olympics games 2020

Video: ઓલિમ્પિક મેડલ વિજેતાઓનું સન્માન, નીરજ ચોપડાએ કહ્યું- આ મારો નહીં સમગ્ર દેશનો મેડલ

ભારતીય ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચીને સ્વદેશ પાછા ફર્યા. ઢોલ નગારા સાથે ટોક્યોના હીરોઝનું શાનદાર સ્વાગત થયું.

Aug 9, 2021, 05:21 PM IST

Tokyo Olympics: ભારતનું ટોક્યોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, કુલ 7 મેડલ મળ્યા, આ એથ્લીટોએ કર્યા નિરાશ, ઓલિમ્પિકમાં ભારતના પ્રદર્શન પર એક નજર

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની સફર 7 મેડલ સાથે સમાપ્ત થઈ ગઈ છે. નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો તો દેશને કુલ 7 મેડલ મળ્યા છે. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને સફળતાની સાથે કેટલીક નિષ્ફળતા પણ હાથ લાગી છે. કેવું રહ્યું ટોક્યોમાં ભારતનું પ્રદર્શન વાંચો વિસ્તૃત અહેવાલ. 
 

Aug 8, 2021, 08:54 AM IST

Tokyo Olympics: ભારતના ખાતામાં વધુ એક મેડલ, રેસલર બજરંગ પૂનિયાએ જીત્યો બ્રોન્ઝ

ભારતના સ્ટાર રેસલરે પોતાનો પ્રથમ ઓલિમ્પિક મેડલ મેળવી લીધો છે. બજરંગે બ્રોન્ઝ મેડલ મેચમાં શાનદાર વિજય મેળવી મેડલ કબજે કર્યો છે. 

Aug 7, 2021, 04:22 PM IST

Tokyo Olympics: ટોક્યોમાં ચોથા સ્થાને રહીને પણ અદિતિએ રચ્યો ઈતિહાસ, PM, રાષ્ટ્રપતિ અને ખેલમંત્રીએ આપી શુભેચ્છા

ભારતીય મહિલા ગોલ્ફર અદિતિ અશોકે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચી દીધો છે. અદિતિ ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેનારી ભારતની પ્રથમ મહિલા ગોલ્ફર બની ગઈ છે. તે સામાન્ય અંતરથી મેડલ ચુકી ગઈ હતી.
 

Aug 7, 2021, 12:49 PM IST

Tokyo Olympics: એક સ્ટ્રોક્સથી મેડલ ચુકી ગોલ્ફર અદિતિ અશોક, ચોથા સ્થાને રહી

ભારતની મહિલા ગોલ્ફર અદિતિ અશોકે ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે માત્ર એક સ્ટ્રોક્સથી મેડલ ચુકી ગઈ છે. પરંતુ વિશ્વની 179 નંબરની અદિતિએ ટોક્યોમાં શાનદાર પ્રદર્શન કરતા મહિલાઓની ઇવેન્ટમાં ચોથા સ્થાને ફિનિશ કરી છે. 
 

Aug 7, 2021, 10:36 AM IST

Tokyo Olympics: આજે ભાલા ફેંકની ફાઇનલ, ભારતનો નીરજ અને પાકિસ્તાનનો અરશદ આમને-સામને

Neeraj Chopra's Men’s Javelin Final, Live Streaming: ભારતીય જૈવલીન થ્રો એથ્લીટ નીરજ ચોપડાએ પોતાના ગ્રુપમાં ટોપ પર રહેતા ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યુ તો પાકિસ્તાનના અરશદ નદીમે પણ ગ્રુપ-બીમાં ટોપ પર રહી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 

Aug 7, 2021, 08:29 AM IST

Tokyo Olympics: ગોલ્ડ-સિલ્વરનું સપનું રોળાયું, પહેલવાન બજરંગ પુનિયાની સેમી ફાઈનલમાં હાર

પુરુષોની ફ્રી સ્ટાઈલ 65 કિલોગ્રામ વર્ગમાં સેમી ફાઈનલમાં બજરંગ પુનિયાનો સામનો ત્રણ વારના વર્લ્ડ ચેમ્પિયન અઝરબૈજાનના હાજી એલિયેવ સાથે થયો. બજરંગ પુનિયા મુકાબલામાં 5-12થી હાર્યા. જો કે હજુ બ્રોન્ઝ મેડલની આશા જીવંત છે. 

Aug 6, 2021, 03:18 PM IST

Tokyo Olympics: સિલ્વર મેડલ જીત્યા પછી ભાવુક થઈ ગયા રવિ દહિયા, કહ્યું- 'ખુશ છું પણ...'

ઓલિમ્પિક ખેલોમાં કુશ્તીનો સિલ્વર મેડલ જીત્યા બાદ રવિ દહિયાએ મોટું નિવેદન આપ્યું છે.

Aug 5, 2021, 11:07 PM IST

Tokyo Olympics: હોકી ટીમના કેપ્ટન Manpreet Singh એ કોરોના વોરિયર્સને સમર્પિત કર્યો બ્રોન્ઝ મેડલ, કહ્યું- અમે લડ્યા અને અંત સુધી હાર ન માની

ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે આ બ્રોન્ઝ મેડલ ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓને સમર્પિત કર્યો છે. જેમણે કોવિડ-19 મહામારી દરમિયાન અથાગ પ્રયત્નો કરીને લોકોને બચાવ્યા. 

