Upcoming Debut Films: 2023 માં આ બોલીવુડ ડેબ્યુ ફિલ્મો મચાવશે ધમાલ! આતુરતાથી જોવાઈ રહી છે રાહ

Actors in Debut Film 2023: વર્ષ 2022 પુરું થવાને આરે છે અને નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ કેટલીક બોલીવુડ ડેબ્યૂ ફિલ્મો પર સૌ કોઈની નજર છે. ડેબ્યુ ફિલ્મો એટલાં માટે કે આ ફિલ્મોથી કોઈકને કોઈક સ્ટાર કીડ પોતાની કરિયરનું ડેબ્યુ કરી રહ્યો છે. 


 

 

1/5
image

વરુણ તેજ તેલુગુ ફિલ્મ ઉદ્યોગનો અભિનેતા છે. આવતા વર્ષે તે તેની દ્વિભાષી ફિલ્મ #VT13 થી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકશે. આ ફિલ્મમાં તે ભારતીય વાયુસેના અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.

2/5
image

અગસ્ત્ય નંદા મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પૌત્ર છે. તે ઝોયા અખ્તરની ધ આર્ચીઝ સાથે સિલ્વર સ્ક્રીન પર ડેબ્યૂ કરશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે અને તેમાં સુહાના ખાન અને ખુશી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

3/5
image

એક ગાયક તરીકે પોતાની ઓળખ બનાવ્યા બાદ, ગુરુ રંધાવા હવે એક અભિનેતા તરીકે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે તૈયાર છે. તે 'કુછ ખટ્ટા હો જાયે'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે અનુપમ ખેર પણ જોવા મળશે.

4/5
image

અહાન પાંડે અભિનેત્રી અનન્યા પાંડેનો કઝીન છે. ફિલ્મનું નામ હજુ જાણી શકાયું નથી પરંતુ અહાન પણ બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં અજય દેવગણ પણ જોવા મળશે.

5/5
image

જુનૈદ ખાન આમિર ખાનનો પુત્ર છે. તમને જણાવી દઈએ કે તે ફિલ્મ 'મહારાજા' થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે જુનૈદના ખભા પર મોટી જવાબદારી છે કારણ કે ક્યાંક ને ક્યાંક તેની તુલના તેના પિતા સાથે કરવામાં આવશે.