Income Tax રાખે છે આ ટ્રાંજેક્શન પર નજર, નાનકડી ભૂલ કરી તો આવશે Notice

Notice Of Income Tax Department: ભલે જ હવે ડિજિટલ પેમેન્ટ (Digital Payment) નો જમાનો છે, પરંતુ આજે પણ ઘણા બધા લોકોને કેશ ટ્રાંજેક્શન (Cash Transaction) કરવું સરળ લાગે છે અને સારું પણ. જોકે ઘણા લોકો કેશ ટ્રાંજેક્શન એટલા માટે પણ કરે છે કે કારણ કે તે ઇનકમ ટેક્સ વિભાગની રડારથી બચીને રહેવા માંગે છે. ભલે તમે નાની મોટી શોપિંગ કેશથી કરો કોઇ વાંધો નથી, પરંતુ 5 હાઇ વેલ્યૂ કેશ ટ્રાંજેક્શન થાય છે, જે તમને ભારે પડી શકે છે. ઇનકમ ટેક્સ વિભાગ (Income Tax Department) શંકા લાગે તો તમને નોટિસ (Income Tax Notice) આવી શકે છે. આવો જાણીએ તેના વિશે. 

બેંક ખાતામાં કેશ જમા કરાવવી

1/5
image

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ના નિયમ અનુસાર જો એક વર્ષમાં કોઇ 10 લાખ કે તેનાથી વધુ કેશ જમા કરાવે છે તો તેની સૂચના ઇનકમ ટેક્સ વિભાગને આપવામાં આવે છે. આ પૈસા એક અથવા એક અથવા એકથી વધુ ખાતામાં જમા કરાવવામાં આવ્યા હોય. હવે તમે એક નક્કી લિમિટથી વધુ પૈસા જમા કરાવો છો તો ઇનકમ ટેક્સ વિભાગ આ પૈસાના સ્ત્રોત વિશે પૂછી શકે છે. 

ફિક્સ ડિપોઝિટમાં કેશ જમા કરાવવી

2/5
image

જે પ્રકારે બેંક ખાતામાં એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ પૈસા જમા કરાવવા પર સવાલ ઉઠે છે. જો તમે એક અથવા એકથી વધુ એફડીમાં એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ જમા કરાવશો તો કોઇ શંકા જતાં ઇનકમ ટેક્સ વિભાગ તમારા પૈસાના સ્ત્રોતને લઇને પ્રશ્ન પૂછી શકે છે. 

મોટી પ્રોપર્ટી ટ્રાંજેક્શન

3/5
image

જો તમે કોઇ પ્રોપર્ટી ખરીદતી વખતે 30 લાખ રૂપિયા અથવા તેનાથી વધુનું કેશ ટ્રાંજેક્શન કરી દીધું છે તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર આ વિશે ઇનકમ ટેક્સ વિભાગને સૂચના જરૂર આપશે. એવામાં આટલા મોટા ટ્રાંકેશનના લીધે ઇનકમ ટેક્સ વિભાગ પૂછપરછ કરી શકે છે કે તમે પૈસા ક્યાંથી લાવ્યા. 

ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી

4/5
image

સીબીડીટીના નિયમો મુજબ, ક્રેડિટ કાર્ડના બિલ સામે રૂપિયા 1 લાખ કે તેથી વધુની રોકડ ચુકવણીની જાણ આવકવેરા વિભાગને કરવી પડશે.  જો ક્રેડિટ કાર્ડ બિલ ભરવા માટે નાણાકીય વર્ષમાં 10 લાખ કે તેથી વધુની ચૂકવણી કરવામાં આવી હશે તો તેની પણ જાણ આવકવેરા વિભાગને કરવી પડશે. 

શેર, મ્યૂચુઅલ ફંડ, ડિબેંચર અથવા બોન્ડ ખરીદવા

5/5
image

જો મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક, બોન્ડ અથવા ડિબેન્ચરમાં રોકાણ કરનારા રોકાણકારોએ ખાતરી કરવી પડશે કે આ રોકાણોમાં તેમના રોકડ વ્યવહારો નાણાકીય વર્ષમાં રૂપિયા 10 લાખથી વધુ ન હોય.