સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ યાત્રિક ભવનનું અમિત શાહના હસ્તે લોકાર્પણ, Photos

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 200 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું. 8 માળ અને 1100 રૂમ ધરાવતું આ યાત્રિક ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ફાઈવ સ્ટાર હોટલને પણ ઝાંખુ પાડે તેવું છે આ ભવન. આ યાત્રિક ભવનની વિશેષતાઓ ખાસ જાણો.

1100 રૂમનું યાત્રિક ભવન

1/4
image

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે 8 માળ અને 1100 રૂમ ધરાવતું આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જ્યાં 2500 વાહનોની વિશાળ પાર્કિંગ વ્યવસ્થા છે. આ ભવનનું બાંધકામ 9,00,000 સ્ક્વેર ફૂટમાં કરાયું છે.   

આધુનિક યાત્રિક ભવન

2/4
image

આ આધુનિક સુવિધાઓથી સજ્જ યાત્રિક ભવનમાં 500 AC અને 300 નોન AC રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ભવન 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ છે. આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે. યાત્રી ભવન બનાવવા ૫૦ લાખ કીલો સ્ટીલનો ઉપયોગ થયો છે. ભવનમાં બે લાખ 25 હજાર લીટર પાણીની સંગ્રહ ક્ષમતાની ટાંકી છે. ગરમ પાણી માટે 9 હજાર લીટરનો હીટ પંપ રાખવામાં આવ્યો છે. 42 આર ઓ વોટર પોઇન્ટની સુવિધા અપાઈ છે.   

દરેક રૂમમાં સૂર્યપ્રકાશની વ્યવસ્થા

3/4
image

યાત્રિક ભવનના દરેક રૂમમાં સૂર્ય પ્રકાશ મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. દરેક રૂમને બાલ્કની આપવામાં આવી છે. 10 લીફ્ટ, 6 સીડી અને ફાયર સેફ્ટીથી સજ્જ યાત્રિક ભવન છે. 2500થી વધારે કારનું વિશાળ પાર્કીંગ વ્યવસ્થા છે.   

રૂમનું ભાડું

4/4
image

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં બનેલા આ યાત્રિક ભવનમાં 400 AC રૂમ દીઠ ભાડુ 1500 રૂપિયા અને 300 નોન AC રૂમ દીઠ 800 રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે.