:48 AM IST

દીવ ફરવા જતા કોઈની નજર પડતી તેવી રસપ્રદ બાબત જાણીએ, ફેમસ જલંધર બીચની છે વાત

દેશમાં અલગ અલગ જગ્યાઓ પર પ્રયાગ આવેલા છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કર્ણ પ્રયાગ, રુદ્ર પ્રયાગ, નંદપ્રયાગ સોન પ્રયાગ, વિષ્ણુ પ્રયાગ છે. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે ગુજરાતમાં પણ એક પ્રયાગ આવેલું છે. ગીર સોમનાથના ઉના પાસે ગુપ્ત પ્રયાગ આવેલું છે. પ્રયાગના જીર્ણોદ્ધાર માટે શ્રી મુક્તાનંદ બાપુ અપાર મહેનત કરી રહ્યા છે. એક સમયે ખંડેર બની ગયેલ આ અમૂલ્ય વિરાસત માટે અથાગ પરિશ્રમ અને મહેનતના પરિણામે ગુપ્ત પ્રયાગ હવે પ્રવાસન માટે લોકપ્રિય બની રહ્યું છે. 

Nov 19, 2019, 08:23 AM IST

જલેશમાં માણો સુપર લક્ઝરી ક્રુઝનો અનુભવ, દીવ પહોંચી પહેલી ટ્રીપ 

મુંબઇથી દીવ વચ્ચેની આ ક્રુઝનો આરંભ થઇ ચૂક્યો શક્યો છે. મુંબઇથી 385 પ્રવાસીઓ સાથે આજે દીવ ખાતે જલેશ નામનું ક્રુઝ આવી પહોંચ્યું છે. ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા ધરાવતું ક્રુઝ મુંબઇથી દીવ પહોંચતા 12 કલાક લાગ્યા છે. 

Nov 14, 2019, 01:49 PM IST
Jalesh Cruises Arriving On The Coast Of Gujarat PT4M40S

ગુજરાતના દરીયા કાંઠે પહોંચ્યું ક્રૂઝ, પ્રવાસીઓ માણી શકશે રોયલ લાઈફ

ખુલ્લું આકાશ, અફાટ સમુદ્ર, સૂર્યાસ્તનો સમય, સૂર્ય તમારાથી જાણે એકદમ નજીક, રાતની ખુશનુમા ચાંદની. આ કોઈ ફિલ્મી સ્ટોરી નથી પરંતુ હકીકત છે. ક્રુઝમાં બેસીને સમુદ્રના ઉછળતા મોજા વચ્ચે મસ્તી, મ્યુઝિક, ઝાયકા અને ઘણું

બધું માણી શકો છો. તમને સવાલ થશે કે ભાઈ આ બધી સુવિધા માણવા માટે તો વિદેશ જવું પડે અને પછી ક્રુઝમાં બેસી શકાય, અને તે પણ ખર્ચાળ પેકેજ સાથે!!! પરંતુ તમારી આ શંકા અમે દૂર કરી દઈએ છીએ. ભારતની પ્રથમ સેવન

સ્ટાર સુવિધાવાળી ક્રુઝ હવે ભારતના મોસ્ટ એટ્રેક્ટિવ ડેસ્ટિનેશન ઉપર ફરતી થઇ છે. મુંબઈથી ગોવા અને દીવ સહીત અનેક રમણીય સ્થળો ઉપરાંત વિદેશમાં પણ આ ક્રુઝ દ્વારા ફરવાનો એક અવસર આવ્યો છે.
ભારતની પહેલી લક્ઝરી ક્રુઝ મુંબઈથી ટુરીસ્ટને ગોવા અને દીવ લઇ જાય છે. સમુદ્રી સફર કરવી દરેકનું સપનું હોય છે. જલેશ ક્રુઝ નામે ઓળખાતી આ લક્ઝરી સેવા ભારતમાં પણ શરુ થઇ છે. જલેશ ક્રુઝને 'કર્ણિકા' નામ આપવામાં આવ્યું છે.

Nov 14, 2019, 12:00 PM IST
Maha Cyclone Will Be Most Affected Diu And Veraval PT12M8S

મહા વાવાઝોડાને પગલે વેરાવળ અને દીવમાં દરિયો તોફાને ચડ્યો

દીવમાં મહા વાવાઝોડાની અસર વધતી જોવા મળી રહી છે. ત્યારે પવનની ગતિમાં વધારો થયો છે, સાથે સાથે ભારે વરસાદી ઝાપટા પણ શરૂ થઇ ગયા છે. કિનારે લાંગરાઈ બોટને વધુ મજબૂતાઈથી બાંધવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મુદ્દે કલેકટર સલોની રાયએ જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની સંભાવના છે. પરિસ્થિતિ સુધરતા તમામ રાબેતા મુજબ થઈ જશે. 1500 લોકોનું સ્થળાન્તર કરવામાં આવ્યું છે. Ndrfની 5 ટિમો ડિપ્લોય કરવામાં આવી છે. તેમજ તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

Nov 7, 2019, 04:40 PM IST
Heavy Rainfall And Wind In Diu A Due To Effect Of Maha Cyclone PT7M23S

દીવમાં વાવાઝોડાની અસરને લઇ ધોધમાર વરસાદ, 1500 લોકોનું સ્થળાન્તર

દીવમાં મહા વાવાઝોડાની અસર વધતી જોવા મળી રહી છે. ત્યારે પવનની ગતિમાં વધારો થયો છે, સાથે સાથે ભારે વરસાદી ઝાપટા પણ શરૂ થઇ ગયા છે. કિનારે લાંગરાઈ બોટને વધુ મજબૂતાઈથી બાંધવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મુદ્દે કલેકટર સલોની રાયએ જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની સંભાવના છે. પરિસ્થિતિ સુધરતા તમામ રાબેતા મુજબ થઈ જશે. 1500 લોકોનું સ્થળાન્તર કરવામાં આવ્યું છે. Ndrfની 5 ટિમો ડિપ્લોય કરવામાં આવી છે. તેમજ તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

