નેટફ્લિક્સ પર આ 5 હોરર ફિલ્મો...એક એક દ્રશ્ય જોઈ કંપારી છૂટી જાય, એકલા તો બિલકુલ ન જોતા

જો તમને હોરર ફિલ્મો જોવાનો શોખ હોય તો નેટફ્લિક્સ પર એકથી એક ચડિયાતી ફિલ્મો છે. પરંતુ ચેતીને રહેજો કારણ કે આ ફિલ્મો જોઈને તમારી રાતોને ઊંઘ હરામ થઈ શકે છે. આથી આ ફિલ્મો તમારી જોવી હોય તો પણ એકાંતમાં તો બિલકુલ ન જોતા. કોઈની સાથે જોઈ લો. 

1/7
image

કેટલાક લોકોને હોરર ફિલ્મો જોવાનો ખુબ શોખ હોય છે. આજે અમે તમને એવી હોરર ફિલ્મો વિશે જણાવીશું કે જે સસ્પેન્સ અને થ્રિલરની સાથે સાથે હોરરનો એવો જબરદસ્ત ડોઝ આપશે કે જોઈને તમારી ચીસો પડી  જશે. આ ફિલ્મોને એકલા જોવાનું રિસ્ક ન લેતા.   

2/7
image

નેટફ્લિક્સ પર એકથી એક હોરર ફિલ્મો છે. તો ચાલો અમે તમને જણાવીએ આવી જ 5 હોરર ફિલ્મો વિશે જેને જોઈને કઠણ કાળજાના લોકોના પણ હાજા ગગડી જાય. 

બુલબુલ

3/7
image

બુલબુલ ફિલ્મ એ બંગાળી પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ છે જેમાં તમને એનિમલની ભાભી નંબર 2 એટલે કે તૃપ્તિ ડામરી જોવા મળશે. આ ફિલ્મ અનુષ્કા શર્માએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં તૃપ્તિ એક મોટા ઘરની વહુ છે જેની સાથે અત્યાચાર થયેલો છે. ત્યારબાદ બુલબુલ કેવી રીતે બદલો લે છે તેની આજુબાજુ ફરતી ફિલ્મો છે. 

ધ કોન્ઝ્યુરિંગ

4/7
image

જેમ્સ વાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધ કોન્ઝ્યુરિંગ દુનિયાની સારી હોરર ફિલ્મોમાં ગણાય છે. આ ફિલ્મમાં એક કપલ અનેક ઘરોમાં બાળકોને કેદ કરનારી આત્માઓ સાથે વાતચીત કરીને બાળકોને મુક્ત કરાવે છે. 

ઈન્સિડિયસ સિરીઝ

5/7
image

જો તમે હોરર ફિલ્મોના શોખીન હોવ તો 2020માં આવેલી સુપરનેચરલ હોરર ફિલ્મ ઈન્સિડિયસ પણ જોઈ શકો છો. આ ફિલ્મના ડાયરેક્ટર પણ જેમ્સ વાન છે. ફિલ્મમાં પેટ્રિક વિલ્સન અને રોઝ બ્રેન લીડ રોલમાં છે. 

ઓલ ઓફ અસ આર ડેડ

6/7
image

કોરિયન હોરર સિરીઝ 'ઓલ ઓફ અસ આર ડેડ' ઝોમ્બી જોનર પર બેસ્ડ ફિલ્મ છે જે તમને મનોરંજનનો ફૂલ ડોઝ આપશે. તેની વાર્તા એક શાળાની આજુબાજુ ફરે છે. જ્યાં ઝોમ્બી વાયરસ ફેલાવાથી બધા વિદ્યાર્થીઓ ઝોમ્બી બની જાય છે. 

ધ અનઈન્વાઈટેડ

7/7
image

હોન્ટેડ હાઉસ પર બનેલી હોરર ફિલ્મ ધ અનઈન્વાઈટેડ પણ દુનિયાની બેસ્ટ હોરર ફિલ્મોમાંથી એક છે. ફિલ્મની કહાની એક એવી છોકરીની આજુબાજુ ફરે છે જે માનસિક બીમારીથી લડ્યા બાદ હોસ્પિટલથી ઘરે પાછી ફરે છે અને તેની સાથે અનેક ડરામણી ઘટનાઓ ઘટે છે. આ ફિલ્મના ડાયરેક્ટર ચાર્લ્સ ગોર્ડ છે.