ધન-વૈભવના દાતા શુક્રનો થશે ઉદય, આ 3 રાશિવાળા સિદ્ધિઓના શિખરે બિરાજમાન થશે, ધન-સંપત્તિ ચારગણી વધશે
venus planet : જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયે ઉદય અને અસ્ત થતા હોય છે. જેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. ધન-વૈભવ, ઐશ્વર્ય, સુખ સાહિબીના કારક ગ્રહ શુક્ર જૂનમાં ઉદય થવા જઈ રહ્યા છે. શુક્ર મિથુનમાં ઉદય થશે. આવામાં કેટલીક રાશિઓ પર તેની સારી અસર જોવા મળશે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
વૃષભ રાશિ
તમારા માટે શુક્ર ગ્રહનું ઉદય થવું ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી ધન અને વાણી ભાવ પર ઉદય થવા જઈ રહ્યો છે. તમારા માટે આ સમય સારો ચાલી રહ્યો છે.
આથી આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સાથે જ આ સમયગાળામાં નોકરીમાં સફળતા અને અનેક શુભ અવસર મળી શકે છે. પ્રમોશનના પણ યોગ છે. તમારા વ્યક્તિત્વમાં નીખાર આવશે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે.
ધનુ રાશિ
શુક્ર ગ્રહનું ઉદય થવું એ ધનુ રાશિના જાતકો માટે ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી પંચમ ભાવ પર ઉદય થશે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. પ્રેમ વિવાહ થઈ શકે છે. જે લોકો ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય તેમના માટે સમય સારો રહેશે. તમને સારો એવો ફાયદો મળશે.
સિંહ રાશિ
શુક્રનું ઉદય થવું એ તમારી કરિયર અને વેપાર માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યો છે. આ સમય દરમિયાન તમારી કરિયરમાં પ્રગતિ માટે સારી તકો મળશે. જે તમને મોટો લાભ કરાવી શકે છે.
કઈક નવું શીખશો જે તમારી કરિયરમાં વધારો કરાવશે. નોકરીયાતોને પદોન્નતિ થઈ શકે છે. જો વેપારી હોવ તો તમને વેપારમાં સફળતા મળશે. વેપારનો વિસ્તાર પણ થશે.
Disclaimer
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી
Trending Photos