Gujarat Monsoon 2026: ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે. રાજ્ય પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ફરી મેઘરાજા મહેરબાન થશે.
Ambalal Patel Agahi: ગુજરાતમાં મેઘરાજાએ થોડા દિવસનો વિરામ લીધો છે. પરંતુ હવે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય થતા આજથી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજીતરફ અંબાલાલ પટેલે આજથી ફરી વરસાદી ઝાપટા પડવાની અને જન્માષ્ટમીના તહેવારો પર વરસાદ મજા બગાડે તેવી આગાહી કરી છે.
Ambalal Patel Agahi: ગુજરાતમાં ચોમાસા પુરજોરમાં સક્રિય છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ સહિતના હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની પૂરી સંભાવના છે. ઓગસ્ટ મહિનાના અંતથી લઈને સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી ક્યા-ક્યા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ત્યારે ચાલો જાણીએ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની નવી આગાહી વિશે.
Gujarat Weather Alert: Ambalal Patel Predicts Heavy Rainfall From Aug 9-12; Up To 6 Inches Likely In South Gujarat!
Ambalal Patel Agahi: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને છુટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધાયો છે. આજના દિવસમાં પણ ક્યાંય નોંધપાત્ર વરસાદ નથી પડ્યો. ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. જો કે, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાની સંભાવના છે. તો બીજી તરફ, ગુજરાત પરથી વાદળો હટી જતાં હાલ ભારે વરસાદની સંભાવના નહિવત છે. હવામાન વિભાગે પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે.
Ambalal Patel Agahi: સતત વરસાદે ગુજરાતને ઘમરોળ્યું છે. અનેક વિસ્તારો પૂરના પાણીમાં ગરકાવ થયા છે. અને ખતરો હજુ પણ ઓછો નથી થયો. આગામી 48 કલાક હજુ પણ ભારે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના ક્યા વિસ્તાર પર છે ભારે વરસાદનો ખતરો અને ક્યા વિસ્તારે રાખવાની છે સાવચેતી.
Gujarat Weather Updates : ગુજરાતમાં ચોમાસું હવે પૂરા જોર પર છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ નાવકાસ્ટ બુલેટિન મુજબ, આગામી 48 કલાક રાજ્ય માટે અત્યંત મહત્વના અને જોખમી સાબિત થઈ શકે છે. રાજ્યમાં એકસાથે 6 વરસાદી સિસ્ટમો (ટ્રફ, શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, સીઝનલ ટ્રફ અને લો-પ્રેશર) સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળી શકે છે. ભરૂચ અને મહીસાગર તેમજ સુરતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈક કોઈક ભાગમાં જડ ભરાવની શક્યતા રહેશે. હવે ભારેખમ વરસાદનું વહન છે.
Ambalal Patel Agahi: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 42થી 44 ડિગ્રી પાર પહોંચ્યું છે અને લોકો તપતા તડકામાં દાઝી રહ્યા છે. રસ્તાઓ સુમસામ બન્યા છે અને બપોરે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. પરંતુ આકરી ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ચાલો જાણીએ શું નવી આગાહી?
Ambalal Patel Agahi: ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાન 42 ડિગ્રીને પાર કરી રહ્યું છે. ત્યારે હવે બે દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારે ચાલો જાણીએ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે શું કરી છે આગાહી.
Ambalal Patel Agahi: હાલમાં ગુજરાતમાં ઉનાળા પોતાની અસલી રૂપ બતાવી રહ્યો છે. મોટાભાગના વિસ્તારમાં કાળઝાળ ગરમી અને તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. તાપમાન વધતાં મોટાભાગના વિસ્તારમાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. જો કે, રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ વરસશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 7 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Ambalal Patel Agahi: ગુજરાતમાં શિયાળા બાદ હવે ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે આગામી 7 એપ્રિલના રોજ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ચાલો જાણીએ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે શું કરી છે આગાહી.
Ambalal Patel Agahi: ગુજરાત સહિત દેશભરમાં માર્ચ મહિનાથી વાતાવરણમાં એક પછી એક પલટો આવી રહ્યો છે. એક તરફ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2, 3 અને 4 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. તો ચાલો જાણીએ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે શું કરી છે નવી આગાહી.
