Hackers ઉઠાવી રહ્યાં છે કમજોરીનો લાભ, આ રીતે તમારું WhatsApp Account કોઈપણ કરાવી શકે છે બંધ

નવી દિલ્લીઃ હાલના સમયમાં દુનિયાભરમાં WhatsApp એ કોમ્યુનિકેશનનું કદાચ સૌથી મોટું માધ્યમ બની ગયું છે. એટલું જ નહીં મોબાઈલ યુઝર્સ માટે તો WhatsApp તેમના જીવનનો જ એક ભાગ બની ગયું છે. આવી સ્થિતિમાં WhatsApp ની સુરક્ષાની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. જેને લઈને હાલમાં જ આવેલી એક નવી ખબરે તમામ WhatsApp યુઝર્સને ચોંકાવી દીધાં છે. જે મુજબ કોઈપણ વ્યક્તિ તમારું WhatsApp અકાઉંટ આસાનીથી બંધ કરાવી શકે છે. તેથી સાવધાન થઈ જજો. હેકર્સ તમારા અકાઉંટ પર નજર રાખી રહ્યાં છે. કોઈપણ વ્યક્તિ કઈ રીતે બીજાનું WhatsApp અકાઉંટ બંધ કરાવી શકે છે તે આખી પ્રક્રિયા અહીં દર્શાવવામાં આવી છે.

અકાઉઁટ બંધ કરાવવાનો નવો કિસ્સો

1/5
image

અમારી સહિયોગી વેબસાઈટ brg.in મુજબ હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતોકે, WhatsApp સિક્યોરિટી સિસ્ટમની નબળાઈનો લાભ લઈને કોઈનું પણ અકાઉંટ બંધ કરાવી શકાય છે.

 

 

આ છે અકાઉંટ બંધ કરવાની નવી રીત

2/5
image

સિક્યોરિટી રિસર્ચર Luis Márquez Carpintero અને Ernesto Canales Pereña એ પોતાના નવા સંશોધનમાં દાવો કર્યો છેકે, WhatsApp ની કેટલીક સિસ્ટમ ખુબ જ નબળી છે. જેનો ફાયદો ઉઠાવીને કોઈનું પણ અકાઉંટ બંધ કરાવી શકાય છે.

 

 

 

આ રીતે કરવામાં આવ્યું WhatsApp અકાઉંટ બંધ

3/5
image

એક રિપોર્ટ મુજબ સાઈબર હમલાવર સૌથી પહેલાં કોઈપણ મોબાઈલમાં WhatsApp એક્સેસ કરવા માટે પોતાનો મોબાઈલ નંબર નાંખે છે. સ્વભાવિક છેકે, તેનો કોડ અસલી યૂઝરની પાસે જ હોય છે. હેકર જાણી જોઈને ખોટો કોડ નાંખે છે. 3 વાર ખોટો કોડ નાંખવાથી તમારું WhatsApp અકાઉંટ 12 કલાક માટે બ્લોક થઈ જાય છે.

 

 

આગળની પ્રોસેસ વધારે રસપ્રદ છે

4/5
image

એક વાર 12 કલાક સુધી WhatsApp અકાઉંટ બ્લોક થયા બાદ હેકર કે સોશિયલ મીડિયાનો એક પ્રકારનો હમલાવર ચાલાકીથી એક ફેક ઈમેલ આડી બનાવીને support@whatsapp.com ને મેઈલ કરે છે. કે મારો મોબાઈલ ચોરી થઈ ગયો છે. એક કારણે નંબર બંધ બતાવે છે. સાથે જ કંપનીને રિક્વેસ્ટ કરવામાં આવે છેકે, મારું વ્હોટ્સએપ અકાઉંટ હાલની સ્થિતિમાં બંધ કરવામાં આવે.

 

 

 

સુરક્ષામાં ખામીઓના કારણે બંધ થઈ જાય છે અકાઉંટ

5/5
image

રિસર્ચરનો દાવો છેકે, WhatsApp પાસે ક્રોસ ચેક કરવાનું કોઈપણ ટૂલ નથી. માત્ર ઈમેલ પર જ ભરોસો કરીને  WhatsApp ટીમ અકાઉંટને ડિએક્ટિવેટ કરી દે છે.