હજીરાથી દીવ વચ્ચે આજથી શરૂ થશે ક્રુઝ સેવા, જાણો કેવી હશે સુવિધા અને ભાડું

300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે. 

1/8

સુરત (Surat) નાં હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ (Diu) વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) ના હસ્તે તા. 31.3.2021ના રોજ એટલે કે આજે સાંજે સાંજે 4:30 કલાકે હજીરા (Hazira) ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે.

2/8

દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરા (Hazira) થી ઉપડીને ક્રુઝ (cruise) બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવ (Diu) થી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા (Hazira) પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે 13 થી 14 કલાકનો સમય લાગશે.

3/8

300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે, તથા શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે. 

4/8

આ ક્રુઝ ગેમીંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વિગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ક્રૂઝમાં દીવથી હજીરા અને હજીરાથી દીવનું એકબાજુનું ભાડુ એક વ્યક્તિ માટે 900 રૂપિયા છે. જ્યારે રિટર્ન ટિકિટ સાથે લો તો તમને એક ટિકિટના 1700 રૂપિયા પડશે.

5/8

ક્રૂઝની 900 રૂપિયાની ટિકિટની સાથે ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે વીઆઇપી લાઉન્જમાં અનલિમિટેડ ફૂડ અને શિપના તમામ ભાગમાં ફરવા માટેનું ભાડું 3000 રૂપિયા રાખવામાં આવ્યું છે, જે ટ્રિપના એન્ટ્રી ભાડા ઉપરાંત લેવામાં આવશે. 

6/8

હઝીરા-દીવ વચ્ચે શરુ થનારી ક્રૂઝમાં 16 કેબિનો છે, જે મુસાફર એકલા માટે અથવા બે વ્યક્તિ માટે બુક કરાવી શકે છે. આ ઉપરાંત ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વીઆઈપી લાઉન્જ અને એન્ટરટેઇનમેન્ટ ઓન ડેક પણ હશે.

7/8

ચાર માસ પૂર્વે જ માન. પ્રધાનમંત્રીનાં હસ્તે ‘હજીરા-ધોધા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. માત્ર 4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજ્જારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધેલ છે. 

8/8

આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનાં હસ્તે તા. 31.3.2021નાં રોજ વર્ચ્યુઅલી કરવામાં આવી રહેલ છે.