Tokyo Olympics: સમાપન સમારોહ જોવાનું ચૂકી ગયા? ફટાફટ જોઈ લો આ તસવીરો, ગર્વની અનુભૂતિ થશે

1/15
image

જાપાનની રાજધાની ટોક્યોમાં રંગારંગ કાર્યક્ર્મની સાથે આજે ઓલિમ્પિક ગેમ્સનું સમાપન થયું. આ ઓલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવી અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ટ્રેક એન્ડ ફિલ્ડમાં તો ભારતે ઓલિમ્પિકના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મેડલ મેળવ્યો અને તે પણ સીધો ગોલ્ડ. ઓલિમ્પિક ક્લોઝિંગ સેરેમની દરમિયાન જ્યારે ભારતનો તિરંગો લહેરાતો જોયો ત્યારે દરેક ભારતીયની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. 

જ્યારે હાથમાં તિરંગો થામીને આગળ વધ્યા બજરંગ પુનિયા

2/15
image

ઓલિમ્પિકની ક્લોઝિંગ સેરેમનીમાં રેસલર બજરંગ પુનિયાએ ભારતીય દળનું નેતૃત્વ કર્યું, આ સુંદર પળના જેટલા પણ વખાણ કરીએ તેટલા ઓછા છે. બજરંગ પુનિયા પોતાના હાથમાં તિરંગો થામીને 135 કરોડ ભારતીયોને ગર્વની અનુભૂતિ કરાવી રહ્યા હતા. અત્રે જણાવવાનું કે બજરંગ પુનિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેઓ ઓલિમ્પિકમાં મેડલ જીતનારા બીજા ભારતીય રેસલર છે. 

ગોરવની અનુભૂતિ કરાવતી પળ

3/15
image

ઓલિમ્પિક ગેમ્સ જેવા પ્લેટફોર્મ પર જ્યારે તિરંગો શાનથી લહેરાય છે ત્યારે તે પળ કરોડો  દેશવાસીઓ માટે ગર્વની અનુભૂતિ કરાવનારી હોય છે. 

ક્લોઝિંગ સેરેમનીમાં સેલ્ફી, નીરજને શોધતી રહી આંખો

4/15
image

ઓલિમ્પિક ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય દળની સેલ્ફી લેતી એક તસવીર સામે આવી છે. જેમાં રવિ  દહિયા, બજરંગ પુનિયા સહિત 5 એથલિટ જોવા મળી રહ્યા છે. જો કે નજર નીરજ ચોપડાને શોધતી રહી. જેમણે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો. નીરજ ચોપડાના ગોલ્ડન થ્રોએ ભારતની ઝોળી ગોલ્ડ મેડલથી ભરી.   

5/15
image

આજે યોજાયેલી આ ક્લોઝિંગ સેરેમનીની કેટલીક અદભૂત તસવીરો જુઓ.....હવે પછી ઓલિમ્પિક ખેલોનું આયોજન 2024માં પેરિસમાં થશે. 

6/15
image

7/15
image

8/15
image

9/15
image

10/15
image

11/15
image

12/15
image

13/15
image

14/15
image

15/15
image