ન્હાવાના પાણીમાં આ ચીજ ભેળવીને સ્નાન કરો, સમસ્યાઓમાંથી મળશે છૂટકારો!
Navgrah dosh remedies: જ્યોતિષ ભવિષ્યની ઘટનાઓની ભવિષ્યવાણી કરવાની સાથે સાથ મુસીબતો-સંકટોથી બચવાના ઉપાય પણ બતાવે છે. કુંડળીના ગ્રહ દોષ અનેક સમસ્યાઓનું કારણ બનતા હોય છે. આવામાં આ ગ્રહોના દોષ દૂર કરવા મટે સમયસર ઉપાય કરી લેવા જોઈએ.
Trending Photos
Navgrah dosh remedies: જ્યોતિષ ભવિષ્યની ઘટનાઓની ભવિષ્યવાણી કરવાની સાથે સાથ મુસીબતો-સંકટોથી બચવાના ઉપાય પણ બતાવે છે. કુંડળીના ગ્રહ દોષ અનેક સમસ્યાઓનું કારણ બનતા હોય છે. આવામાં આ ગ્રહોના દોષ દૂર કરવા મટે સમયસર ઉપાય કરી લેવા જોઈએ. નહીં તો મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. જ્યોતિષમાં દરેક ગ્રહના દોષ દૂર કરવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે. એમાંથી કેટલાક ઉપાય તો એકદમ સરળ હોય છે. જેમ કે ન્હાવાના પાણીમાં કેટલીક વસ્તુઓ ભેળવી દેવામાં આવે તો ગ્રહ દોષ દૂર થાય છે. આવો જાણીએ કયા ગ્રહનો દોષ દૂર કરવા માટે ન્હાવાના પાણીમાં શું ભેળવવું જોઈએ.
ગ્રહ દોષ દૂર કરવાના એકદમ સરળ ઉપાય
સૂર્ય: જે લોકોની કુંડળીમાં સૂર્ય અશુભ સ્થિતિમાં હોય તેઓ ન્હાવાના પાણીમાં લાલ ફૂલ, કેસર, એલચી નાખીને ન્હાવું જોઈએ.
ચંદ્રમા: જેમની કુંડળીમાં ચંદ્ર દોષ હોય તેઓ ન્હાવાના પાણીમાં સફેદ ચંદન, સફેદ સુગંધિત ફૂલ, ગુલાબ નાખીને ન્હાય તો સારું.
મંગળ: મંગળ દોષથી રાહત મેળવવા માટે ન્હાવાના પાણીમાં લાલ ચંદન, વેલાની છાલ કે ગોળ ભેળવીને ન્હાય
બુધ: બુધની અશુભ અસરથી છૂટકારો મેળવવા માટે પાણીમાં જાયફળ, મધ, ચોખા ભેળવીને ન્હાવાથી લાભ થાય છે.
ગુરુ: દેવગુરુ બૃહસ્પતિ જો કુંડળીમાં નબળા હોય તો ન્હાવાના પાણીમાં પીળી સરસવ, ગુલર અને ચમેલીના ફૂલ નાખીને ન્હાવું જોઈએ.
શુક્ર: શુક્ર દોષથી રાહત મેળવવા માટે પાણીમાં ગુલાબ જળ, એલચી અને સફેદ ફૂલ નાખીને ન્હાવું જોઈએ.
શનિ: શનિની અશુભ અસરથી જીવન તબાહ થઈ જાય છે. આવામાં શનિની ખરાબ અસરથી છૂટકારો મેળવવા માટે ન્હાવાના પાણીમાં કાળા તલ, વરિયાળી, સુરમા કે લોબાન ભેળવીને સ્નાન કરવું જોઈએ.
કેતુ: કેતુ પણ છાયા ગ્રહ છે અને તેની અશુભ અસર અનેક સંકટ લાવે છે. તેનાથી બચવા માટે ન્હાવાના પાણીમાં લોબાન, લાલ ચંદન ભેળવીને સ્નાન કરવું જોઈએ.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે