જવું તો જવું ક્યાં? મુંબઇના રસ્તા પર આમ ફરી રહ્યા હતા વિરાટ-અનુષ્કા, તેમ છતાં કેમેરામાં કેદ થયું કપલ

Virat Kohli-Anushka Sharma Scooter Ride: વિરાટ કોહલી અને અનુષ્કાર શર્માને આજે મુંબઇમાં સ્પોર્ટ કરવામાં આવ્યા પરંતુ કંઈક અલગ અંદાજમાં. આ સ્ટાર કપલ આજે ઓળખ છૂપાવીને મુંબઇના રસ્તા પર સ્કૂટી રાઈડની મજા માણી રહ્યા હતા.

1/5
image

ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેક લઇ વિરાટ કોહલી આ સમયે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. આ વચ્ચે શનિવારના વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઇમાં ફરવા નિકળ્યો હતો પરંતુ ઓળખ છૂપાવીને. પરંતુ તેમ છતાં મીડિયાને તેની જાણ થઈ ગઈ હતી.

2/5
image

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આજે મુંબઇમાં આ અંદાજમાં સ્પોર્ટ થયા. હેલમેટથી ચહેરો છૂપાવી સ્કૂટી પર સવાર અને માયાનગરીના સરસ વાતાવરણની મજા લેવા નીકળી પડ્યા. કદાચ બંનેને લાગી રહ્યું હતું કે આ રીતે તેમને કોઈ ઓળખી શકશે નહીં પરંતુ મીડિયાના કેમેરાથી શું છુપાવી શકાય?

3/5
image

લોકોને તેની જાણ થઈ અને સ્કૂટી પર ફરવા નીકળેલા આ સ્ટાર કપલની તસવીરો કેમેરામાં કેદ થઈ ગઈ. હવે સ્થિતિ એવી છે કે આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહી છે અને બંનેની આ સ્ટાઇલને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

4/5
image

જોકે બંનેએ પોતાની ઓળખ છુપાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. વિરાટ કોહલી ટૂંક સમયમાં લાંબા સમય પછી ભારત અને પાકિસ્તાનની મેચમાં રમવા જઈ રહ્યો છે, તેથી તે જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યો છે અને ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યો છે, પરંતુ આ દરમિયાન તે મુંબઈમાં સ્કૂટીની સવાર કરતો જોવા મળ્યો.

5/5
image

જ્યાં વિરાટ કોહલી લાંબા વિરામ બાદ પુનરાગમન કરવા જઈ રહ્યો છે, ત્યારે અનુષ્કા શર્મા પણ ચાર વર્ષ પછી ચકદા એક્સપ્રેસથી સિલ્વર સ્ક્રીન પર જોવા મળી રહી છે, જેના માટે તે ખૂબ મહેનત પણ કરી રહી છે. લાંબા સમય બાદ તેને મોટા પડદા પર જોવા માટે ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે.