Women Accidentally Sent Nude Photo: મહિલાની ન્યૂડ તસવીર પહોંચી ગઈ ભાવિ સસરા પાસે અને પછી જે થયું...
સેલ્ફી લેવી અને દરેક નાની મોટી વાતો કેમેરામાં કેદ કરીને વીડિયો બનાવવો એ આપણી આદત બની ગઈ હોય તેવું લાગે છે. પરંતુ આ આદત એક મહિલાને ભારે પડી ગઈ.
Women Accidentally Sent Nude Photo: ક્યારેક અજાણતા જ કઈક એવું કરી બેસીએ છીએ કે જેના કારણે પછી પાછળથી શરમિંદગી અનુભવવી પડતી હોય છે. સેલ્ફી લેવી અને દરેક નાની મોટી વાતો કેમેરામાં કેદ કરીને વીડિયો બનાવવો એ આપણી આદત બની ગઈ હોય તેવું લાગે છે. પરંતુ આ આદત એક મહિલાને ભારે પડી ગઈ. વાત જાણે એમ બની કે મહિલાની એક નાનકડી ભૂલથી તેનો ન્યૂડ ફોટો તેના સાસરિયાના વોટ્સએપ ગ્રુપમાં પહોંચી ગયો. આ મામલો ઈંગ્લેન્ડના ઈસ્ટ સસેક્સનો છે.
મહિલાએ સાસરીયાના વોટ્સએપ ગ્રુપમાં ફોટો શેર કર્યો
7 વર્ષની આ મહિલા બાથટબમાં ન્હાઈ રહી હતી અને તેનો નાનકડો પુત્ર રમતો હતો. આ દરમિયાન તેણે પુત્રનો એક ફોટો લીધો અને સાસરિયાના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કર્યો. મહિલાના સસરાએ આ ફોટો જોઈ પણ લીધો પરંતુ અચાનક જ મહિલાને ખબર પડી કે તસવીરમાં તે પણ છે અને તે પણ ન્યૂડ અવસ્થામાં. આમ જાણીને જ તેના હોશ ઉડી ગયા. (સાંકેતિક તસવીર)
ફેસબુક પર કહાની કરી પોસ્ટ
મેટ્રો યુકેના અહેવાલ મુજબ મહિલાએ પોતાની સમગ્ર કહાની ફેસબુક પર પોસ્ટ કરી છે જે વાયરલ થઈ ગઈ છે. મહિલાએ ફેસબુક પર લખ્યું કે આજે મે મારા પાર્ટનરના ફેમિલી ગ્રુપમાં તસવીર મોકલી. ગ્રુપમાં મારા પાર્ટનરના પિતા માતા અને ભાઈ હતા. મે આ તસવીર પહેલા એમ કહીને શેર કરી કે શાંતિથી ન્હાઈ પણ શકતી નથી. મને જરાય અંદાજો પણ નહતો કે રિફ્લેક્શનમાં હું પણ જોવા મળી રહી છું. હું પહેલું લોકડાઉન લાગ્યું તેના થોડા દિવસ પહેલા જ માતા બની હતી. હું મારા પાર્ટનર અને તેના માતા પિતા સાથે રહુ છું અને અમે બંને પહેલું ઘર ખરીદવાની તૈયારી કરી રહ્યા છીએ. (સાંકેતિક તસવીર)
આ કારણે પુત્રની તસવીરમાં મહિલા પણ આવી ગઈ ન્યૂડ અવસ્થામાં
વાત જાણે એમ હતી કે મહિલા બાથટબમાં હતી અને સામે ઊભેલા પુત્રની તેણે તસવીર લીધી. પરંતુ ગ્લાસ શોવર સ્ક્રિન અને રિફ્લેક્શનના કારણે મહિલાનો પણ ન્યૂડ ફોટો તસવીરમાં આવી ગયો. જો કે મહિલાએ આ તસવીર તરત જ ડિલિટ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં તો કદાચ તેના ભાવિ સસરાએ આ તસવીર જોઈ લીધી હતી. (તસવીર-સાભાર Triangle News)
તરત જ કરી ડિલિટ પણ પાર્ટનરના પિતાએ જોઈ લીધી હતી તસવીર
મહિલાએ જણાવ્યું કે હું સાવ અજાણ હતી કે શોવર ગ્લાસ અને મેટલના ડ્રેન કવરમાં રિફ્લેક્શનમાં હું પણ દેખાઈ શકું છું. થોડી મિનિટો બાદ મેં તસવીરો ફરીથી જોઈ તો જાણવા મળ્યું કે હું પણ તેમા જોવા મળું છું. મે તરત જ તસવીર ડિલિટ કરી નાખી. જો કે મારા પાર્ટનરના પિતા આ તસવીર પહેલા જ જોઈ ચૂક્યા હતા પરંતુ હું એ નથી જાણતી કે તેમણે આ તસવીરમાં મને જોઈ કે નહીં. (સાંકેતિક તસવીર)
ફોન કરીને પાર્ટનરને જણાવ્યું
મે ત્યારે જ મારા પાર્ટનરને ફોન કર્યો અને તેને બધુ જણાવી દીધુ અને કન્ફર્મ કરવાનું કહ્યું મે જે તસવીર ડિલિટ કરી તે દેખાતી તો નથી ને. મહિલાએ છેલ્લે લખ્યું કે મારા પાર્ટનરના માતા પિતા પાસે પાછી જઈ રહી છું. મને વિશ્વાસ છે કે તેમના ચહેરાના હાવભાવથી ખબર પડી જશે કે તેમણે કઈ જોયું છે કે નહીં. (સાંકેતિક- તસવીર)
Trending Photos