Income Tax: માર્ચ મહિનામાં જમા કરાવી દો આ ડોક્યુમેંટ્સ, નહીંતર કપાઇ જશે પગાર, બચી જશે ટેક્સ

Income Tax Savings Scheme: નોકરિયાતો સાચવજો, માર્ચ મહિનો આવી ગયો છે અને એવામાં દરેક જણ ટેક્સ બચાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જો તમે પણ નોકરી કરો છો અને ટેક્સ બચાવવા માંગો છો તો એલર્ટ થઇ જાવ. જો તમે ટેક્સ સેવિંગ (Tax Saving) ને લઇને પ્લાનિંગ કર્યું નથી તો માર્ચ મહિનામાં તમારો પગાર કપાઇ શકે છે. તમારે ટેક્સ બચાવવા માટે સમય પહેલાં રોકાણ કરવું જોઇએ. 

કેવી રીતે બચાવશો ટેક્સ

1/6
image

તમે સરકારી સ્કીમ સાથે જ ઘણા મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકો છો. તમે નેશનલ પેંશન સિસ્ટમ, સુકન્યા સમૃદ્ધિ યોજના, PPF જેવી ઘણી યોજનાઓમાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકો છો. 

નેશનલ પેંશન સિસ્ટમ

2/6
image

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) દ્વારા પણ તમે  ટેક્સ બચાવી શકો છો. આમાં તમને કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ મળશે. આમાં તમને 1.5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટનો લાભ મળે છે. આ સિવાય તમે વધારાના 50,000 રૂપિયાનું રોકાણ પણ કરી શકો છો. તમે કલમ 80CCD (1B) હેઠળ આ રોકાણ કરી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના

3/6
image

તમારી દીકરીના નામે તમે  સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકો છો. આના પર પણ તમને ટેક્સ છૂટનો લાભ મળશે. તમે આ ખાતું 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના નામે ખોલાવી શકો છો. તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મહત્તમ રૂ. 1.5 લાખના રોકાણ પર પણ ટેક્સ છૂટ મેળવી શકો છો. હાલમાં આના પર 8.2 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

પબ્લિક પ્રોવિડેંટ ફંડ

4/6
image

પબ્લિક પ્રોવિડેંટ ફંડ : પીપીએફમાં રોકાણ કરીને તમે ટેક્સ બચાવી શકો છો. હાલમાં આના પર 7.1 ટકાના દરે વ્યાજ મળે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ 80C હેઠળ મુક્તિનો લાભ આપે છે. તેનો લોક ઇન પીરિયડ 15 વર્ષ છે.

ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ

5/6
image

ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ : આ એકમાત્ર મ્યુચ્યુઅલ ફંડ છે જે આવકવેરા અધિનિયમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ છૂટનો ફાયદો મળે છે. આ સિવાય 1 લાખ રૂપિયા સુધીના રિટર્ન પર કોઈ ટેક્સ નથી. તેનો સૌથી ટૂંકો લોક-ઇન સમયગાળો 3 વર્ષનો છે.

સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ

6/6
image

ટેકસ સેવિંગ સ્કીમ : ટેક્સ બચાવવા માટે તમે સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં પૈસા લગાવી શકો છો. આ સ્કીમ ખૂબ પસંદ આવે છે. તેમાં તમે પોસ્ટ ઓફિસમાંથી રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં કરવામાં આવેલા રોકાણ પર 80સી અંતગર્ત છૂટનો ફાયદો મળે છે. તેમાં મેક્સિમમ 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. જેનો તમે ફાયદો ઉઠાવી શકો છો.