બેમિસાલ યુવરાજ સિંહઃ 6,822 દિવસ, 14,064 બોલ, 11,788 રન અને 1,496 ચોગ્ગા-છગ્ગા
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે.
ક્યારેક ટીમ ઈન્ડિયાની મધ્યમક્રમ બેટિંગનો સ્તંભ રહેલા બેટ્સમેન યુવરાજ સિંહે 37 વર્ષ 180 દિવસની ઉંમરમાં આજે સોમવારે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરને પૂરુ કરવાની જાહેરાત કરી. પરંતુ તે છેલ્લા 706 દિવસ (2 વર્ષ કરતા વધુ સમય)થી ટીમ ઈન્ડિયાનો ભાગ નહતો. તેણે પોતાની અંતિમ વનડે મેચ 30 જૂન 2017ના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી, જેમાં તેણે 55 બોલોમાં 39 રન બનાવ્યા હતા.
ડાબોડી બેટ્સમેન યુવરાજ સિંહનું આંતરરાષ્ટ્રીય કરિયર ચઢાવ-ઉતાર ભર્યું રહ્યું, પરંતુ 19 વર્ષના પોતાના ક્રિકેટ કરિયરમાં એક દાયકાથી વધુ સમય સુધી તે ટીમ ઈન્ડિયાનો સંકટમોચક રહ્યો. ન માત્ર તેણે બેટથી ઘણી મેચ વિનિંગ ઈનિંગ રમી પરંતુ બોલથી પણ કમાલ કરતા ઘણી હારેલી બાજી ટીમ ઈન્ડિયાના ખાતે કરી દીધી. તે દેશના કેટલાક પસંદગીના ક્રિકેટરોમાં રહ્યો જેને ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી20)માં રમવાની તક મળી અને પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી કરોડો પ્રશંસકોને દીવાના બનાવ્યા.
યુવરાજ સિંહની ગણના 2007 (ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ) અને 2011 (વનડે વર્લ્ડ કપ)માં ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાના સૂત્રાધારમાં થાય છે. આવો જાણીએ આ ક્રિકેટરના આંતરરાષ્ટ્રીય કરિયર સાથે જોડાયેલી કેટલિક ખાસ વાતો જેને લગભગ તમે નહીં જાણવા હોવ.
આ ડાબા હાથના બેટ્સમેને પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત 3 ઓક્ટોબર, 2000ના નૈરોબીમાં કેન્યા વિરુદ્ધ કરી હતી. ત્યારથી લઈને આજ સુધી 6,822 દિવસના પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 406 (ટેસ્ટ, વનડે અને ટી20) મેચ રમી છે. તેને પોતાની છેલ્લી વનડે મેચ 30 જૂન 2017ના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ તેની ધરતી પર રમી હતી. યુવરાજે અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરી 2017ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ બેંગલુરૂમાં રમી હતી.
ડાબા હાથના આ બેટ્સમેન યુવરાજ સિંહ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 406 મેચ રમી, જેમાં 40 ટેસ્ટ, 308 વનડે અને 58 ટી20 મેચ સામેલ છે. આ દરમિયાન તેણે કુલ 11,778 રન બનાવ્યા જેમાં 1900 ટેસ્ટ, 8701 વનડે અને 1177 રન ટી20માં બનાવ્યા.
યુવરાજ સિંહે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 1,496 ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા. વનડેમાં તેને બેટથી 908 ચોગ્ગા અને 155 છગ્ગા નિકળ્યા. જ્યારે ટી20માં 77 ચોગ્ગા અને 74 છગ્ગા આવ્યા. ટેસ્ટમાં પણ તેને 260 ચોગ્ગા અને 22 છગ્ગા લગાવ્યા.
આંતરરાષ્ટ્રીય કરિયરમાં યુવરાજે કુલ 14,064 બોલ રમ્યા જેમાંથી વનડેમાં 9,924 બોલ, ટેસ્ટમાં 3277 અને ટી20માં 863 બોલ રમ્યા હતા. તેના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 17 સદી આવી જ્યારે 71 અડધી સદી તેના ખાતામાં છે.
યુવરાજ સિંહ ન માત્ર વિસ્ફોટક બેટ્સમેન હતો પરંતુ ફિરકી બોલર પણ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 6403 બોલ ફેંક્યા જેમાં 5340 રન આપ્યા અને 148 વિકેટ પણ ઝડપી. તેણે વનડેમાં કુલ 111 વિકેટ ઝડપી છે.
Trending Photos