સિંગાપોર જાઓ તો જરૂર લેજો આ પાંચ માર્કેટની મુલાકાત, વસુલ થઈ જશે ટિકિટના પૈસા
Shopping Places In Singapore: દિલ્હીના સરોજિની માર્કેટ કરતા પણ સસ્તા છે સિંગાપોરના આ 5 બજારો. બોલિવૂડ ફિલ્મોમાં સિંગાપોરની સુંદરતા એટલી સુંદર રીતે દર્શાવવામાં આવી છે કે દરેક ભારતીય ચોક્કસપણે એકવાર સિંગાપોરની મુલાકાત લેવા માંગે છે. આ એક એવું વિદેશી સ્થળ છે, જ્યાં તમે ખૂબ જ ઓછા ખર્ચે મુસાફરી કરી શકો છો અને આરામથી સાવ સસ્તામાં તમે મનમુકીને શોપિંગ પણ કરી શકો છો. જાણો અહીંના સૌથી સસ્તા બજારોની જાણકારી...
બુજીસ સ્ટ્રીટ માર્કેટ
સિંગાપોરમાં બુજીસ સ્ટ્રીટ માર્કેટ ભાવતાલ કરાવનારા માટે બેસ્ટ શોપિંગ પ્લેસ છે. અહીં તમે કોઈપણ વસ્તુ સાવ સસ્તામાં ખરીદી શકો છો. અહીં તમને 250 રૂપિયામાં કપડાં અને 50-100 રૂપિયામાં સ્વાદિષ્ટ ખાવાની વસ્તુઓ મળશે.
મુસ્તફા સેન્ટર
સિંગાપોરમાં સૌથી સસ્તા શોપિંગ સ્થળોમાંનું એક છે મુસ્તફા સેન્ટર. જો તમારી પાસે 1-2 હજાર રૂપિયા હોય તો પણ તમે અહીંથી મોટો થેલો ભરીને સમાન ખરીદી શકો છો. અહીં દરેક વસ્તુની શરૂઆત માત્ર 50 રૂપિયાથી થાય છે.
લકી પ્લાઝા
સિંગાપોરના સૌથી જૂના બજારોમાંથી એક છે લકી પ્લાઝા. અહીંથી તમે તમારા મિત્રો અને સગા-સંબંધીઓ માટે સાવ સસ્તામાં સારી સારી ગિફ્ટ ખરીદી શકો છો. અહીં ઘડિયાળો, સનગ્લાસ, રોજિંદા ઉપયોગની વસ્તુઓ, પરફ્યુમ, બ્યુટી પ્રોડક્ટ્સની કિંમત 250 રૂપિયાથી શરૂ થાય છે.
ચાઇના ટાઉન
ચાઇના ટાઉન, સિંગાપોરના સૌથી મોટા શેરી બજારોમાંનું એક, વિશ્વ વિખ્યાત છે. અહીં તમે 50 રૂપિયાથી ઓછી કિંમતમાં આકર્ષક વસ્તુઓ મેળવી શકો છો. અહીંથી તમે સસ્તામાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ખરીદી શકો છો.
લિટલ ઈન્ડિયા આર્કેડ
જો તમે સિંગાપોરમાં ભારતીય વસ્ત્રો અથવા મીઠાઈઓનો આનંદ માણવા માંગતા હો, તો લિટલ ઈન્ડિયા આર્કેડ તમારા માટે છે. અહીં તમે 1,200 રૂપિયામાં સારી ખરીદી કરી શકો છો.
Trending Photos