અહીં સુહાગરાત પહેલા વર-કન્યા જાય છે સ્મશાન ઘાટ, જાણો કારણ

Jaisalmer News Today: ભારતીયોના લગ્નમાં અનેક પ્રકારની પરંપરા હોય છે. કેટલાક લગ્નોમાં એટલી બધી વિધિઓ હોય છે કે તે રાતથી સવાર સુધી ચાલે છે પરંતુ વિધિઓ બિલકુલ સમાપ્ત થતી નથી. તો લગ્ન બાદ દરેક કપલની સુહાગરાત થાય છે. તે માટે દરેક યુવક-યુવતી અનેક સપના જુએ છે પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સુહાગરાત પહેલા સ્મશાન ઘાટ જવામાં આવે. 
 

બડા બાગમાં છત્રીઓ સાથેનું સ્થાન

1/8
image

ફક્ત આ સાંભળીને રૂવાંડા ઉભા થઈ જાય છે, તે વર અને કન્યા વિશે વિચારો કે જેમણે તેમના હનીમૂન પહેલા સ્મશાન જવું પડશે. વાસ્તવમાં રાજસ્થાનના જેસલમેરમાં 6 કિલોમીટર દૂર એક જગ્યા છે જેનું નામ બડા બાગ છે. આ જગ્યા ખૂબ જ સુંદર છે. આ જગ્યાને છત્રીઓવાળી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે.

રાજ પરિવારનું પારિવારિક સ્મશાન ઘાટ

2/8
image

એવું કહેવાય છે કે અહીં જેસલમેરના રાજવી પરિવારનું પારિવારિક સ્મશાન છે. જો અહીં કોઈના ઘરમાં કોઈ વિશેષ કાર્ય હોય તો તેણે સૌથી પહેલા સ્મશાનમાં જઈને પૂજા કરવાની હોય છે. અહીંના રહેવાસીઓનું માનવું છે કે લગ્ન પછી પૂર્ણિમાના દિવસે આ જ સ્મશાનમાં પ્રથમ પૂજા કરવામાં આવે છે. હનીમૂન પહેલાં, વર અને કન્યા સ્મશાનમાં આવે છે અને પ્રાર્થના કરે છે.

કોઈ પૂજા માટે નથી કરતું મજબૂર

3/8
image

લોકો પ્રમાણે અહીં પરંપરા વર્ષોથી ચાલી આવે છે પરંતુ તે માટે કોઈને મજબૂર કરવામાં આવતા નથી. તેમ છતાં વર-કન્યા સુહાગરાત પહેલા સ્મશાન ઘાટ જઈને પૂજા જરૂર કરે છે. 

 

સ્મશાનની છતરીઓમાંથી હુક્કા પીવાના અવાજો

4/8
image

સ્થાનિક વડીલોનું માનવું છે કે ઘણી વખત રાત્રે સ્મશાનની છત્રીઓમાંથી હુક્કા પીવાના અવાજો સંભળાય છે. આ સાથે અહીં તમાકુની વાસ પણ આવે છે. આજુબાજુ રહેતા લોકોનું કહેવું છે કે ક્યારેક સૂર્ય આથમ્યા પછી પણ હાસ્ય અને કલરવના અવાજો સંભળાય છે.

સાંજ પડ્યા બાદ કોઈ જતું નથી

5/8
image

કેટલાક લોકોનું કહેવું છે કે અહીં લોકોને પાછલા સમયની રાણિઓ અને રાજકુમારીઓ પણ જોવા મળી ચુકી છે. પરંતુ દિવસના સમયે ગમે તે જઈને અહીં પૂજા પાઠ કરી શકે છે, પરંતુ સાંજ પડ્યા બાદ ત્યાં કોઈ જતું નથી. 

 

પર્યટકોને પણ લાગે છે વિચિત્ર

6/8
image

ડરાવતા અવાજો માત્ર રાત્રે સંભળાઈ તેવું નથી. ઘણા પ્રયટકોએ જણાવ્યું કે સાંજ થયા બાદ ત્યાં રોકાવામાં ડર લાગે છે. 

 

103 રાજા રાણિઓની છે સમાધી

7/8
image

જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ જગ્યા પર 103 રાજાઓ અને રાણીઓની છત્રીઓ છે. તેમની નીચે તેમની સમાધિ પણ બનાવવામાં આવી છે. આ સ્થાન પર ખેતરપાલ જીનું મંદિર છે, જેને ત્યાંના લોકો લોક દેવતા માને છે.

 

 

 

આત્માઓ કરવા આવે છે પૂજા

8/8
image

માન્યતા છે કે ખેત્રપાલ જી આ જગ્યાની 7 યોગિનીઓના ભાઈ હતી. તો રાજ પરિવારના બધા દિવંગત સભ્યો દરરોજ રાત્રે આ મંદિરમાં પૂજા કરવા માટે આવે છે.