દીપડો, જેગુઆર અને ચિત્તામાં હોય છે શું તફાવત? શું ભારતમાં સાચે જ એક પણ ચિત્તો નથી?

What is the difference between Cheetah, Leepard & Jaguar: ભારતમાં છેલ્લો ચિત્તો વર્ષ 1948માં છત્તીસગઢ રાજ્યમાં દેખાયો હતો.સરકારે ચિત્તાની શોધ કરી આપનાર માટે 5 લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. પરંતુ કોઇને ચિત્તા દેખાયાો નહોતા. કહેવાય છે કે મુગલ રાજા અકબરે તેના શાસન કાળમાં લગભગ 1000 ચિત્તા સાચવી રાખ્યા હતા.એ સમયે દેશમાં ચિત્તાઓની સંખ્યા ખુબ જ વધારે હતી. એવા અનેક ઐતિહાસિક પુરાવા છે જેનાથી જાણી શકાય છે તે આઝાદી પહેલા મુઘલ કાળમાં આઝાદી પહેલા સુધી કેટલાક નવાબો અને રાજા મહારાજ ચિત્તા પાળવાનો ખતરનાક શોખ ધરાવતા હતા. ચિત્તાઓને સાંકળોથી બાંધીને રખાતા. ઘણીવાર નવાબો તેમના વિરોધી અને દુશ્મનોને સજા આપવા તેમને ચિત્તાઓ સામે જીવતા નાંખી દેતા. જાણકારી મુજબ ભારતમાં આઝાદી બાદ 1947માં છેલ્લા 3 એશિયાઇ ચિત્તા બચ્યા હતા. છત્તીસગઢમાં કોરિયાના મહારાજા રમાનુજ પ્રતાપ સિંહ દેવે 1947માં ત્રણ ચિત્તાઓનો શિકાર કર્યો હતો. જાણો દીપડો, જેગુઆર અને ચિત્તો એટલેકે, પેન્થરમાં હોય છે શું તફાવત...

What is the difference between Cheetah, Leepard & Jaguar:

1/6
image

ભારતમાં છેલ્લો ચિત્તો વર્ષ 1948માં છત્તીસગઢ રાજ્યમાં દેખાયો હતો.સરકારે ચિત્તાની શોધ કરી આપનાર માટે 5 લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. પરંતુ કોઇને ચિત્તા દેખાયાો નહોતા.કહેવાય છે કે મુગલ રાજા અકબરે તેના શાસન કાળમાં લગભગ 1000 ચિત્તા સાચવી રાખ્યા હતા.એ સમયે દેશમાં ચિત્તાઓની સંખ્યા ખુબ જ વધારે હતી. એવા અનેક ઐતિહાસિક પુરાવા છે જેનાથી જાણી શકાય છે તે આઝાદી પહેલા મુઘલ કાળમાં આઝાદી પહેલા સુધી કેટલાક નવાબો અને રાજા મહારાજ ચિત્તા પાળવાનો ખતરનાક શોખ ધરાવતા હતા. ચિત્તાઓને સાંકળોથી બાંધીને રખાતા. ઘણીવાર નવાબો તેમના વિરોધી અને દુશ્મનોને સજા આપવા તેમને ચિત્તાઓ સામે જીવતા નાંખી દેતા. જાણકારી મુજબ ભારતમાં આઝાદી બાદ 1947માં છેલ્લા 3 એશિયાઇ ચિત્તા બચ્યા હતા. છત્તીસગઢમાં કોરિયાના મહારાજા રમાનુજ પ્રતાપ સિંહ દેવે 1947માં ત્રણ ચિત્તાઓનો શિકાર કર્યો હતો. જાણો દીપડો, જેગુઆર અને ચિત્તો એટલેકે, પેન્થરમાં હોય છે શું તફાવત...

ચિત્તો (Cheetah/Panther):

2/6
image

ચિત્તાના શરીર પર ઘાટા કાળા ટપકા હોય છે. તેનું શરીર પ્રમાણમાં લાંબુ હોય છે. ચિત્તાનો ચહેરો ગોળાકાર અને એકદમ નાનો હોય છે. તેનું માથું નાનું હોય છે, તેના પર કાળુ નિશાન હોય છે. ચિત્તાના પંજા ખુલ્લા હોય છે. ચિત્તો દુનિયામાં સૌથી ઝડપથો દોડતું પ્રાણી છે. સત્તાવાર રીતે ભારતના જંગલોમાં હાલ એક પણ ચિત્તો નથી. લગભગ 1948માં છત્તીગઢમા જંગલોમાં છેલ્લીવાર ચિત્તો જોવા મળ્યો હતો. ચિત્તાને Panther અથવા Cheetah પણ કહેવામાં આવે છે.  

જેગુઆર (Jaguar):

3/6
image

જેગુઆર (Jaguar) નો આકાર પણ સામાન્ય રીતે દીપડા જેવો હોય છે. જોકે, ધ્યાનથી જોવાથી ખ્યાલ આવે છેકે, જેગુઆરના શરીર પર વધારે સંખ્યામાં ગોળાકારનાના ટપકા હોય છે. જેગુઆરનું માથું પ્રમાણમાં મોટું અને ગોળાકાર હોય છે. 

દીપડો (Leopard): 

4/6
image

દીપડાને Leopard પણ કહેવામાં આવે છે. દીપડાના શરીર પર નાના, ગીચ, ભરેલાા કાળા ટપકા હોય છે. દીપડાનું માથું પ્રમાણમાં નાનું કોણીય આકારનું હોય છે. 

બ્લેક પેન્થર (Black Panther):

5/6
image

બ્લેક પેન્થર (Black Panther) પણ ચિત્તાનો જ એક પ્રકાર છે એવું કહી શકાય. કારણકે, તેનો આકાર લગભગ ચિત્તા જેવો જ હોય છે. ચિત્તા કરતા થોડું મોઢું મોટું હોય છે અને આખુ શરીરે કાળા રંગનું હોય છે. તેના પર જીણાં જીણાં ટપકાં હોય છે જેને રંગ પણ ડાર્ક હોય છે. 

બ્લેક જેગુઆર (Black Jaguar):

6/6
image

બ્લેક જેગુઆર (Black Jaguar) એ પણ એક હિંસક પ્રાણી છે. જે દક્ષિણ આક્રિકાના કેટલાંક હિસ્સામાં વધારે જોવા મળે છે. તેનું માથું પણ પ્રમાણમાં મોટું હોય છે. ગોળાકાર હોય છે. તે શરીરે ચિત્તા કરતા જાડો અને વજનદાર હોય છે.