Aug 5, 2021, 07:38 PM IST

Tokyo Olympics: 10 વર્ષની ઉંમરથી ટ્રેનિંગ, પિતા રોજ 40 કિમી દૂર દૂધ-ફળ આપવા જતા, જાણો કોણ છે રવિ દહિયા

ભારતીય પહેલવાન રવિ કુમાર દહિયાએ ટોકિયો ઓલિમ્પિકમાં આજે રમાયેલી 57 કિગ્રા વર્ગના ફ્રી સ્ટાઈલ કુશ્તીના ફાઈનલ મુકાબલામાં રશિયાના પહેલવાન સામે ખુબ લડત લડ્યા બાદ હારનો સામનો કરવો પડ્યો. જો કે આમ છતાં તેઓ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા.

Aug 5, 2021, 06:04 PM IST

Tokyo Olympics: કુશ્તીમાં મોટો ઝટકો, વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાંથી બહાર, દીપક પૂનિયા પણ હાર્યો

મેડલની પ્રબળ દાવેદાર વિનેશ ફોગાટ મહિલાઓના 53 કિલોગ્રામ વર્ગની બ્રોન્ઝ મેડલ રેસમાંથી બહાર થઈ ગઈ છે. બેલારૂસની વેનેસા કાલાદજિન્સકાયાએ અગાઉ તેને ક્વાર્ટર ફાઈનલમાં હરાવીને ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર કરી હતી અને આજે સેમી ફાઈનલમાં તે હારી જતા હવે વિનેશ બ્રોન્ઝ મેડલની રેસમાંથી પણ બહાર થઈ ગઈ. 

Aug 5, 2021, 05:01 PM IST

Tokyo Olympics: રવિ કુમાર દહિયાએ ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, ફાઇનલમાં થયો પરાજય

ટોક્યોઃ ભારતના પુરૂષ રેસલર રવિ કુમાર દહિયા ઈતિહાસ રચવાનો ચુકી ગયો છે. રવિ દહિયાનો 57 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટની ફાઇનલમાં રશિયા ઓલિમ્પિક સમિતિના રેસલર યૂગુઈવ ઝાવુરી સામે પરાજય થયો છે. આ પરાજય છતાં રવિ દહિયા સિલ્વર મેડલ કબજે કરવામાં સફળ રહ્યો છે. આ સાથે ટોક્યોમાં ભારતને પાંચમો મેડલ મળ્યો છે. રવિ કુમાર દરિયા પ્રથમવાર ઓલિમ્પિકમાં રમવા માટે ઉતર્યો હતો.

Aug 5, 2021, 04:38 PM IST

Video: પીએમ મોદીએ હોકી ટીમના કેપ્ટન અને કોચ સાથે કરી વાત, કહ્યું- તમારા પર દેશને ગર્વ છે

હોકી ટીમની શાનદાર જીતનો જશ્ન દેશ મનાવી રહ્યો છે. ખુદ પીએમ મોદીએ ફોન કરી હોકી ટીમને શુભેચ્છા આપી છે. પીએમ મોદી સાથે હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને કોચ ગ્રાહમ રીડની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. 

Aug 5, 2021, 02:11 PM IST

Hockey India: ચાર દાયકા બાદ ઓલિમ્પિકમાં રચાયો ઈતિહાસ, એક સમયે હોકીમાં ભારતનો હતો સુવર્ણકાળ

ભારતને ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ મેડલ મળ્યો છે. છેલ્લે 1980માં ભારતે મોસ્કોમાં ગોલ્ડ જીત્યો હતો. આ જીત બાદ ભારતીય હોકી ટીમની પ્રશંસા થઈ રહી છે. 
 

Aug 5, 2021, 12:19 PM IST

Tokyo Olympics: હોકીમાં ભારતના નવા અધ્યાયની શરૂઆત, 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં જીત્યો મેડલ

મનદીપ સિંહની આગેવાનીમાં ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં જર્મનીને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કરી લીધો છે. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા મેડલ પર કબજો કર્યો છે. 

Aug 5, 2021, 08:47 AM IST

Tokyo Olympics LIVE: હોકીમાં જીત, વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલમાં હારી

ટોક્યો ઓલિમ્પિકના 13માં દિવસે ભારતના ખાતામાં વધુ મેડલ આવી શકે છે. આજે ભારતીયોની નજર હોકી મેચ અને રેસલિંગ ઇવેન્ટ પર રહેશે. તમામ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો... 

Aug 5, 2021, 06:12 AM IST

એક સમયે 2-9થી પાછળ હતા રવિ દહિયા, છેલ્લી 1 મિનિટમાં બાજી પલટી નાખી, હવે ગોલ્ડ માટે રમશે, જુઓ દિલધડક Video

દિલેર ભારતીય પહેલવાન રવિ દહિયાએ ટોકિયો ઓલિમ્પિકની ફાઈનલમાં પ્રવેશ કરતા જ ગોલ્ડ મેડલ તરફ ડગલું માંડીને બધાને આશ્ચર્યચકિત કરી નાખ્યા છે.

Aug 4, 2021, 07:26 PM IST

Tokyo Olympics 2020: ગોલ્ડ મેડલનું સપનું રોળાયું, મહિલા હોકીની સેમી ફાઈનલમાં આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવ્યું

ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ અને આર્જેન્ટિના વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ. આ મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવતા મહિલા હોકીમાં ગોલ્ડ મેડલનું સપનું રોળાઈ ગયું છે. હજુ જો કે મેડલની આશા જીવંત છે. 

Aug 4, 2021, 05:15 PM IST

Tokyo Olympics: ભારતનો વધુ એક મેડલ પાકો, રેસલર રવિ કુમાર ફાઇનલમાં પહોંચ્યો, દીપક પૂનિયાની સેમી ફાઈનલમાં હાર

ભારતના રેસલર રવિ કુમાર દહિયા મેન્સ 57 કિલો ફ્રીસ્ટાઇલની ફાઇનલમાં પહોંચી ગયો છે.

Aug 4, 2021, 03:23 PM IST