ગુજરાત કી હવા મેં વેપાર હૈ...સરળ ભાષામાં સમજો શૂન્યથી માંડીને ખર્વ સુધીનું ગણિત
આજના યુગમાં સૌથી મહત્વની વસ્તુ હોય તો તે રૂપિયા છે.દરેક લોકો પોતાના રોજીંદા વ્યવહારમાં રૂપિયાનો ઉપયોગ કરતા હોય છે.પરંતુ રૂપિયાના પણ અલગ અલગ માપદંડ હોય છે.અલગ અલગ દેશમાં ચલણ અલગ અલગ હોય છે.ક્યાંક રૂપિયા ક્યાંક ડોલર તરીકે ઓળખાતા હોય છે. Million, Billion અને Trillion શું હોય છે, ક્યાં શબ્દોનું શું થાય છે અર્થ તે સરળ શબ્દોમાં જાણો...
નરેશ ધારાણી, અમદાવાદઃ દરેક વ્યક્તિ 1 રૂપિયાથી માંડી લાખો સુધીના વ્યવહારને જાણતા હોય છે.પરંતુ જ્યારે વ્યવહાર મિલિયન, બિલિયન અને ટ્રિલિયનમાં કરવામાં આવે તો લોકો મુંઝાય છે.એટલે જ દરેક Million, Billion અને Trillion વિશે પણ જાણવું જરૂરી છે.મિલિયન, બિલિયન અને ટ્રિલિયનનું શું અર્થ છે.એક મિલિયન બરાબર કેટલા લાખ થાય આવા પ્રશ્નો દરેક વ્યક્તિને થતા હોય છે. નાના આંકડા આવે તો આપણે આંગળીના વેઢે ગણી શકીએ છીએ.પરંતુ જ્યારે મોટી રકમના માત્ર આપણે નામ જાણતા હોવા છતા તેનો અર્થ ખબર નથી હોતો.જેમ કે અરબ, ખર્વ, નિખર્વ, મિલિયન, બિલિયન અને ટ્રિલિયન.તો આજે તમને આવી દરેક આંકડાકિય માયાજાળથી મુક્તિ અપાવીશું.
ભારતીય વ્યવહાર મુજબ આંકડાની માયાજાળ
ભારતીય સંખ્યા વાચનમાં અબજ સુધીની સંખ્યાઓ આપણે રોજિંદા વપરાશમાં લઈએ છીએ.પણ તેના પછીની સંખ્યાઓમાં જવાનું આવે તો અટવાઈ જઈએ.જેમ કે ખર્વ, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય અને પરાર્ધ આ એવી સંખ્યા છે જેના વિશે દરેક પાસે માહિતી નથી હોતી.આજે તમને અબજ બાદ આવતી સંખ્યાથી પરિચીત કરાવીએ..
એક ખર્વ એટલે કેટલા રૂપિયા
સામાન્ય રીતે અબજ બાદ ખર્વ આવે છે.એટલે એક ખર્વ એટલે 10 અબજ રૂપિયા એટલે કે હજાર કરોડ રૂપિયા થાય છે.1 ખર્વ લખવા માટે 1ની પાછળ 10 શૂન્ય લાગે છે.
નિખર્વ એટલે કેટલા રૂપિયા
ખર્વથી આગળ વધો તો તમારો સામનો થાય નિખર્વ સાથે. એક નિખર્વ બરાબર 10 ખર્વ એટલે કે 100 અબજ થાય છે.અને 1 નિખર્વ લખવા માટે 1ની પાછળ 11 શૂન્ય લગાવવા પડે છે.
મહાપદ્મ, શંકુ, જલધિ જેવી રકમનો અર્થ સમજો
મોટા ભાગે આ રકમનો રોજીંદા વ્યવહારમાં ખુબ જ ઓછો ઉપયોગ થાય છે.પરંતુ તેનો અર્થ જોઈએ તો એક મહાપદ્મ બરાબર 100 ખર્વ એટલે હજાર અબજ થાય.તેવી જ રીતે એક શંકુ બરાબર હજાર ખર્વ થાય. શંકુ માટે નીલ શબ્દનો પણ ઉપયોગ થાય છે. એક જલધિ બરાબર દસ હજાર ખર્વ, એક અંત્ય બરાબર એક લાખ ખર્વ, મધ્ય બરાબર સો જલધિ અને પરાર્ધ બરાબર સો અંત્ય થાય છે.
મિલિયન (Million) એટલે શું
મિલિયન એ અંગ્રેજી ભાષાનો શભ્દ છે.જે સૌથી વધુ વિદેશોમાં ઉપયોગમાં લેવાય છે.જો કે આજના હાઈટેક યુગમાં ભારતમાં પણ તેનો ચલણ વધ્યું છે. એક મિલિયન એટલે 10 લાખ રૂપિયા થાય છે.આકંડામાં કહીએ તો 1ની પાછળ 6 શૂન્ય લખવામાં આવે ત્યારે એક મિલિયન થાય છે.મિલિય શબ્દ સોર્ટ ફોર્મ માટે વપરાય છે.જેમાં કોઈ પણ સોશિયલ મીડિયામા કોઈને 1,00,000 લાઈક કે વિવ મળે તો 100k લખવામાં આવે છે.જેમાં 100kનો અર્થ થાય છે 1 લાખ. એટલે આપણે જેને 10 લાખ કહીએ છીએ તેને અંગ્રેજી ભાષામાં 1 મિલિયન કહેવામાં આવે છે.
બિલિયન (Billion) એટલે શું
આ પણ મિલિયનની જેમ અંગ્રજી ભાષામાં વપરાતો શબ્દ છે. 1 બિલિયન (Billion) બરાબર 100 મિલિયન થાય છે.જેને 1B=100M આવી રીતે લખવામાં આવે છે.પરંતુ સરળ ભાષામાં કહીએ તો એક મિલિયન બરાબાર 100 કરોડ એટલે કે 1 અરબ કહવાય છે.પરંતુ વર્તમાન યુગમાં બિલિયન વધુ વપરાતો શબ્દ છે. બિલિયન લખવા માટે 1ની પાછળ 9 શૂન્ય લગાવવા પડે છે.
ટ્રિલિયન (Trillion) એટલે શું
દેશના GDPની વાત આવે ત્યારે ટ્રિલિયન શબ્દનો વધુ ઉપયોગ થાય છે.આ આંકડાની દ્રષ્ટીએ ખુબ જ મોટો નંબર માનવામાં આવે છે.જે રોજીંદા વ્યવહારમાં ખુબ જ ઓછો સાંભળવા મળતો હોય છે.1 ટ્રિલિયન બરાબર 1 હજાર બિલિયન થાય છે.જેને રૂપિયાની ભાષામાં કહીએ તો 1 ટ્રિલિયન એટલે 1 લાખ કરોડ થાય છે.જો સામાન્ય લોકોને ટ્રિલિય લખવાનું કહીએ તો કેટલા શૂન્ય લાગે તેની પણ જાણ નહીં હોય.જો તમારે એક ટ્રિલિયન લખવું હોય તો 1ની પાછળ 12 ઝીરો લગાવવા પડશે.
શૂન્ય (0)(Zero) વગર કશું જ શક્ય નથી
લાખ હોય કે કરોડ, મિલિયન હોય કે ટ્રિલિયન પણ શૂન્ય વગર કંઈ જ શક્ય નથી.જો શૂન્ય હોય તો જ આ બધા આંકડા બની શકે છે.ઝીરો એટલે ભલે કશું જ નહીં પણ આંકડાની પાછળ લાગે એટલે તેની કિંમત સમજાય.સૌથી મહત્વના ગણાતા એ શૂન્યની શોધ ભારતમાં જ થઈ હતી.9મી સદીમાં આરબો દ્વારા ' ઝીરો'ની શોધ સમગ્ર વિશ્વમાં પહોચી.શૂન્યની શોધ ભારતિય ગણિતજ્ઞ આર્યભટ્ટે ઈ.સ.પૂર્વે 500માં કરી હતી.ઇ.સ.458ના જૈન ગ્રંથ લોકવિભાગમાં શૂન્યનો ઉલ્લેખ મળે છે.
આંકડાનું સામાન્ય ગણિત
આંકડાનું સામાન્ય ગણિત 1 મિલિયન = 10 લાખ 10 મિલિયન = 1 કરોડ 1 બિલિયન = 100 કરોડ 10 બિલિયન = 1 હજાર કરોડ 1 ટ્રિલિયન = 100 બિલિયન
હવે તમને કોઈ Million, Billion અને Trillion કે પછી ખર્વ, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય અને પરાર્ધ કે તો સમસ્યા નહીં થાય.આમાથી બહુ ઓછી સંખ્યા રોજના વ્યવહારમાં ઉપયોગમાં લેવાતી હોય છે.પરંતુ જ્યારે નેશનલ કે ઈન્ટરનેશન લેવલની વાત આવે તો આ જ શબ્દોમાં આંકડા જોવા મળતા હોય છે.
Trending Photos