નેટવર્ક માટે લાગતા G નો શું છે મતલબ, 2G, 3G, 4G, 5G એટલે શું, કોની કેટલી સ્પીડ હોય?

તમે મોબાઈલ અને ઈન્ટરનેટ તો વાપરતા હશો. પરંતુ 2G, 3G, 4G બાદ હવે તો 5Gની વાતોથી બજાર  ગરમ છે. મોબાઈલ લેવા જાઓ ત્યારે તમે પેહલા એ જોવો છે કે મોબાઈલનો ક્યાં G માં સમાવેશ થયેલો છે. પરંતુ તમે આ તમામ G ના મતલબ નહીં જાણતો હો.

સામાન્ય રીતે જીનો ઉપયોગ સન્માન માટે વપરાય છે. કોઈ પણ વ્યક્તિને સન્માન સાથે બોલવવા માટે જીનો ઉપયોગ થાય છે. પરંતુ ઈન્ટરનેટની દુનિયમાં જીનો મતલબ અલગ જ થાય છે. અહીં Gનો મતલબ થાય છે જનરેશન. અહી જીની આગળ લાગેલા નંબર જનરેશન નક્કી કરે છે. જેથી ટેક્નોલોજીના વિકાસની સાથે જીની આગળ લાગતા આંકડામાં પણ વધારો થયો.

એ સમય તો યાદ જ હશે કે મોબાઈલમાં ઈન્ટરનેટ વાપરતી વખતે ક્લિક કર્યા બાદ ટેબને ખુલવા માટે રાહ જોવી પડતી હતી. એક ક્લિક કર્યા બાદ લોન્ડિંગમાં વધારે સમય વપરાતો હતો. પરંતુ હવે તો માટે ક્લિક કરવાની સાથે દુનિયાની તમામ વિગતો તમારી આંખની સામે આવી જાય છે. સૌથી પહેલા 1Gથી શરૂઆત થઈ હતી. જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થયો તેમ તેમ 2G, 3G, 4G સુધી જનરેશન બદલાઈ. અને અત્યારે તો 5Gની બોલબાલા છે.

શું છે 1G?

1/5
image

વાયરલેસ ફોનની શરૂઆત 1Gથી થઈ હતી. આ પ્રકારના ફોનમાં એનલોગ સિગ્નલનો ઉપયોગ થતો હતો. આ ટેક્નોલોજી સૌથી પહેલાં 1980માં માર્કેટમાં આવી હતી.  જેની સ્પીડ લીમીટ 2.4 kbps હતી. જેને સૌથી પહેલાં અમેરિકામાં લોન્ચ કરવામાં આવી હતી. આ ફોનમાં બેટરી ખુબ ઓછી ચાલતી હતી. અને ખરાબ ઓડિયો કોલેટીની સાથે સિક્યોરિટી પણ ખુબ ઓછી હતી.

શું છે 2G?

2/5
image

1991માં 2G શરૂ કરવામાં આવ્યું. જેમાં ડિજિટલ સિગ્નલ વાપરવામાં આવ્યું હતું. તેની સ્પીડ 64 kbps હતી. જેને સૌથી પહેલાં ફીનલેન્ડમાં લોંચ કરવામાં આવી હતી. 2જી ટેક્નોલોજીથી ફોનથી મેસેજ મોકલવા, કેમરા અને ઈમેલની શરૂઆત થઈ હતી. જેમાં લોકોને તેમાંથી ડાઉનલોડ કરવું સહેલું લાગતું અને ફાવતું હતું.

શું છે 3G?

3/5
image

વર્ષ 2000થી શરૂ થનાર 3Gથી ટેલિકોમ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાઈ. મોબાઈલની ડિઝાઈન બદલાવાની સાથે હેવી ગેમ રમવી, વીડિયો કોલ કરવા અનો ફોનલ કોલની ઓડિયો કોલિટી સહિત બેટરી બેકમાં પણ વધારો થયો. સ્માર્ટ ફોનની સાથે  આ યુગમાં ડેટા પ્લાનની પણ શરૂઆત થઈ હતી. પરંતુ 3જીની પણ કેટલીક ખામીઓ હતી. આનો ડેટા પેક ખૂબ જ મોઘું હતું. સાથે અન્યની સરખામણીએ 3જી ફોન પર મોંઘા આવતા હતા.

શું છે 4G?

4/5
image

4G નેટવર્કની વર્ષ 2011માં માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેનાથી લોકોને હાઈસ્પીડ ઈન્ટરનેટ વાપરવા મળ્યું. બાકી બધી જનરેશન કરતા 4જીમાં વધુ ડાઊનલોડની સ્પીડ મળી. 4જીના આગમનથી મલ્ટીમીડિયાની દુનિયાની વિકસી. ખરાબ નેટવર્કમાં પણ 4જીની સ્પીટ 54kbps સ્પીડ જોવા મળે છે. શરૂઆતના તબક્કામાં 4જી પ્લાન ખુબ જ મોંઘા હતા. પરંતુ તે ધીરે ધીરે સામાન્ય માણસ સુધી પહોંચી ગયા. અને અત્યારે તો અગાઉ 2જી અને 3જીના પ્લાન હતા તેનાથી પણ સસ્તા પેકેજ મળી રહ્યા છે.

5G યુગના મંડાણ

5/5
image

મોટાભાગે હાલ તો 4જી નેટવર્ક જ વપરાય છે. પરંતુ કેટલાક દેશમાં 5જીની શરૂઆત થઈ ચૂકી છે. ભારતમાં પણ હવે ધીરે ધીરે 5જી ફોનનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે 5જી ટેક્નોલોજી ખૂબ જ સુપરફાસ્ટ હશે. અને  વીડિઓ અને ઓડિયોની કોલિટી ખુબ જ  સારી અને સિક્યોરી પણ વધારે હશે.