Cheapest Cars: ભારતની સૌથી સસ્તી Automatic Cars, હવે તમે ખરીદી શકો છો માત્ર આટલા રૂપિયામાં, જાણો કિંમત


Cheapest Automatic Cars In India: ભારતના દરેક મિડલ ક્લાસ વર્ગનો માણસ કાર ખરીદવાના સપના જોતો હોય છે. પરંતુ કારના ભાવ અને તેની આવક તેને કાર ખરીદવા દેતા નથી. ત્યારે તમે પણ જોઈ લો ભારતની સૌથી સસ્તી Automatic Cars. જેની કિંમત તમારા બજેટમાં આવી જશે અને તમે પણ કાર લેવાનું સ્વપ્ન પુરુ કરી શકશો.... 

 

 

ડેટસન રેડી- ગો

1/5
image

 

ડેટસન રેડી- ગો કાર તમારા પરિવાર માટે ખુબ જ કમ્ફર્ટેબલ કાર સાબિત થઈ શકે છે. કારણ કે ડેટસન રેડી- ગો ઓટોમેટિક કારની એક્સ શોરૂમ કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે. અને તેના ઓન રોડ ભાવ જોઈએ તો સાડા ત્રણ લાખ રૂપિયામાં મળી શકે છે.   

મારૂતિ સુઝુકી સ્વિફટ

2/5
image

 

મારૂતિ સુઝુકી સ્વિફટ કાર સૌથી વધારે વેચાતી કારમાંની એક કાર છે. મારૂતિ સુઝુકી સ્વિફટ 'કાર્સ 24'ના લિસ્ટમાં જોઈએ તો સૌથી સસ્તી કારોમાં ટોપ પર છે. આ કારની ઓટોમેટિક કારની એક્સ શોરૂમ કિંમત લગભગ 5.49 લાખ રૂપિયા છે.   

 

વોક્સવૈગન પોલો

3/5
image

 

વોક્સવૈગન પોલો કાર ભારતીય બજારમાં રાજ કરી રહી છે. આ કારનો જબરદસ્ત લૂક કોઈને પણ આકર્ષિત કરી લે છે. વોક્સવૈગન પોલો ઓટોમેટિક કારની એક્સ શોરૂમ કિંમત લગભગ 6 લાખ રૂપિયા છે અને આ કારમાં ઘણા બધા એડવાન્સ્ડ ફીચર્સ પણ ઉપલબ્ધ છે. 

હ્યુન્ડાઈ વેન્યૂ

4/5
image

 

હ્યુન્ડાઈ વેન્યૂની સ્ટાઈલ એટલી જબરદસ્ત છે કે તે તમને જોતાની સાથે જ ઈમ્પ્રેસ કરી દેશે. આ ઓટોમેટિક કાર તમને ત્રણ અલગ અલગ એન્જિન વિકલ્પ આપે છે. ત્યારે તમે પણ જાણી લો કે આ ઓટોમેટિક કારની એક્સ શોરૂમ કિંમત લગભગ 7 લાખ રૂપિયા છે, અને તેની ઓન રોડ પ્રાઈઝ 8 લાખ રૂપિયા થાય છે. 

મહિન્દ્રા XUV300

5/5
image

 

મહિન્દ્રા XUV300 કાર મિડલ ક્લાસના લોકોના બજેટથી મોંઘી લાગી શકે છે. પરંતુ આ કારના સેફ્ટી ફિચર્સની વાત કરી તો મહિન્દ્રા XUV300ના સેફ્ટી ફિચર્સ એકદમ કમાલના છે. મહિન્દ્રા XUV300 ઓટોમેટિક કારની એક્સ શોરૂમ કિંમત અંદાજે 6 લાખ રૂપિયા છે. જ્યારે તે ઓનરોડ 9 લાખ સુધી જઈ શકે છે.