Bone Health: હાડકાને નબળા કરી નાખે છે આ 5 વસ્તુઓ, તમને પણ ખાવાની હોય આદત તો તુરંત કરી દેજો બંધ
Bone Health: આપણે આપણા આહારમાં એવી ઘણી બધી વસ્તુઓનું સેવન અજાણતા કરીએ છીએ જે આપણા હાડકાંને નબળા બનાવે છે. મોટાભાગના લોકો એવા થી અજાણ હોય છે કે કેટલીક ફૂડ આઈટમ્સ એવી છે જે હાડકામાંથી બધા જ મિનરલ્સ ને ચૂસી લે છે અને હાડકાને નબળા બનાવે છે. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે હાડકાને એકદમ નબળા કરી દે છે જો તમને પણ આમાંથી કોઈ પણ વસ્તુ ખાવાની કે પીવાની આદત હોય તો તુરંત જ આ આદતને બદલજો.
વધારે મીઠાવાળો ખોરાક
જો તમે તમારી ડાયટમાં વધારે મીઠા વાળા ખોરાકનું સેવન વધારે કરતા હોય તો તુરંત જ તેને બંધ કરજો વધારે મીઠું હાડકાને નબળું કરે છે. મીઠું હાડકામાંથી કેલ્શિયમને શોષી લે છે અને હાડકા નબળા પડે છે.
કોફી
વધારે પ્રમાણમાં કોફીનું સેવન કરવું પણ હાડકા માટે નુકસાનકારક છે કોફીમાં રહેલું કેફિન શરીરમાંથી કેલ્શિયમ ને બહાર કાઢે છે.
સોડા અને કોલ્ડ્રીંક
સોડા અને કોલ્ડ્રીંક જેવા બેવ્રેજીસ પણ ફોસ્ફરસ થી ભરપૂર હોય છે. ફોસ્ફરસ હાડકાને નબળા બનાવી શકે છે.
ફાસ્ટ ફૂડ
ઘણા લોકોને બહારનું ફાસ્ટ ફૂડ ખાવાનું પસંદ હોય છે પરંતુ આવા ખોરાક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. વધારે પ્રમાણમાં પાસપોર્ટ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેના કારણે હાડકા નબળા પડે છે.
વધારે પ્રમાણમાં મીઠી વસ્તુઓ
જો તમે વધારે પ્રમાણમાં મીઠી વસ્તુઓ કે પ્રોસેસ ફૂડનું સેવન કરો છો તો પણ તમારા હાડકા નબળા પડી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos