Virat Kohli: IPL 2024 પહેલાં વિરાટ કોહલીએ કરાવી ધોની જેવી હેરસ્ટાઇલ, સોશિયલ મીડિયા છવાયા ફોટા

Virat Kohli New Hair Style: રોયલ ચેલેંજર્સ બેંગ્લોર સ્ટારના બેટ્સમેન વિરાટ કોહલી આઇપીએલ 2024 પહેલાં ટીમ સાથે જોડાઇ ચૂક્યા છે. RCB એ વિરાટ કોહલીનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. હવે ટૂર્નામેન્ટની શરૂઆતમાં ફક્ત ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. આ પહેલાં વિરાટ કોહલીએ નવા હેરકટ કરાવ્યા છે. તેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. 
 

ગત સિઝનમાં શાનદાર બેટીંગ

1/5
image

કોહલીએ આઇપીલ 2023 માં શાનદાર બેટીંગ કરી હતી. તેમણે 14 મેચોમાં 639 રન બનાવ્યા હતા. આ સીઝનમાં તેમના બેટ વડે 2 સદી પણ નિકળી હતી. બીજી સદી સાથે જ તેમને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ક્રિસ ગેલને માત આપી હતી. તો બીજી તરફ કોહલીના નામે આ સીઝનમાં 6 ફીફ્ટી પણ હતી. હવે ફેન્સને આગામી આઇપીએલ સીઝનમાં તેમની ઘાતક બેટીંગ માટે રાહ જોઇ રહ્યા છે. 

IPL માં ખૂબ ચાલ્યું હતું બેટ

2/5
image

IPLમાં કોહલીનું બેટ જોરદાર ગર્જના કરે છે. રેકોર્ડ્સ તેની સાક્ષી આપે છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, કોહલીએ અત્યાર સુધીમાં 7263 રન બનાવ્યા છે. તે IPLમાં 7000+ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે. આ ઉપરાંત તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ છે. તેના નામે 7 સદી છે.

કોહલીના ન્યૂ હેરકટને પસંદ કરે છે ફેન્સ

3/5
image

વિરાટ કોહલીની નવી હેરસ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. એક યુઝરે લખ્યું, 'ડેશિંગ લુક. તો બીજા યુઝરે લખ્યું, 'બેસ્ટ એવર પિક.' તમને જણાવી દઈએ કે કોહલીના ફેન્સ તેને મેદાનમાં જોવા માટે આતુર છે. કોહલી છેલ્લા બે મહિનાથી મેદાનથી દૂર છે.  

ધોનીએ પણ કરાવ્યા હતા આવા જ હેરકટ

4/5
image

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ 2021માં આવા જ હેરકટ કરાવ્યા હતા. અલીમ હકીમે તેના ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પણ પોસ્ટ કરી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

કોહલીએ કરાવ્યા નવા હેરકટ

5/5
image

IPL પહેલા વિરાટ કોહલીએ નવા હેરકટ કરાવ્યા છે. ફેમસ હેરસ્ટાઈલિસ્ટ અલીમ હકીમે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે, જેમાં કોહલી નવા હેરકટ સાથે જોવા મળી રહ્યો છે. કેપ્શનમાં લખ્યું છે, 'The one and only King Kohli.'