Nov 7, 2019, 02:15 PM IST

maha cyclone અપડેટ : વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ઉમેજ-પાતાપુરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

મહા વાવાઝોડુ (maha cyclone) હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, અને તે ગુજરાતના દીવ (Diu) નજીક આવી રહ્યું છે, ત્યારે મહા વાવાઝોડાની અસરથી દીવના દરિયા કિનારે ભારે પવન સાથે મસમોટા મોજા ઉછળ્યા છે. આ સાથે જ દીવના વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો છે. તો બીજી તરફ, ગીર સોમનાથના વેરાવળમાં મહાની અસરથી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અને વેરાવળના દરિયામાં મોજા ઉંચા ઉછળ્યા છે. તકેદારીના ભાગરૂપે તમામ બોટને દરિયાકાંઠે લંગારી દેવાઈ છે. તેમજ ગુજરાતના દરિયાકાંઠે પવનની ફૂંકાવાની શક્યતાને પગલે કિનારે લાંગરેલી બોટને વધુ મજબૂતાઈથી બાંધવામાં આવી છે. 

Nov 7, 2019, 12:09 PM IST
Maha Cyclone 220 km Away From Diu, Effect Of Cyclone Seen Along The Coast PT3M47S

દીવથી 220 કિ.મી દૂર મહાનું સંકટ, દરિયા કિનારે જોવા મળી વાવાઝોડાની અસર

ગુજરાત પરથી મહા વાવઝોડાની આફત તો ટળી ગઈ છે. પરંતું રાજય પર હજું ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડા મહાની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયા કાંઠે પવનની ગતિમાં વધારો થયો છે. હાલ વાવાઝોડું દીવથી 220 કિલોમીટરના અંતરે છે. આજે બપોર સુધીમાં ડીપ ડિપ્રેશન સ્વરૂપે પસાર થવાની સંભાવના છે. ત્યારે જુઓ મહાની અસર વચ્ચે ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે.

Nov 7, 2019, 10:30 AM IST

વાવાઝોડું નહિ, પણ વરસાદ આવ્યો, દરિયા કાંઠે મહા સાયક્લોનની અસર શરૂ, દીવથી હવે સાવ નજીક છે

ગુજરાત પરથી મહા વાવઝોડા(maha cyclone) ની આફત તો ટળી ગઈ છે. પરંતું રાજય પર હજું ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડા મહાની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયા કાંઠે પવનની ગતિમાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર (Saurastra) અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક પ્રાંતોમાં મોડી રાતે હળવો વરસાદ પણ વરસ્યો છે. હાલ વાવાઝોડું દીવ (Diu) થી 220 કિલોમીટરના અંતરે છે. આજે બપોર સુધીમાં ડીપ ડિપ્રેશન સ્વરૂપે પસાર થવાની સંભાવના છે. ત્યારે જુઓ મહાની અસર વચ્ચે ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે. 

Nov 7, 2019, 08:02 AM IST

મહા સાયક્લોન updates : સુરતના મેળામાંથી મોટી રાઈડ્સ ઉતારી લેવાઈ, દીવમાં સ્થળાંતર શરૂ

મહા વાવાઝોડા (maha cyclone) નું સંકટ ભલે ટળી ગયું હોય, પરંતુ વરસાદી આફત અને પવનનું સંકટ તો માથે છે જ. વાવાઝોડું સૌરાષ્ટ્ર (Saurastra) ના કાંઠા પર ટકરાવાનું નથી, પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવામાં દરિયા કાંઠાના અનેક વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને સલામત સ્થળો પર પહોંચાડવામાં આવી રહ્યાં છે.

Nov 6, 2019, 03:48 PM IST
Instructed To Travelers Leave Diu Due To Maha Cyclone PT3M1S

મહા વાવાઝોડાની અસર દેખાતા પ્રવાસીઓને દીવ છોડવાની સૂચના

મહા વાવાઝોડાને કારણે દીવમાં પ્રવાસીઓની એન્ટ્રી પર રોક લગાવવામાં આવી છે. આવતીકાલ સુધીમાં દીવ છોડી જવા તમામ પ્રવાસીઓને સુચના આપવામાં આવી છે. દીવના તમામ બીચ બંધ કરવામાં આવ્યા તેમજ સહેલાણીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Nov 6, 2019, 09:55 AM IST

Maha Cyclone બ્રેકિંગ : દરિયામાં ટર્ન લીધા બાદ વાવાઝોડાએ 100 કિમીનું અંતર કાપ્યું, આવતીકાલે સવારે ટકરાશે

મહા વાવાઝોડા (maha cyclone) અને ગુજરાતના દરિયાકાંઠા વચ્ચે હવે માત્ર 540 કિલોમીટરનું અંતર છે. ત્યારે દરિયા કિનારાના વિસ્તારો પર મહા વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ છે અને ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે.

Nov 6, 2019, 08:27 AM IST

દીવમાં પ્રવાસીઓ માટે 'No entry', હાજર સહેલાણીઓને નિકળવા સુચન

મહા વાવાઝોડુ પોરબંદરથી દીવની વચ્ચે ત્રાટકે તેવી શક્તયાઓને જોતા તંત્રએ તકેદારીના ભાગરૂપે હાજર સહેલાણીઓને નિકળી જવા અને નવા સહેલાણીઓને નહી આવવા અપીલ કરી હતી

Nov 5, 2019, 10:37 PM IST