Ambalal Patel Agahi: ગુજરાતનું વાતાવરણ ફરી બદલાવાનું છે અને લોકોએ ભર ઉનાળે કડાકા-ભડાકા સાથે વરસાદ આવશે તેવી તૈયારી રાખવાની છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બન્નેએ ઉનાળામાં આફતની આગાહી કરી છે. ક્યા ક્યા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ અને શું થઈ શકે છે તેની આડઅસર. ચાલો જાણીએ.
Ambalal Patel Agahi: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતના હવામાનની સ્થિતિ ઉનાળો છે કે ચોમાસું તે સમજવું મુશ્કેલ બની ગયું છે. આ વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. હજી થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદ અને ભારે પવને વિનાશ વેર્યો હતો. ત્યાં ફરી માવઠાની આગાહી સામે આવી છે. ફરી ક્યાં વરસાદ બોલાવશે તબાહી? શું કરી અંબાલાલ અને હવામાન વિભાગે આગાહી? ચાલો જાણીએ.
Ambalal Patel Agahi: ગુજરાતમાં ઉનાળાની વચ્ચે કુદરતે કહેર મચાવ્યો છે. અચાનક આવેલા વરસાદ અને વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશનું ભયાનક ચિત્ર ઊભું કર્યું છે. ઉત્તર ગુજરાતથી દક્ષિણ સુધી અને સૌરાષ્ટ્રથી કચ્છ સુધી, જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. ખેતરોમાં લીલા પાક હવે વિનાશના દ્રશ્યોમાં ફેરવાઈ ગયા છે. પરંતુ આફત હજુ ટળી નથી. શું છે અંબાલાલ પટેલની નવી આગાહી? ચાલો જાણીએ.
Ambalal Patel Agahi: દેશના કેટલાક ભાગોમાં હવામાનમાં ફરી એક પલટો થવાનો છે. ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યોમાં ગાઢ ધુમ્મસને લઈને ચેતવણી જાહેર કરી છે. ત્રણ રાજ્યોમાં વરસાદની પણ આગાહી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં એક પછી એક મોટા વાતાવરણીય પલટાની આગાહી કરી છે, જેના કારણે કમોસમી વરસાદ એટલે કે માવઠાની ભીતિ ઊભી થઈ છે. ત્યારે ચાલો જાણીએ શું છે આગાહી?
Ambalal Patel Agahi: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે ઠંડીનો સામાન્ય ઘટાડો થયો છે. ત્યારે હવામાન વિભાગે આજે 28 જાન્યુઆરીએ ઉત્તર, ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં ખરાબ હવામાનની ચેતવણી આપી છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત 13 રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવાની અને માવઠાને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.
Gujarat Weather Alert: એક તરફ ઠંડીની મજા, તો બીજી તરફ માવઠાનો ખતરો...હવે જોવાનું એ છે કે આગાહી હકીકત બને છે કે નહીં...પરંતુ હાલ તો ખેડૂતોની નજર આકાશ તરફ મંડાઈ ગઈ છે.
Ambalal Patel ni Agahi: ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે, વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીએ ખેડૂતો અને સામાન્ય જનતાની ચિંતામાં વધારો કર્યો છે.
Ambalal Patel Agahi: ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને નવી આગાહી કરી છે. પવનની ગતિ અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોના ઠંડા પવનોને કારણે હાલ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ન્યુક્લિયર એનર્જીના પ્રયોગો અને માનવસર્જિત કારણોની સાથે કુદરતી ફેરફારો પશ્ચિમી વિક્ષેપ પર અસર કરી રહ્યા છે.
Ambalal Patel Agahi: હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે જણાવ્યું છે કે, આગામી સાત દિવસની આગાહી કરવામાં આવી છે તેમાં તાપમાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં બે દિવસ અગાઉ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં ઘટાડાની અસર દેખાઈ રહી છે.
Ambalal Patel Agahi: ગુજરાતનું હવામાન સતત બદલાઈ રહ્યું છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી. હાલમાં રાજ્યમાં પવનની દિશામાં બદલાવ આવ્યો છે, જેના કારણે પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને લીધે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે.