19 જૂને ઓપન થશે દિગ્ગજ કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં ફાયદાનો સંકેત, જાણો પ્રાઇઝ બેન્ડ

DEE Development Engineers IPO: આઈપીઓ હેઠળ 325 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેર જારી કરવામાં આવશે. આ સિવાય પ્રમોટર કૃષ્ણ લલિત બંસલ 93 કરોડ રૂપિયાના શેર વેચશે. 

DEE Development Engineers IPO

1/4
image

પાઇપિંગ સોલ્યુશન પ્રોવાઇડર કંપની ધ ડેવલોપમેન્ટ એન્જિનિયર્સ લિમિટેડ (ડીડીઈએલ) નો આઈપીઓ 19 જૂને ખુલવાનો છે. આ ઈશ્યૂ 21 જૂને બંધ થશે. આ આઈપીઓ દ્વારા કંપની 418 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે. આઈપીઓ માટે કંપનીએ 193-203 રૂપિયા પ્રતિ શેર ઈશ્યૂ પ્રાઇઝ નક્કી કરી છે. ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો તે 35 રૂપિયા છે. આ રીતે આઈપીઓનું લિસ્ટિંગ 238 રૂપિયા પર સંભવ છે. આ ભાવ 17 ટકા પ્રીમિયમ દર્શાવે છે. 

325 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેર

2/4
image

આઈપીઓ સંબંધિત ડોક્યુમેન્ટ્સના ડ્રાફ્ટ પ્રમાણે આઈપીઓ હેઠળ 325 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેર જારી કરવામાં આવશે. આ સિવાય પ્રમોટર કૃષ્ણ લલિત બંસલ 93 કરોડ રૂપિયાના 45.82 લાખ ઈક્વિટી શેર વેચશે. આ રીતે આઈપીઓનો કુલ આકાર 418 કરોડ રૂપિયા થઈ જાય છે. કંપનીના મુખ્ય નાણા અધિકારી સમીર અગ્રવાલે કહ્યું કે શેરના વેચાણથી ભેગા કરવામાં આવેલા 325 કરોડ રૂપિયામાંથી 175 કરોડ રૂપિયા લોન ચુકવણી, 75 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલની જરૂરીયાત પૂરી કરવા અને બાકીના 75 કરોડ રૂપિયા સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરવામાં આવશે. 

કંપની વિશે

3/4
image

અમે તમને જણાવી દઈએ કે ડેવલપમેન્ટ એ એક એન્જિનિયરિંગ કંપની છે જે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, મેન્યુફેક્ચરિંગ દ્વારા તેલ અને ગેસ, પાવર (પરમાણુ સહિત), રાસાયણિક અને અન્ય પ્રોસેસિંગ ઉદ્યોગો માટે ખાસ પ્રક્રિયા પાઇપિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ અને ઈક્વિરસ કેપિટલ ડીઈઈ પાઈપિંગ સિસ્ટમ્સ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે. તો લિંક ઇનટાઈમ ઈન્ડિયા ઈશ્યૂ માટે રજીસ્ટ્રાર છે. કંપનીના શેર બીએસઈ અને એનએસઈ બંને પર 26 જૂને લિસ્ટ થઈ શકે છે.

કોના માટે કેટલા શેર

4/4
image

ધ ડેવલોપમેન્ટ એન્જિનિયર્સ લિમિટેડે  1 કરોડ શેર કંપનીના યોગ્ય કર્મચારીઓ માટે રિઝર્વ રાખ્યા છે, જેને પ્રતિ શેર 19 રૂપિયાની છૂટ મળશે. આ ઈશ્યૂના 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સ (QIB) માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે, જ્યારે બિન-સંસ્થાગત ઈન્વેસ્ટરો પાસે નેટ પ્રપોઝલના 15 ટકા છે. જ્યારે બાકીના 35 ટકા રિટેલ ઈન્વેસ્ટરોને ફાળવવામાં આવશે.