આ છે દુનિયાના 10 સૌથી ખતરનાક રેલવે રૂટ, જોઈને જ આવી જશે યમદૂતની યાદ

રેલવે રુટ પર સામાન્ય રીતે દુર્ઘટનાના કારણે મૃત્યુ થતા રહે છે.તેવામાં દુનિયામાં એવા રેલવે રુટ પણ આવેલા છે તેને જોઈને જ જાણે યમદૂતની યાદ આવી જાય.આ રુટ એવા છે  કે તેમાંથી પસાર થવા પર ડર તો લાગે છે

નીરજ ચોકસી/ અમદાવાદ: રેલવે રુટ પર સામાન્ય રીતે દુર્ઘટનાના કારણે મૃત્યુ થતા રહે છે.તેવામાં દુનિયામાં એવા રેલવે રુટ પણ આવેલા છે તેને જોઈને જ જાણે યમદૂતની યાદ આવી જાય.આ રુટ એવા છે  કે તેમાંથી પસાર થવા પર ડર તો લાગે છે પણ પસાર થતી વખતે અદભુત નજારો પણ ડજોવા મળે છે.ડરની આગળ સ્વર જેવા દ્રશ્યોની થશે અનુભુતિ.

ઇન્ડોનેશિયાનો આરગો ગેડે રેલ્વે રૂટ

1/10
image

રાજધાની જકાર્તાથી બૈનડંગની વચ્ચે ટ્રેન ખૂબ ઊંચા અને જોખમી પુલ પરથી પસાર થાય છે. આ પુલ પર ફેન્સીંગ નથી જેનાથી તે વધુ ભયાનક દેખાય છે. આ પુલ પરથી પસાર થતી ટ્રેન મુસાફરોના જીવ તાળવે ચોટાડી દે છે.જો તમે પુલની નીચે ધ્યાન ન આપો તો પછી સુંદર પર્વતો અને હરિયાળી ખૂબ જ આકર્ષક લાગે છે. વર્ષ 2002માં આ પુલ પર અકસ્માત થયો હતો, અહીંથી પસાર થતી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ પરંતુ એક ચમત્કાર જ કહો કે તેમાં કોઈ મુસાફરોને ઇજા પણ થઈ નહીં.

બામ્બુ ટ્રેન, કંબોડિયા

2/10
image

કંબોડિયામાં ફ્રેન્ચ લોકોએ આ રેલ્વે રૂટ બનાવ્યો હતો પરંતુ ખમેર રુજ શાસને તેમને બરબાદ કરી દીધો. ત્યારબાદ સ્થાનિક લોકોએ ઘરેલું કામો માટે આ રેલ્વે રૂટ પર હાથથી બનાવેલ વાંસની ગાડીઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. વાંસની આ ટ્રેનોમાં મુસાફરી કરવી આનંદદાયક છે અને સાથે જ જોખમી પણ છે. 

ડેથ રેલ્વે, થાઇલેન્ડ

3/10
image

મ્યાનમારની સરહદ નજીક થાઇલેન્ડના કંચનબૂરી પ્રાંતમાં ડેથ રેલ્વે આવેલો છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, જ્યારે જાપાનીઓએ આ રેલ્વે માર્ગ બનાવ્યો, ત્યારે તેના નિર્માણ દરમિયાન અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ રેલ માર્ગ નદીના કાંઠે લીલાછમ અને ગાઢ જંગલોમાંથી પસાર થાય છે.  

આસો મિનામી રૂટ, જાપાન

4/10
image

જાપાનનો મિનામી ટ્રેન રૂટ એવા ક્ષેત્રમાં છે જ્યાં પુષ્કળ જીવંત જ્વાળામુખી છે. વિસ્ફોટ ક્યારે અને ક્યાં થાય છે તેની રેલવે ઓથોરિટીને પણ ખબર નથી. આ ટ્રેનમાંથી પસાર થતાં જાવલમુખીના લાવાથી નષ્ટ કરાયેલા વૃક્ષો જોવા મળે છે.

ડેવિલ્સ નોઝ ટ્રેન, એક્વાડોર

5/10
image

એક્વાડોરમાં નરીઝ ડેલ ડિઆબલો ટ્રેન રૂટને શેતાનના નામથી ઓળખવામાં આવે છે. આ રેલ માર્ગ 9000 ફુટ ઊંચાઇ સાથે પર્વતો ઉપર પસાર થાય છે. 

કુરાંદા સીનિક રેલરોડ, ઓસ્ટ્રેલિયા

6/10
image

આ રેલ માર્ગ પરથી પસાર થતાં વ્યક્તિનીને સ્વર્ગ દેખાઈ જાય છે.રેલ્વે માર્ગ ભવ્ય જંગલોમાંથી પસાર થાય છે. આ માર્ગમાં ઘણા ધોધ પણ જોવા મળે છે, ક્યાંક ઝરણાંનું પાણી આખી ટ્રેનને પલાળી નાખે છે.ઝરણાંનું પાણી અંદર આવે ત્યારે એક તરફ ખૂશી અને બીજી તરફ લાગે છે.

ચેન્નાઇ રામેશ્વરમ રૂટ, ભારત

7/10
image

2 કિમી લાંબો પુલ આ રેલ્વે રૂટને અદભૂત બનાવે છે. સમુદ્રમાં બનેલો આ પુલ 1914 માં બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ પરથી પસાર થતી વખતે તમને થોડા સમય માટે ક્યાંય પણ જમીન દેખાશે નહીં, દરિયાનું પાણી જોવા મળશે થોડા સમય માટે એવું લાગશે કે તમે નાવમાં બેઠા છો.

ટ્રેન એ લાસ ન્યૂબ્સ, આર્જેનટીના

8/10
image

આ રેલ્વે રૂટનું કામ પૂર્ણ કરવામાં 27 વર્ષ લાગ્યા.પર્વતોમાંથી પસાર થતો આ રેલ્વે માર્ગ ઘણી જગ્યાએ ઝિગઝેગ  છે. આ રેલ્વે ટ્રેક એટલો ઊંચો છે કે કેટલીક જગ્યાએ મુસાફરોને એવો અહેસાસ થાય છે કે તે વાદળોમાંથી પસાર થઈ રહ્યા છે.

વ્હાઇટ પાસ અને યુકોન રૂટ, અલાસ્કા, યુએસએ

9/10
image

અલાસ્કામાં આવેલો આ રેલ માર્ગ સાંકડો છે. તે ક્યાંક ઊભા ખડકોમાંથી પસાર થાય છે. આ રેલ્વે માર્ગ 1898માં બનાવવામાં આવ્યો હતો, હાલમાં પણ તેનો ઉપયોગ પ્રવાસીઓ માટે થાય છે.

જોર્જટાઉન લૂપ રેલરોડ, કોલારાડો

10/10
image

યૂએસે નૈરોગેજ રેલરુટથી ભરચક છે. પરંતુ અહીંથી ટ્રેન ઊંચા પર્વતો પરથી પસાર થાય છે. આ દુનિયાનો સૌથી ખતરનાક રુટ છે. આ રુટ ક્લિયર ક્રિક કાઉંટીમાં બનેલો છે અને આ રૂટ ચાંદીની ખાણ સુધી પહોંચવા માટે બનાવેલો હતો.